Rakesh Jhunjhunwala portfolio: 300થી ઓછી કિંમતના આ શેર પર ICICI Securities બુલિશ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: બીએસઈ શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે ભારતના દિગ્ગજ રોકાણકાર અને ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલા પાસે સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડની 4.23% ભાગીદારી હતી.

  • Share this:
    મુંબઈ. Rakesh Jhunjhunwala portfolio:ફોર્ટિસ હેલ્થકેર (Fortis Healthcare- FHL)નું બીજા ક્વાર્ટરનું પરિણામ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Securities)ની અપેક્ષા કરતા સારું રહ્યું છે. આ ત્રિમાસિક દરમિયાન હૉસ્પિટલ (Hospital) અને ડાયગ્નોસ્ટિક્સ બંનેમાં સારો બિઝનેસ જોવા મળ્યો છે. બ્રોકરેજ હાઉસને આશા છે કે ઓક્યુપન્સીમાં સુધારો અને માહોલ સામાન્ય થતાં આ શેરમાં વલણ ચાલુ રહી શકે છે.

    બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ વધારીને 303 રૂપિયા કર્યો

    બ્રોકરેજ હાઉસે આ શેર પર પોતાનો ટાર્ગેટ (Fortis Healthcare share target) 282 રૂપિયાથી વધારીને 303 રૂપિયા કર્યો છે. જોકે, ફોર્ટિસના શેર પર બ્રોકરેજ હાઉસનું રેટિંગ Hold છે. જોકે, બ્રોકરેજ હાઉસને લાગે છે કે ગ્રોથમાં રિકવરી, ખર્ચ ઘડાટવા માટે હૉસ્પિટલના પ્રયાસો અને ઑપરેટિંગ ફાયદાને લઈને વાતાવરણ પોઝિટિવ લાગી રહ્યું છે.

    આ કારણે તેજીની આશા

    બીજા ક્વાર્ટર દરમિયાન ફોર્ટિંસની આવકમાં વાર્ષિક ધોરણે 47%નો વધારો થયો છે. હૉસ્પિટલ અને SRL (diagnostics) બંનેમાં આવક વધી છે. કંપનીનો EBITDA માર્જિન 19.4% પર ફ્લેટ રહ્યો છે. ખર્ચ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે. કંપનીનું મેનેજમેન્ટ ખર્ચને કાબૂ કરવા માટે વિવિધ ઉપાયો લાગૂ કરતું રહ્યું છે. કંપનીએ ખર્ચ નિયંત્રણના ઉપાયો ચાલુ જ રાખ્યા છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે ધીમે ધીમે આવકના ગ્રોથમાં વિકાસ અને ખર્ચમાં ઘટાડાને પગલે FY21-FY23E દરમિયાન EBITDA માર્જિન 820 બીપીએસ સુધરીને 18.2% ટકા સુધી વધી શકે છે.

    રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સો

    ICICI Securities તરફથી કહેવામાં આવ્યું છે કે, "અને SRLમાં રિકવરી અને હૉસ્પિટલ ઓક્યુપન્સી અને ARPOBમાં વધારાને ધ્યાનમાં રાખીને FY22E-FY23E માટે આવકનો અંદાજ 5-6% અને EBITDA અંદાજ 5-10% વધારી રહ્યા છીએ. અમારું માનવું છે કે FY21-FY23Eમાં આવક અને EBITDA CAGRs ક્રમશ: 29.5% અને 74.2% રહી શકે છે. આ ઉપરાંત આઈએચએચ દ્વારા પડતર ઑફર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ રહેશે." મિન્ટની ખબર પ્રમાણે બીએસઈ શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે ભારતના દિગ્ગજ રોકાણકાર અને ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલા પાસે સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડની 4.23% ભાગીદારી હતી.

    આ પણ વાંચો: Sharekhanની પસંદગીના 5 સ્મૉલકેપ શેર, જેમાં થઈ શકે છે 31% સુધીની કમાણી, તમે પણ કરી લો એક નજર

    રાકેશ ઝુનઝુનવાલાના આ શેર પર બજાર નિષ્ણાતો Bullish

    ખાણ મંત્રાલય હેઠળની CPSE નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (Nalco)ના નફામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ શેર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)નો હોવાનું જાણવા મળે છે અને વિશ્લેષકોએ હજી પણ તેમાં તેજીની અપેક્ષા સેવે છે. આ કંપની માઇનિંગ, મેટલ અને પાવર સેક્ટરમાં કામ કરે છે. આંકડા મુજબ 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ કોન્સોલિડેટેડ નફામાં લગભગ સાત ગણો વધારો એટલે કે, રૂ.747.8નો નફો નોંધાવ્યો હતો, જે વર્ષ અગાઉના સમયગાળામાં 107.27 કરોડ હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: