Home /News /business /ICICI Bankએ તો નવું વર્ષ શરુ થતા FD વ્યાજ દરમાં વધારો કરી ગ્રાહકોને ખુશ કરી દીધા

ICICI Bankએ તો નવું વર્ષ શરુ થતા FD વ્યાજ દરમાં વધારો કરી ગ્રાહકોને ખુશ કરી દીધા

icici બેંક દ્વારા નવા વર્ષની શરુઆતમાં જ ગ્રાહકોને ખુશ કરી દીધા

ICICI Bank FD: ICICI બેંકે નવું વર્ષ શરુ થતાની સાથે પોતાના ગ્રાહકોને ફાયદો આપ્યો છે. જેમાં બેંકે FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ માહિતી બેંકે પોતાની વેબ સાઈટ દ્વારા માહિતી આપી છે. અહીં જાણો તમામ વ્યાજ દર.

ICICI Bank FD Rates: લોકો રૂપિયાના સુરક્ષિત રોકાણ માટે એફડી વધુ પસંદ કરે છે. હાલમાં પ્રાઇવેટ બેંક ICICI એ પોતાના એફડી દરમાં વધારો કર્યો છે. બેંકે રૂપિયા 2 કરોડ થી લઈને 5 કરોડ સુધીની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની ઓફિશ્યિલ વેબ સાઈટ મુજબ, નવા વ્યાજ દર 2 જાન્યુઆરી 2023 થી લાગુ કરવામાં આવ્યા છે. વ્યાજ દરમાં બદલાવ પછી બેંક 7 દિવસ થી 10 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પર 4.50% થી લઈને 6.75% વ્યાજ આપી રહી છે.

આ પણ વાંચોઃ ટાટા પરિવારની વહૂએ આ ઓટોમોબાઈલ જાયન્ટ કંપનીની કમાન સંભાળતા જ દિવસો બદલાઈ ગયા

નવા વ્યાજ દર


ICICI બેંક હવે 15 મહિના અને બે વર્ષ વચ્ચેના સમય પર મહત્તમ 7.15% વ્યાજ ચૂકવશે. બેંક હવે 7 દિવસથી 29 દિવસમાં પાકતી ડિપોઝિટ પર 4.50% અને 30 દિવસથી 45 દિવસમાં પાકતી ડિપોઝિટ પર 5.25% વ્યાજ આપશે. બેંકે 46 થી 60 દિવસમાં પાકતી FD માટે 5.50% વ્યાજ દર નક્કી કર્યો છે. તેમજ 61 થી 90 દિવસમાં પાકતી FD પર 5.75%ના દરે વ્યાજ આપવામાં આવશે. 91 થી 184 દિવસમાં પાકતી થાપણો પર હવે 6.25% વ્યાજ મળશે. 185 થી 270 દિવસમાં પાકતી FD પર હવે 6.50%ના દરે વ્યાજ મળશે.

આ પણ વાંચો:RBI એ જાહેર કર્યા સુરક્ષિત બેંકોના નામ, નહિ ડૂબે તમારા રૂપિયા, 2 ખાનગી અને 1 સરકારી બેંકોનો સમાવેશ

સમય અને વ્યાજ દર


સમય વ્યાજ(%)
271 થી 364 (દિવસ)6.65%
1 વર્ષ થી 15 મહિના 7.10%
15 મહિના થી 2 વર્ષ 7.15%
2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ7%
3 વર્ષ થી 10 વર્ષ 6.75%




સિનિયર સીટીઝન માટે


16 ડિસેમ્બર 2022 થી ICICI બેંકના નવા વ્યાજ દરો 2 કરોડથી ઓછી થાપણો પર લાગુ કરવામાં આવ્યા છે. બેંક 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને FD પર 7.5 ટકાના દરે વ્યાજ આપે છે. ICICI બેંક ઉપરાંત, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, કર્ણાટક બેંક અને ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક સહિતની ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
First published:

Tags: Business news, FD Rates, ICICI Banks, Personal finance