Home /News /business /3-4 મહિનામાં બંપર કમાણી કરવી છે? તો દરેક ઘટાડે ખરીદી કરો વર્ષના અંતે નિફ્ટી 18600 પહોંચશે- ICICI Direct

3-4 મહિનામાં બંપર કમાણી કરવી છે? તો દરેક ઘટાડે ખરીદી કરો વર્ષના અંતે નિફ્ટી 18600 પહોંચશે- ICICI Direct

બસ ટૂંકાગાળામાં જ બંપર રિટર્ન જોઈતું હોય તો નિષ્ણાતોની આ સલાહ માની લો.

Stock Market Tips: જો આગામી 4-5 મહિનામાં તમારે કમાણી કરવી હોય તો નિષ્ણાતોની આ વાત ગાંઠે બાંધી લો અને દરેક ઘટાડે ખરીદી કરો. બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટનું માનવું છે કે આ વર્ષના અંતમાં નિફ્ટી 18600નું સ્તર સ્પર્શશે, જેથી દરેક ઘટાડે રોકાણકારોએ હાલ ખરીદી કરવી જોઈએ અને નિફ્ટીને 16800ના સ્તરે મજબૂત સપોર્ટ છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ છેલ્લા કેટલાક વખતથી શેરબજારમાં ચાલુ તેજીને બ્રેક લાગી છે. શુક્રવારે પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજારના તમામ મોટા ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે નિષ્ણાતો માર્કેટના ભવિષ્ય અંગે આશાવાદ ધરાવી રહ્યા છે અને આગામી સમયમાં ભારતીય શેરબજારમાં તેજીનું નવું સર્કલ શરું થશે તેવું ભાખી રહ્યા છે. ત્યાર માર્કેટના અગ્રણી બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ (ICICI Direct) નું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં નિફ્ટી 18600નું સ્તર સ્પર્શી શકે છે. એટલે કે આગામી 4થી 5 મહિનામાં બજારમાં તેજી જોવા મળશે અને તેમાં ફાઈનાન્શિયલ, આઈટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને સરકારી કંપનીઓના સેક્ટરમાં સૌથી વધુ સપોર્ટ જોવા મળશે.

  બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા શું હોય છે? રુપિયાની જરુરિયાત હોય ત્યારે કેવી રીતે મળે છે ફાયદો?

  બ્રોકરેજ હાઉસનું માનવું છે કે હાલના સમયે બજારમાં દરેક ઘટાડો ખરીદીનો મોકો છો. નિફ્ટીને 16800 પર ખૂબ જ મજબૂત સપોર્ટ છે. તમને જણાવી જઈએ કે નિફ્ટી છેલ્લા વર્કિંગ ડે 26 ઓગસ્ટના રોજ 36.45 અંક એટલે કે 0.20 ટકાના વધારા સાથે 17,558.90ના સ્તરે બંધ થઈ હતી. આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટનું કહેવું છે કે ભારતીય ઈક્વિટી માર્કેટને યુએસ ઇન્ડેક્સના પોઝિટિવ કો-રિલેશનનો સારો સપોર્ટ છે. અમેરિકન ઇન્ડેક્સમાં હવે મંદીનો સમય પૂરો થઈ રહ્યો હોવાનો સંકેત મળી રહ્યા છે.

  કમાણી કરવી હોય તો તૈયાર રહેજો, દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO

  ICICI ડાયરેક્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું કે અમને બ્રોડર માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટીના પગલે જ ચાલતું નજર આવી રહ્યું છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સે પહેલા જ પોતાના આઠ મહિનાના ફોલિંગ ચેનલથી બ્રેકઆઉટ આપી દીધું છે. મહત્વનું છે કે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે 28 જુલાઈએ નિફ્ટીના ટાર્ગેટને વધારીને 17500 કરી દીધો હતો અને કહ્યું હતું કે ઓગસ્ટના અંત સુધીમાં ઇન્ડેક્સ આ સ્તર મેળવી લેશે. તે સમયે પણ બ્રોકરેજ હાઉસે દરેક ઘટાડા પર ખરીદીની સલાહ આપી હતી. એટલું જ નહીં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે પોતાના એનાલિસિસ સાથે અલગ અલગ સેક્ટરના ટોપ પિક્સ અંગે પણ એક લિસ્ટ આપ્યું છે. જે શેરમાં આગામી 4-5 મહિનામાં તેજી જોવા મળી શકે છે. જે નીચે મુજબ છે.

  PM Kisan Samman Nidhi Yojna: આગામી 3 દિવસોમાં ખેડૂતો પતાવી લે આ કામ નહીંતર નહીં મળે રુ.2000

  BFSI સેક્ટરના ટોપ પિક્સ શેર

  SBI, Kotak Mahindra Bank, HDFC Bank, Bajaj Finance, CUB, Canfin Home Finance, HDFC AMC સહિતના શેરના નામ સામેલ છે.

  PSU સેક્ટરના ટોપ પિક્સ શેર

  Bank of Baroda, Coal India, NTPC, BDL, BEL, Concor, Mazgaon Dock સહિતના શેરના નામ આ સેક્ટરના ટોપ પિક્સમાં સામેલ છે.

  કેપિટલ ગુડ્સ સેક્ટરના ટોપ પિક્સ

  L&T, Siemens, Thermax, Greaves Cotton, Elgi Equipments, Grindwell Norton, Action Constructions શેર્સના નામ આ સેક્ટરના ટોપ પિક્સ તરીકે આપવામાં આવ્યા છે.

  ટેલીકોમ એન્ડ આઈટી સેક્ટરના ટોપ પિક્સ

  Reliance Industries, Bharti Airtel, TCS ,KPIT Technology , Cyient, Happiest Minds સહિતના શેર્સ છે જે આગામી સમયમાં આ સેક્ટરમાં ટોપ પરફોર્મર બની શકે છે.

  કન્ઝમ્પશન અને રિટેલ સેક્ટરના ટોપ પિક્સ

  આ સેક્ટરમાં Asain Paints, Tata Consumer, Titan ,Dabur, Jyothy Labs, Radico Khaitan, Havells, Astral Poly Technik સહિતના શેર્સાના નામ સામેલ છે.

  ઓટો સેક્ટરના ટોપ પિક્સ

  Maruti Suzuki, Tata Motors, Eicher Motors,Escorts, Mahindra CIE, Pricol, Apollo Tyres સહિતના શેર આ સેક્ટરના ટોચ પરફોર્મર બની શકે છે.

  1 ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો આવશે, તમારા પર શું થશે અસર?

  ઇન્ફ્રા અને રિયલ્ટી સેક્ટરના ટોપ પિક્સ

  Adani Ports, DLF, Brigade Enterprises, Phoenix Mills, JK Cement સહિતના શેર્સ આ સેક્ટરમાં ટોપ પિક્સ ગણવામાં આવી રહ્યા છે.

  ફાર્મા અને કેમિકલ્સ સેક્ટરના ટોપ પિક્સ

  Cipla, Sun Pharma, Laurus Labs, Hikal, Dr Lal Pathlabs, Fortis Healthcare સહિતના શેર્સ આ સેક્ટરના ટોપ પિક્સ ગણવામાં આવી રહ્યા છે.

  મેટલ સેક્ટરના ટોપ પિક્સ

  Tata Steel, JSW Steel, Hindalco, Jindal Stainless સહિતના શેર આ સેક્ટરના ટોપ પિક્સ છે.

  અન્ય ટોપ પિક્સ શેર

  જ્યારે ABFRL, Indian Hotel, Zee Entertainment, Dixon Tech. GE Shipping, Tejas Networks, Tata Communications, TCI Express, Navin Fluorine, Bajaj Electricals, Prestige Estates સહિતના સ્ટોક્સ પણ આગામી 4-5 મહિના માટે ટોપ પિક્સ હોવાનું આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટનું એનાલિસિસ જણાવે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Expert opinion, Nifty 50, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन