Home /News /business /Stock Tips: પોલિસીબઝારના શેરોમાં થઇ શકે છે વૃદ્ધિ, ICICI સિક્યોરિટીઝે આપ્યો આટલો ટાર્ગેટ

Stock Tips: પોલિસીબઝારના શેરોમાં થઇ શકે છે વૃદ્ધિ, ICICI સિક્યોરિટીઝે આપ્યો આટલો ટાર્ગેટ

પૉલિસીબઝાર (ફાઇલ તસવીર)

Stock Market: ICICI સિક્યોરિટીઝે વધુમાં જણાવ્યું હતું કે કંપની લાઇફ ઇન્શ્યોરન્સ અને નોન-લાઇફ ઇન્શ્યોરન્સ બંનેમાં ગ્રોથનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. આ સાથે, તે કંપનીને જરૂરી ડાઇવર્સિફીકેશન પણ પ્રદાન કરે છે.

મુંબઈ: પોલિસીબઝાર (PolicyBazaar)ની મૂળ કંપની PB Fintech આવનારા સમયમાં રોકાણકારોને ફાયદો (Profit) કરાવી શકે છે. બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ ICICI સિક્યોરિટીઝ (ICICI Securities)નું કહેવું છે કે દેશમાં વીમાની માંગ વધી રહી છે અને ડિજિટલ મોડ દ્વારા વીમો લેનારા લોકોની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કંપની આનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. ઉપરાંત તેની મજબૂત બેલેન્સ શીટ અને બ્રાન્ડ વેલ્યૂ તેના વ્યવસાયને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

ICICI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, આ પાસાઓ કંપનીને જંગી રોકડ પ્રવાહ ઊભો કરવામાં અને ખર્ચથી આવકના ગુણોત્તરને ઘટાડવામાં મદદ કરશે. ICICI સિક્યોરિટીઝે PB Fintechના શેરને 'BUY' રેટિંગ સાથે કવર કરવાનું શરૂ કર્યું છે અને સ્ટોક માટે રૂ. 940ની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.

બ્રોકરેજનો અભિપ્રાય


બ્રોકરેજએ એક નોંધમાં જણાવ્યું હતું કે, "PB Fintechની આવક વૃદ્ધિમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન પ્રીમિયમ આવકમાં વધારો હોવો જોઈએ. વ્યક્તિગત નવા બિઝનેસ પ્રીમિયમ (LIFE) અને રિટેલ હેલ્થ ઇન્શ્યોરન્સ જે ઓનલાઈન ચેનલો (વેબ એગ્રીગેટર્સ અને ઈન્સ્યોરન્સ કંપની વેબસાઈટ) દ્વારા ખરીદવામાં આવ્યા છે, તેમાં નાણાંકીય વર્ષ 16થી 2021 દરમિયાન વાર્ષિક ધોરણે 38 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે તેની સરખામણીમાં નોન-ડિજિટલ ચેનલોમાં માત્ર 12 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: એનપીએસ ખાતાની બેલેન્સ કેવી રીતે ચેક કરવી? જાણો રીત

પીબી ફિનટેકનો શેર


ICICI સિક્યોરિટીઝે વધુમાં જણાવ્યું હતું કે કંપની લાઇફ ઇન્શ્યોરન્સ અને નોન-લાઇફ ઇન્શ્યોરન્સ બંનેમાં ગ્રોથનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. આ સાથે, તે કંપનીને જરૂરી ડાઇવર્સિફીકેશન પણ પ્રદાન કરે છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે, PB Fintech પ્રીમિયમમાં ઝડપી વૃદ્ધિ મેળવવા માટે તૈયાર છે, જે બદલામાં કંપનીની કમાણીમાં વધારો કરશે. દરમિયાન, મંગળવારે NSE પર PB Fintechનો શેર 2.79 ટકા ઘટીને રૂ. 756.00 પર બંધ થયો હતો. તદનુસાર, ICICI સિક્યોરિટીઝે આ સ્ટૉકમાં 24 ટકાના ઉછાળાની અપેક્ષા રાખી છે.

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

ગયા વર્ષે થયો હતો લિસ્ટ


PB Fintechના શેર ગયા વર્ષે નવેમ્બરમાં શેરબજારમાં લિસ્ટ થયા હતા અને ત્યારથી અત્યારસુધીમાં તેમાં 43.26 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે ફક્ત વર્ષ 2022માં તેના શેરની કિંમત અત્યારસુધીમાં 20 ટકાથી વધુ ઘટી છે. પીબી ફિનટેક પોલિસીબઝાર અને પૈસાબઝારની માલિકી ધરાવે છે, જે વીમા અને ધીરાણ ઉત્પાદનો માટે ભારતના 2 સૌથી મોટા ઓનલાઈન (વેબ એગ્રીગેટર) પ્લેટફોર્મ છે. પોલિસીબઝાર તેના ગ્રાહકોને ઓટો, હેલ્થ, લાઈફ ઈન્સ્યોરન્સ અને જનરલ ઈન્સ્યોરન્સ પોલિસીનું મૂલ્યાંકન કરવા અને ખરીદવાની મંજૂરી આપે છે.
First published:

Tags: ICICI Securities, Investment, Share market, Stock market, Stock tips