ઓનલાઇન છેતરપીંડીના ઘટના તમે અવાર નવાર સમાચારોમાં સાંભળતા હોવ છો. વળી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી વખતે તમે ગમે તેટલી તકેદારી રાખો તેમ છતાં મનમાં છેતરપીંડી થવાનો ડર હંમેશા રહેલો હોય છે. ત્યારે આ દુવિધા માટે જ વીમા કંપની ICICI લોમ્બાર્ડ એટલે કે Lombard General Insurance Company Limited અને મોબાઇલ વોલેટ કંપની Mobikwik એક સાઇબર વીમો લાવી છે. આ હેઠળ ગ્રાહકોને 50,000 રૂપિયા સુધીનો સાઇબર વીમો મળશે.
આ વીમો ICICI લોમ્બાર્ડ અને મોબિક્વિકની ભાગીદારીના કારણે આપવામાં આવી રહ્યો છે. આ વીમા હેઠળ મોબાઇલ વોલેટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, બેંક ખાતા કે ઓનલાઇન લેવડ દેવડમાં થનારી છેતરપીંડી પર વીમા સુરક્ષા કવર આપવામાં આવી રહ્યું છે. તો જો કોઇ તમારા બેંક એકાઉન્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કે પછી મોબાઇલ વોલેટથી છેતરપીંડી કરે છે તો તમને 50, 000 સુધીનું વીમા કવર મળશે. આ માટે તમારે પ્રતિ મહિને 99 રૂપિયા આપવા પડશે.
મોબિક્લિકના ગ્રાહકો ICICI લોમ્બાર્ડથી રજૂ કરવામાં આવેલા આ કમર્શિયલ સાઇબર વીમાનો ફાયદો ઉઠાવી શકે છે. મોબિક્વિકના ગ્રાહકો મોબાઇલ વોલેટમાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે આ સુવિધાનો લાભ લઇ શકે છે. આ સિવાય આ સેવા હેઠળ ડિઝીટલ ક્લેમ પણ કરી શકે છે. આમ નવા સમયની જરૂરિયાતોને જોતા મોબિક્વિક અને ICICI લોમ્બાર્ડે આ નવી વીમા સેવા ઉપલબ્ધ કરાવી છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર