પહેલેથી જ બીમાર વ્યક્તિને પણ મળશે આ ઇન્શ્યોરન્સ અને ફાયદો

કૈશલેશ સારવાર માટે હોસ્પિટલ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન (TPA)થી જેટલી જલ્દી બને તેટલું કાર્યવાહી પૂરી કરવી પડશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ચીફ એંડરરાઇડટિંગ અને ક્લેમ, સંજય દત્તાએ કહ્યું કે ઇરડાના નવા દિશા નિર્દેશના કારણે કોરોના ક્લેમ પર ફટાફટ કાર્યવાહી કરવામાં તેજી આવશે.

આ એક પહેલો ટર્મ પ્લાન છે જેમાં સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝુમી રહેલા ગ્રાહકોને ટર્મ વીમાનો લાભ પણ મળશે.

 • Share this:
  આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ (ICICI Prudential Life Insurance)એ આઈસીઆઈસીઆઈ પ્રુ પ્રીશિયસ લાઇફ (ICICI Pru Precious Life) લૉન્ચ કર્યો છે. આ હેઠળ પહેલેથી જ બીમાર વ્યક્તિ ટર્મ વીમો મેળવી શકશે. કંપનીના જણાવ્યા મુજબ આ એક પહેલો ટર્મ પ્લાન છે જેમાં સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝુમી રહેલા ગ્રાહકોને ટર્મ વીમાનો લાભ પણ મળશે.

  બીમારીથી પીડિત વ્યક્તિને જીવનવીમો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રોડક્ટ પહેલેથી બીમાર વ્યક્તિને ટર્મ વીમાનો લાભ આપે છે જેથી પોલિસી ધારકના મૃત્યુ થવા પર તેના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડી શકાય.

  ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, મોટાપો વગેરે જેવી કે આરોગ્યની સમસ્યાઓથી પીડિત લોકો કે કેન્સર અથવા અન્ય સર્જરીથી રિકવર થઇ ચુક્યા છે જેને ટર્મ વીમા યોજના લેવી મુશ્કેલ છે. આવા લોકો અને તેમના પરિવારોને ધ્યાનમાં રાખીને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા આઈસીઆઈસીઆઈ પ્રુ પ્રીશિયસ લાઇફ પ્રોડક્ટ શરૂ કરવામાં આવી છે. કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ એક મુદતની વીમા યોજના છે, જે આરોગ્યની વિવિધ સમસ્યાઓ ધ્યાનમાં લીધા પછી યોગ્ય જીવન કવર પ્રદાન કરે છે.  લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી છે પીડિત

  આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પુનીત નંદાએ જણાવ્યું હતું કે આવા લોકો મોટી સંખ્યામાં આરોગ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. લોકોને જીવન વીમા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે ટર્મ પ્લાન સામાન્ય રીતે ફક્ત સ્વસ્થ લોકો માટે જ ઉપલબ્ધ હોય છે. આઈસીઆઈસીઆઈ પ્રી પ્રીશિયસ લાઇફ પ્રોડક્ટ આ લોકો માટે ખાસ બનાવવામાં આવી છે.

  પ્રીમિયમ અને દાવો ચુકવણી માફી

  આઈસીઆઈસીઆઈ પ્રી પ્રીશિયસ લાઇફમાં ગ્રાહકોને પ્રીમિયમ ચૂકવવાની રાહત હોય છે. પોલિસી લેનાર પોલિસી સમયગાળા દરમિયાન એક સમયે અથવા નિયમિત ધોરણે સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published: