Multibagger Stock: ICICI સિક્યોરિટીઝે આ મલ્ટીબેગર શેર માટે આપ્યું BUY રેટિંગ, એક વર્ષમાં આપ્યું 170% વળતર

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

Multibagger Stock Mold-tek: આ વર્ષે આ શેર અત્યારસુધી 157%થી વધુ વળતર આપી ચૂક્યો છે. એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 170% વળતર મળ્યું છે.

  • Share this:
    મુંબઈ: દર વર્ષે અનેક એવા શેર હોય છે જે રોકાણકારોને માલામાલ (Multibagger stocks) કરી દેતા હોય છે. મોલ્ડ-ટેક પેકેજિંગ શેર આવો જ એક શેર છે. પેકેજિંગ બિઝનેસની લીડિંગ કંપની મોલ્ડ-ટેક-પેકેજિંગ (Mold-tek Packaging) FMCG અને ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પેકેજિંગ કન્ટેનર બનાવવાનું કામ કરે છે. આ કંપનીએ નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક (Q2 result) દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીના નફામાં વધારો થયો છે.

    ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક દરમિયાન મોલ્ડ-ટેકની વાર્ષિક કમાણી (Annual revenue) 34 ટકા વધીને 160 કરોડ રૂપિયા પર પહોંચી છે. તેની સરખામણીમાં પેઈન્ટ સેગમેન્ટ (Paint segment)માં વર્ષના આધારે 48 ટકાનો ગ્રોથ થયો છે. વાર્ષિક આધારે કુલ વૉલ્યૂમ ગ્રોથ આઠ ટકા રહ્યો છે. ટેક્સ પછી કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક આધારે 31 ટકા વધીને 18 કરોડ રૂપિયા થયો છે.

    આ પણ વાંચો: IPOને નબળો પ્રતિસાદ મળતા Paytmના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો- જાણો લેટેસ્ટ GMP

    મોલ્ડ ટેક શેર વળતર

    આ મલ્ટીબેગર શેર (Multibagger stock)માં આ વર્ષે આત્યારસુધી આશરે 157 ટકાથી વધારે તેજી જોવા મળી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 170 ટકા તેજી જોવા મળી છે. મોલ્ડ-ટેક (Mold-Tech)ના શેરની કિંમતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3.3 ગણો વધારો થયો છે. નવેમ્બર 2016માં આ શેરની કિંમત 215 રૂપિયા હતી. 11 નવેમ્બર, 2021ના રોજ આ શેરની કિંમત 724.40 રૂપિયા પર પહોંચી છે.

    આ પણ વાંચો: ધમાકેદાર લિસ્ટિંગ બાદ નાયકાના શેરમાં કડાકો, રોકાણકારોએ હવે શું કરવું? ભાવ ઘટીને ક્યાં સુધી પહોંચી શકે?

    વર્ષમાં ભાવ 850 રૂપિયા થઈ શકે

    ડોમેસ્ટિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ (domestic brokerage and research firm) ICICI Securities તરફથી આ શેર માટે BUY રેટિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ બ્રોકરેજ ફર્મે તેનો ટાર્ગેટ 850 રૂપિયા આપ્યો છે. ICICI Securitiesનું કહેવું છે કે એક વર્ષમાં શેર 850 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે.

    આ પણ વાંચો: શેર વેચવા પર તાત્કાલિક પૈસા જમા કેમ નથી થતાં? કેમ બે દિવસનો સમય લાગી જાય છે? જાણો કારણ

    એશિયન પેઇન્ટ માટે Buy રેટિંગ

    આ ઉપરાંત ICICI Securities તરફથી એશિયન પેઇન્ટને (Asian paint share) પણ પોતાના કવરેજમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયન પેઇન્ટ decorative paint માર્કટની અગ્રણી કંપની છે. કંપની સતત પોતાની પ્રોડક્ટના પોર્ટફોલિયોનો વિસ્તાર કરતી રહી છે. આ સાથે જ કંપની ટિયર-1 અને ટિયર-2 શહેરમાં ડીલરના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. ICICI Securities તરફથી એશિયન પેઇન્ટ માટે BUY રેટિંગ આપવમાં આવ્યું છે. આ માટે બ્રોકરેજ ફર્મે 3,425 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: