6 મેથી ખુલશે ICICI Mutual fundનો નવો NFO, 1000ના રોકાણમાં મળશે કમાણીની ઉત્તમ તક

પ્રતિકાત્મક તસવીર

આજે તમને અહિં એવા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અંગે જણાવીશું જેમાં રોકાણ કરીને તમે મોટી રકમ કમાઈ શકો છો.

  • Share this:
કોરોના કાળમાં ક્યારે નાણાંની જરૂર પડે કઈ કહેવાય નહીં. હવે દરેક પરિવારે પોતાની પાસે પૂરતી મૂડી અને યોગ્ય રોકાણ(Investment) કરવું જરૂરી બન્યું છે. યોગ્ય રોકાણ કરીને પૂરતું વળતર(Return) મેળવવાનું દરેકને ગમે છે તો આજે તમને અહિં એવા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અંગે જણાવીશું જેમાં રોકાણ કરીને તમે મોટી રકમ કમાઈ શકો છો. વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓ, જીવનશૈલી વિકલ્પો ને મહામારીના પ્રકોપને જોતા હેલ્થ સેક્ટરમાં આવનાર દશકામાં વૃદ્ધિ જોવા મળી રહી છે, ત્યારે હેલ્થકેરને ધ્યાને રાખી મ્યુચ્યુઅલ ફંડે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હેલ્થકેર (ICICI Prudential Healthcare ETF) લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

ક્યારે ખુલશે NFO

વિગતો પર નજર કરીએ તો 6 મે 2021થી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું નવું ફંડ ઓફર(NFO) રોકાણ યોજના ખુલ્લી મુકશે, જે 14 મેના રોજ બંધ થશે. જેમાં તમે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમનો હેતુ તમારા બેન્ચમાર્ક નિફ્ટી હેલ્થકેર ટીઆરઆઈ ઈન્ડેક્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલ રિટર્ન જેટલા ગુણોત્તરમાં નફો આપવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આ ફંડને NSE અને BSE પર લિસ્ટ કરવામાં આવશે. આના યુનિટ્સ ટ્રેડિંગ માટે મળશે. આ સ્કીમ નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ પર નજર રાખતા એક ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)છે. જેમાં હેલ્થકેર સેક્ટરની ટોચની કંપનીઓનું એક્સપ્લોઝર છે.

ETF કઈ રીતે કામ કરે છે?

ઈટીએફ પહેલા એનએફઓ તરીકે આવે છે પછી તે શેર માર્કેટમાં લિસ્ટ થાય છે. એનએફઓ કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીની નવી સ્કીમ હોય છે. જેના દ્વારા કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની શેરો, સરકારી બોન્ડ જેવી ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવા માટે રોકાણકારોથી પૈસા મેળવે છે. ટ્રેડિંગ પોર્ટલ અથવા સ્ટોક બ્રોકર દ્વારા શેર માર્કેટ પર ઈટીએફનું ખરીદ-વેચાણ થાય છે.
First published: