Home /News /business /Climate Change પર શુક્રવારે દિલ્હીમાં મંથન, PM નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી કાર્યક્રમને સંબોધશે

Climate Change પર શુક્રવારે દિલ્હીમાં મંથન, PM નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી કાર્યક્રમને સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિઝનેસમેન મુકેશ અંબાણી

પીડીએચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PDH Chamber of Commerce & Industry)ની પર્યાવરણ સમિતિની પહેલ પર આંતરરાષ્ટ્રીય જલવાયુ શિખર સંમેલન 2021 (ICS 2021) ના ભાગ રૂપે ભારત 3 સપ્ટેમ્બર 2021ના ​​રોજ આ કાર્યક્રમનું આયોજન કરશે.

  નવી દિલ્હી : પીડીએચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PDH Chamber of Commerce & Industry)ની પર્યાવરણ સમિતિની પહેલ પર આંતરરાષ્ટ્રીય જલવાયુ શિખર સંમેલન 2021 (ICS 2021) ના ભાગ રૂપે ભારત 3 સપ્ટેમ્બર 2021ના ​​રોજ આ કાર્યક્રમનું આયોજન કરશે. ગ્લોબલ હાઇબ્રિડ સમિટ ભારતની સ્વચ્છ ઉર્જામાં પરિવર્તનના કાર્યક્રમ માટે માહોલ તૈયાર કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) સમિટમાં મુખ્ય વક્તા રહેશે. તમને જણાવી દઈએ કે, ICS એ ઈવેન્ટ માટે ઈન્વેસ્ટ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. આ સમિટ PHD ચેમ્બર, નીતિ આયોગ, પર્યાવરણ મંત્રાલય, ઔદ્યોગિક સંશોધન વિભાગ, CSIR અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે.

  ભારતની હાઇડ્રોજન ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે

  સમિટમાં ભારતની હાઇડ્રોજન ઇકોસિસ્ટમ (Powering India’s Hydrogen Ecosystem)ને મજબૂત કરવા પર વિશેષ ભાર મુકવામાં આવશે. સમગ્ર વિશ્વમાંથી નીતિ નિર્માતાઓ, નિયમનકારો, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ભાગ લેશે. કેન્દ્રીય મંત્રીઓમાં ભૂપેન્દ્ર યાદવ અને જીતેન્દ્ર સિંહ, નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. સારસ્વત અને ગ્રીનસ્ટેટ ઇન્ડિયાના પ્રમુખ સ્ટ્રેલ હેરાલ્ડ પેડરસન મુખ્યત્વે કાર્યક્રમમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2021માં જલવાયુ પરિવર્તન પર વર્ચ્યુઅલ લીડર્સ સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમસ્યાનો સામનો કરવા માટે અમેરિકા સાથે નવી ભાગીદારી કરી હતી. જાન્યુઆરી 2021માં સત્તા સંભાળ્યા બાદ યુએસ પ્રમુખ જો બાઈડેન દ્વારા આ પ્રથમ મોટી વૈશ્વિક પહેલ હતી.

  ભારત-યુએસની જલવાયુ અને સ્વચ્છ ઉર્જા એજન્ડા 2030 ભાગીદારી

  પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે, ભારત અને અમેરિકા 'ક્લાઇમેટ એન્ડ ક્લીન એનર્જી એજન્ડા 2030 ભાગીદારી' શરૂ કરી રહ્યા છે. આનાથી રોકાણ એકત્રીકરણ, ક્લીન ટેકનોલોજીનું પ્રદર્શન અને ગ્રીન કો-ઓપરેશન સક્ષમ બનાવી શકાશે. તેમણે જલવાયુ સુધારવા માટે જીવનશૈલીમાં પરિવર્તનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સતત જીવનશૈલીનું દર્શન અને મૂળભૂત બાબતો પાછળ કોવિડ -19 પછીના યુગ માટે અમારી આર્થિક વ્યૂહરચનાનો મહત્વનો આધારસ્તંભ હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે, ભારત વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતો, ત્રીજો સૌથી મોટો કાર્બન ઉત્સર્જક દેશ છે. તો પણ ગ્લોબલ કાર્બન એટલાસ પ્રોજેક્ટ મુજબ, ભારતમાં માથાદીઠ વ્યક્તિ ઉત્સર્જન અત્યંત ઓછું છે.

  આ પણ વાંચોમાત્ર 15,000 આ પ્લાન્ટની ખેતીથી નફો જ નફો, 3 મહિનામાં 3 લાખ કમાણી! એ પણ લેખીત કરાર સાથે

  આઈપીસીસીએ કહ્યું કે, આગામી દાયકાઓમાં જલવાયુ સંબંધિત સમસ્યાઓ વધશે

  ક્લાઇમેટ ચેન્જ પર મુખ્ય કોન્ફરન્સ 'COP26' ગ્લાસગોમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2021 સુધી યોજાવાની છે. COP-26ના પ્રમુખ આલોક શર્માએ તાજેતરમાં કહ્યું હતું કે, "વૈશ્વિક તાપમાનમાં વધારો 1.5 ડિગ્રીથી વધુ ન થાય તેની ખાતરી કરવાની આ છેલ્લી તક હશે." 2015ના કરાર હેઠળ, વિશ્વના નેતાઓ 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવા સંમત થયા છે. તમને જણાવી દઈએ કે, 1980થી, સરેરાશ વૈશ્વિક તાપમાન 1.1 ° C થી વધુ વધ્યું છે. યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ નિયંત્રણમાંથી બહાર નીકળવાની નજીક છે. ઈન્ટર-ગવર્નલમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) એ જણાવ્યું હતું કે, આવનારા દાયકાઓમાં વિશ્વ વધુ આબોહવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરશે. રિપોર્ટ અનુસાર, તીવ્ર ગરમી, મોટા પાયે વાવાઝોડા અને હવામાન સંબંધિત અન્ય મોટી ઘટનાઓ હશે.

  (ડિસ્કેલમર- ન્યૂઝ 18 હિન્દી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો એક ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.)
  Published by:kiran mehta
  First published:

  Tags: Climate change, Climate Change in 2021, PM Narendra Modi Live, PM Narendra Modi Speech, મુકેશ અંબાણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन