ICICI Videocon Loan Scam: ICICI લોન ફ્રોડ કેસમાં કેન્દ્રિય તપાસ એજન્સી CBI દ્વારા વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. CBIએ ICICI-videocon લોન કેસમાં એક વધુ મોટા માથાની ધરપકડ કરી લીધી છે. આ મોટું માથું એટ્લે બીજું કોઈ નહીં પણ વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત.
અગાઉ આ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ આ ધરપકડ કરી હતી.
Central Bureau of Investigation arrests Videocon chairman Venugopal Dhoot in ICICI bank fraud case: CBI sources
જણાવી દઈએ કે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને લગભગ 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં કથિત રીતે અનિયમિતતા કરી હતી, જ્યારે આ છેતરપિંડી થઈ ત્યારે ચંદા કોચર બેંકના સીઈઓ હતા. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેબ્રુઆરી 2019માં ફોજદારી કેસ નોંધ્યો હતો. આ અંતર્ગત તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ચંદા કોચર પર ભેદભાવ અને વીડિયોકોન જૂથની તરફેણ કરવાનો આરોપ છે.
3,250 કરોડ રૂપિયાની લોન આપી
સીબીઆઈએ નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત આઈપીસીની કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં ચંદા કોચર, તેના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને આરોપી તરીકે નામ આપ્યા છે. તરીકે નોંધવામાં આવી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે એવો આરોપ છે કે વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે 2012માં ICICI બેંકમાંથી 3,250 કરોડ રૂપિયાની લોન મેળવ્યા બાદ નુપાવરમાં કથિત રીતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી.
" isDesktop="true" id="1307858" >
ફોર્બ્સ મેગેઝિનની 'વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ ચંદા કોચર 1984માં ICICI બેંકમાં તાલીમાર્થી તરીકે જોડાયા હતા. 2009માં ચંદા કોચરને બેંકના CEO અને MD બનાવવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર