દુનિયાનું પ્રખ્યાત TIME મેગેઝિન 14 અરબ રૂપિયામાં વેચાયું, જાણો કોણ છે ખરીદનાર

ટાઇમ મેગેજીનની ફાઇલ તસવીર

અમરિકી મીડિયા કંપની મેરેડિથ કોર્પે દુનિયાનું પ્રખ્યાત ટાઇમ મેગેજીનને વેચી દીધું છે.

 • Share this:
  અમરિકી મીડિયા કંપની મેરેડિથ કોર્પે દુનિયાનું પ્રખ્યાત ટાઇમ મેગેઝિનને વેચી દીધું છે. મેરેડિથ કોર્પોરેશને રવિવારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સેલ્સફોર્સના ફાઉન્ડર માર્ક બેનોફ અને તેમની પત્ની આ મેગેઝિનના માલિક હશે. મેરેડિથ કોર્પોરેશને જણાવ્યું કે, ટાઇમ મેગેઝિનો સોદો 190 મિલિયન ડોલર (આશરે 13.77 અરબ રૂપિયા)માં થયો છે. આ મેગેઝિનને બેનોફ દંપતિને વચવામાં આવી રહ્યું છે. બેનોફ ક્લાઉડ કંપ્યૂટિંગની અગુવા કંપની સેલ્ફફોર્સના કો ફાઉન્ડર છે.

  મેરેડિથ ટાઇમ મેગેઝિન અને ટાઇમ આઇએનસી અને અન્ય પ્રકાશનો ખરીદવાની પ્રક્રિયા આ વર્ષે શરૂઆતમાં પૂરી કરી ચુક્યા હતા. બેનોફ દંપતી ટાઇમને ખાનગી સોદા તરીકે લઇ રહ્યા છે. જેનો સેલ્સફોર્સડોટકોમમાં કોઇ જ સંબંધ નથી. જેમાં બેનોફ ચેયરમેન, કો સીઇઓ અને ફાઉન્ડર છે.

  મેરેડિથની ઘોષણામાં કહ્યું હતું કે, બેનોફ દંપતિ ટાઇમ મેગેઝિનના દરરોજ પત્રકારત્વ સંબંધી કાર્યો અને નિર્ણયોમાં સામેલ નહીં રહે. આ નિર્ણય ટાઇમની હાલની એક્ઝીક્યુટિવ લિડરશિપ પજ હશે. મેરેડિથના પ્રેસીડેન્ટ અને સીઈઓ ટોમ હાર્ટીએ જણાવ્યું કે, અમે ટાઇમ બ્રાન્ડ માટે માર્ક અને લાઇની બેનોફ જેવા ઉત્સાહી ખરીદદારોને મેળવીને ખુબ જ ખુશ છીએ. છેલ્લા 90 વર્ષોથી ટાઇમ સૌથી મહત્વની ઘટનાઓ અને સૌથી અસરદાર કહાનીઓના સાક્ષી રહ્યા છે. જેણે વૈશ્વિક સંવાદનો આકાર આપ્યો છે.

  પીપુલ એન્ડ બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ જેવા મેગેઝિનના પ્રકાશક મેરેડિથે ટાઇમ આિએનસીના ચાર પ્રકારશોને માર્ચમાં વેચવાની પ્રસ્તાવ મુક્યો હતો. ત્રણ અન્ય પ્રકાશન ફોર્ચુન, મની અને સ્પોર્ટ ઇલસ્ટ્રેટેડના વેચાણ સંબંધમાં વાતચીત ચાલું છે.

  આનું વેચાણ પણ આગામી ત્રીસ દિવસમાં પુરુ થવાની સંભાવના છે. વોલ સ્ટ્રીટ જનરલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બેનોફે કહ્યું હતું કે, "દુનિયામાં આ પ્રકારની અસર કરનાર કંપની જે એક મજબૂત બિઝનેસ કરતી હતી. આવી જ કંપનીમાં અમે એક પરિવારની જેમ રોકાણ કરવા માંગતા હતા."

  ઉલ્લેખનિય છે કે, વોશિંગટન પોસ્ટના અમેઝન ફાઉન્ડર જેબ બેજોસે 2013માં 250 મિલિયન ડોલરમાં ખીદી લીધું હતું. અન્ય મેગેઝિન્સની જેમ ટાઇમ મેગેઝિને પણ પ્રિન્ટ એડવર્ટાઇઝિંગ અને ન્યૂઝસ્ટેડ સેલ્સમાં ઘટાડાનો સામનો કર્યો છે.
  Published by:ankit patel
  First published: