Home /News /business /

ICICI સિક્યોરિટીઝની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે આ રિયલ્ટી સ્ટોક્સ, જે કરાવશે બમ્પર કમાણી

ICICI સિક્યોરિટીઝની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે આ રિયલ્ટી સ્ટોક્સ, જે કરાવશે બમ્પર કમાણી

રિયલ એસ્ટેટ શેરમાં તેજીની આશા.

Realty stocks: ICICI સિક્યોરિટીઝના રિયલ્ટી સેક્ટરના ટોપ પિક્સમાં DLF, Embassy office Parks REIT, Pheonix Mills, Brigade Enterprises સામેલ છે. સાથે જ તેમાં માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT અને ઓબેરોય રીયલ્ટીમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે (ICICI Securities) રિયલ એસ્ટેટ સેક્ટર પર જાહેર કરેલા પોતાના હાલના રિપોર્ટ (ICICI Report)માં જણાવ્યું છે કે, ભારતમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ ઓફિસ માર્કેટ (Real Estate Office Market)માં કેલેન્ડર યર 2022ના પહેલા ક્વાર્ટર (જાન્યુઆરી- માર્ચ 2022)માં વાર્ષિક દરે 65 ટકાનો net absorption rise જોવા મળ્યો છે, જે આ સેક્ટરમાં રીકવરીના સંકેત આપે છે. ICICI સિક્યોરિટીઝ DLF, Embassy REIT, Mindspace REIT, Brookfield India REIT અને Brigade Enterprises પર બુલિશ છે. જોકે, બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, આ સેક્ટર માટે કોવિડની નવી લહેર અને ઘરેલૂ અને વિદેશી બજારમાં વધતી મોંઘવારીનું જોખમ છે.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


ICICI સિક્યોરિટીઝના રિયલ્ટી સેક્ટરના ટોપ પિક્સમાં DLF, Embassy office Parks REIT, Pheonix Mills, Brigade Enterprises સામેલ છે. સાથે જ તેમાં માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT અને ઓબેરોય રીયલ્ટીમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે બ્રુકફીલ્ડ એડવાઇઝર્સ REIT, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સને ICICI સિક્યોરિટીઝે “ADD” રેટિંગ આપ્યું છે.

ICICI સિક્યોરિટીઝે તેની હાલમાં જ જાહેર કરેલી નોટમાં જણાવ્યું કે, ડિસેમ્બર, 2021માં ઓમિક્રોનના કેસોમાં થયેલા વધારાના કારણે ઓફિસ મીટિંગ વેપારમાં આવી રહેલી રિકવરી અસ્થાયી રૂપે થોડી ધીમી પડી ગઇ છે, પરંતુ આશા છે કે કેલેન્ડર વર્ષ 2022ના બીજા ક્વાર્ટર એટલે કે એપ્રિલથી સ્થિતિઓમાં સુધારો આવશે. કંપનીઓ તેના કર્મચારીઓને ફરીથી ઓફિસ બોલાવવાનું શરૂ કરી દેશે અને ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં પણ તેજીનો માહોલ જામશે.

આ પણ વાંચો: સોના-ચાંદીની ખરીદી પહેલા જાણો લેટેસ્ટ ભાવ

રિયલ એસ્ટેટ પર બ્રોકરેજનો અભિપ્રાય


ICICI સિક્યોરિટીઝનું માનવું છે કે ભારતીય સ્ટોક માર્કેટ માટે આ સમય ઘણા પોઝિટિવ ફેક્ટર દેખાઇ રહ્યા છે. દેશમાં માત્ર 8-10 મોટા ડેવલપર્સ છે જે સારી ક્વોલિટીના રિટેલ એસેટ બનાવવાની ક્ષમતા રાખે છે. ભારત વિશ્વનું ઓફિસ એસેટ માર્ટ છે. આ સિવાય ભારત સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનિયરિંગ અને મેથેમેટિક્સના ટેલેન્ટથી પણ સંપન્ન છે. આપણા દેશમાં દર વર્ષે 20 લાખ ગ્રેજ્યુએટ્સ તૈયાર થાય છે. જેથી તમામ વિદેશી કંપનીઓ ભારતમાં સસ્તામાં ઉપલબ્ધ માનવ સંશાધનનો ફાયદો ઉઠાવવા માટે પોતાની ઓફિસો અહીં બનાવી શકે છે.

આ પણ વાંચો: આજે (22 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:

Tags: ICICI Securities, Investment, Real estate, Share market, Stock market

આગામી સમાચાર