Chemical Stock: આ સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકમાં તેજીની આશા, જાણો બ્રોકરેજ હાઉસે કેટલો ટાર્ગેટ આપ્યો
Chemical Stock: આ સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકમાં તેજીની આશા, જાણો બ્રોકરેજ હાઉસે કેટલો ટાર્ગેટ આપ્યો
નવિન ફ્લોરિન સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)
Chemical Stocks Navin Flourine: એક વર્ષના ગાળામાં આ શેરમાં 68 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે છેલ્લા છ મહિનામાં તે 14 ટકા વધ્યો છે. ICICI સિક્યોરિટીઝને આશા છે કે, સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોક હાલની તેજીને આગળ લંબાવશે અને આગામી મહિનામાં રૂ. 4,835ના સ્તર તરફ આગળ વધશે.
મુંબઇ. Chemical Stocks Navin Flourine: છેલ્લા ત્રણથી ચાર મહિનાના નબળા રિટ્રેસમેન્ટ (shallow retracement) બાદ કેમિકલ શેરો (Chemical Stocks)માં નવેસરથી ખરીદી (Buy)નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રોકરેજ હાઉસ (Brokerage house and research firm) અને રિસર્ચ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે (ICICI Securities) જણાવ્યું હતું કે, નવિન ફ્લોરિન (Navin Flourine)ના શેર કેમિકલ સ્પેસની અંદર આઉટપરફોર્મર રહ્યા છે. જેણે સૌથી ઊંચા લેવલને જાળવી રાખ્યું છે.
બ્રોકરેજે આગળ જણાવ્યું કે, “નવીન ફ્લોરિનના શેર હાલમાં છેલ્લા પાંચ મહિનાની ઊંચી રેન્જ (રૂ.4329-3203)ની ઉપર બ્રેકઆઉટ જનરેટ કરવાની તૈયારીમાં છે અને સમગ્ર કોન્સોલિડેશનનો આધાર 52 સપ્તાહના ઇએમએ (હાલમાં 3477 પર) પર છે. જે મજબૂતાઈનો સંકેત આપે છે અને એન્ટ્રી માટે તક પૂરી પાડે છે."
કેમિકલ સ્ટોક પર ધરાવે છે બાય રેટિંગ
આ કેમિકલ સ્ટોક પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે. જેમાં રૂ. 4,835ના ટાર્ગેટ પ્રાઇસ સાથે રૂ.3,898નો સ્ટોપલોસ અને ત્રણ મહિના સુધીની સમયમર્યાદા છે. એક વર્ષના ગાળામાં આ શેરમાં 68 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે છેલ્લા છ મહિનામાં તે 14 ટકા વધ્યો છે. ICICI સિક્યોરિટીઝને આશા છે કે, સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોક હાલની તેજીને આગળ લંબાવશે અને આગામી મહિનામાં રૂ. 4,835ના સ્તર તરફ આગળ વધશે. કારણ કે તે તાજેતરમાં (રૂ.4329-3500)ના 161.8% એક્સટર્નલ રિટ્રેસમેન્ટમાં છે.
બ્રોકરેજે આગળ જણાવ્યા અનુસાર, ‘સ્ટોકે માત્ર પાંચ સેશનમાં જ તેના અગાઉના 20 સત્રના સુધારાત્મક ઘટાડા (4329-3500)ની ભરપાઇ કરી લીધી હતી. અડધાથી પણ ઓછા સમયગાળામાં ઝડપી રિટ્રેસમેન્ટ પ્રાઇઝ સ્ટ્રક્ચરમાં બૂસ્ટના સંકેત આપે છે.’
ઉલ્લેખનીય છે કે, નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ પશ્ચિમ ભારતમાં સુરત, દહેજ અને મધ્ય ભારતમાં દેવાસ ખાતેના મેન્યુફેક્ચરિંગ સ્થળો સાથે ભારતના સૌથી મોટા ફ્લોરોકેમિકલ્સ કોમ્પ્લેક્સ પૈકી એક છે. બ્રોકરેજને આશા છે કે, કંપની ઓછામાં ઓછા 10% જેટલા વેચાણના એફસીએફ જનરેટ કરશે. જેથી કંપનીને ઉચ્ચ આરઓસીઇ જનરેટિંગ બિઝનેસ તરફના ભવિષ્યના ઓર્ગેનિક વિકાસમાં મદદ મળશે.
(ખાસ નોધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેરબજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર