Home /News /business /

LIC IPO: એલઆઈસી સંચાલિત યુલિપના આ સ્ટોક્સ પર રાખો નજર, ચમકાવી શકે છે તમારી કિસ્મત

LIC IPO: એલઆઈસી સંચાલિત યુલિપના આ સ્ટોક્સ પર રાખો નજર, ચમકાવી શકે છે તમારી કિસ્મત

એલઆઈસી

ઇન્શ્યોરન્સ સેક્ટરની રેગ્યુલેટરી બોડી IRDAIના વાર્ષિક રિપોર્ટ અનુસાર, એલઆઈસીની ઓવરઓલ એસેટ વેલ્યૂ (Asset Under Management) 34 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી યુલિપનો હિસ્સો 1 ટકાથી ઓછો એટલે કે 24,775 કરોડ રૂપિયા (માર્ચ 2021 સુધી) છે.

નવી દિલ્હી: એલઆઈસી (LIC) જીવન, પેન્શન, એન્યુટી અને ગ્રુપ ઇન્શ્યોરન્સ માટેના પ્રોડક્ટ્સની લીડિંગ પ્લેયર છે, પરંતુ યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (Unit-linked insurance plan)માં પણ તેની હાજરી છે. ઇન્શ્યોરન્સ સેક્ટરની રેગ્યુલેટરી બોડી IRDAIના વાર્ષિક રિપોર્ટ અનુસાર, એલઆઈસીની ઓવરઓલ એસેટ વેલ્યૂ (Asset Under Management) 34 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી યુલિપનો હિસ્સો 1 ટકાથી ઓછો એટલે કે 24,775 કરોડ રૂપિયા (માર્ચ 2021 સુધી) છે. લાઇફ ઇન્શ્યોરન્સમાં એલઆઇસીનો યુલિપનો હિસ્સો પણ કુલ રૂ. 5.2 લાખ કરોડની કુલ એયુએમના 5 ટકાના સાધારણ સ્તરે છે. એલઆઈસીની લેટેસ્ટ મંથલી ફેક્ટશીટ દર્શાવે છે કે કંપની તેના પોલિસી ધારકોને 63 યુલિપ ફંડ ઓફર કરે છે.

31 ડિસેમ્બર, 2021ના રોજ તેના મેનેજ્ડ કોપર્સ 23,034 કરોડ રૂપિયા હતા. તેમાંથી લગભગ 14,400 કરોડ રૂપિયા ઈક્વિટી એસેટ્સમાં રોકવામાં આવ્યા હતા. એલઆઈસીએ તેના દરેક યુલિપ પોર્ટફોલિયોના ફક્ત ટોચના 10 હોલ્ડિંગ્સ જાહેર કર્યા છે. અહીં અમે મોટાભાગની યુલિપ સ્કીમના ટોપ શેરોની લીસ્ટ આપી રહ્યા છીએ. હાલમાં એલઆઈસી દ્વારા આઉટ સોર્સ કરવા માટે 46 ઈક્વિટી સંબંધિત યૂલિપ ફંડ છે. અહીં આપવામાં આવેલા ડેટા ડિસેમ્બર 2021 સુધીના સમયગાળા માટે એલઆઈસીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો ચાલો આ સ્ટોક્સ પર એક નજર કરીએ.

ICICI બેંક

આઈસીઆઈસીઆઈ બેન્ક એલઆઈસીના 40 યૂલિપ ફંડમાં સામેલ છે અને તેના ટોપ 10 હોલ્ડિંગમાં પણ સામેલ છે. આ શેર એલઆઈસીના યુલિપ ફંડ્સ જેવા કે લિસીઆઈ યુલિપ (નિવેશ પ્લસ) અને એસઆઈઆઈપી ગ્રોથ, જીવન પ્લસ ગ્રોથ, માર્કેટ પ્લસ ગ્રોથ, માર્કેટ પ્લસ ગ્રોથ, એડોલમેન્ટ પ્લસ ગ્રોથ, મનીપ્લસ ગ્રોથમાં સામેલ છે.

ઇન્ફોસિસ

આ સ્ટોક એલઆઈસીના 36 યુલિપ ફંડના ટોપ 10 હોલ્ડિંગમાં સામેલ છે. આ ફંડ્સમાં યુલિપ ફંડ જેવા કે એડોલમેન્ટ પ્લસ ગ્રોથ, હેલ્થ પ્લસ ફંડ, મની પ્લસ આઇ સિક્યોર સામેલ છે.

ટીસીએસ

આ સ્ટોક એલઆઈસીના 34 યુલિપ ફંડના ટોપ 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. જેમાં પ્રોફિટ પ્લસ બેલેન્સ્ડ, મની પ્લસ બેલેન્સ્ડ, માર્કેટ પ્લસ ગ્રોથ, જીવન પ્લસ ગ્રોથ જેવા ફંડ સામેલ છે.

L&T

આ સ્ટોક એલઆઈસીના 33 યુલિપ ફંડ્સના ટોચના 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. આ ફંડ્સમાં ફ્યુચર પ્લસ ગ્રોથ, ન્યૂ એન્ડોવમેન્ટ પ્લસ સિક્યોર્ડ, ન્યૂ એન્ડોવમેન્ટ પ્લસ ગ્રોથ અને મની પ્લસ સિક્યોર્ડ જેવા નામ સામેલ છે.

રિલાયન્સ

આ સ્ટોક એલઆઈસીના ૩3 યુલિપ ફંડના ટોપ 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. આ ફંડ્સમાં મની પ્લસ બેલેન્સ્ડ, પ્રોફિટ પ્લસ બેલેન્સ્ડ, ચાઇલ્ડફોર્ટ્યુન પ્લસ સિક્યોર્ડ અને ગ્રેજ્યુઇટી પ્લસ બેલેન્સ્ડ જેવા નામ સામેલ છે.

આ પણ વાંચો: શેર બજારમાં LICની ભાગીદારી કેટલી? કેટલી કંપનીઓમાં LICનું રોકાણ?

HDFC

આ સ્ટોક એલઆઈસીના 31 યુલિપ ફંડના ટોચના 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. આ ફંડમાં ફ્યુચર પ્લસ ગ્રોથ, પ્રોફિટ પ્લસ સિક્યોર્ડ, ફ્યુચર પ્લસ સિક્યોર્ડ જેવા નામ સામેલ છે.

HDFC બેંક

આ સ્ટોક એલઆઇસીના 25 યુલિપ ફંડના ટોપ 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. આ ફંડ્સમાં માર્કેટ પ્લસ I સિક્યોર્ડ, એલઆઇસીઆઇ યુલિપ (નિવેશ પ્લસ) અને એસઆઇઆઇપી સિક્યોર્ડ, એલઆઇસીઆઇ યુલિપ (નિવેશ પ્લસ) અને એસઆઇઆઇપી ગ્રોથ જેવા નામ સામેલ છે.

ITC

આ સ્ટૉક એલઆઈસીના 20 યૂલિપ ફંડના ટોપ 10 હોલ્ડિંગમાં સામેલ છે. જેમાં ફ્યુચર પ્લસ ઇન્કમ, માર્કેટ પ્લસ ગ્રોથ, મની પ્લસ ગ્રોથનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પૉલિસીધારકો આ રીતે ભરતી શકશે LIC IPO, 10% હિસ્સો અનામત રહેશે

HCL

આ સ્ટોક એલઆઈસીના 17 યુલિપ ફંડ્સના ટોચના 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. આ ફંડ્સમાં માર્કેટ પ્લસ સિક્યોર્ડ, પેન્શન પ્લસ મિક્સ્ડ, ગ્રેચ્યુઇટી પ્લસ ઇન્કમ ફંડ, માર્કેટ પ્લસ આઇ સિક્યોર્ડ જેવા નામ સામેલ છે.

ટાટા સ્ટીલ

આ સ્ટોક એલઆઈસીના 17 યુલિપ ફંડ્સના ટોચના 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે. આ ભંડોળોમાં એલઆઇસીઆઇ યુલિપ (નિવેશ પ્લસ) અને એસઆઇઆઇપી બેલેન્સ્ડ, એલઆઇસીઆઇ યુલિપ (નિવેશ પ્લસ) અને એસઆઇઆઇપી ગ્રોથ, ન્યૂ એન્ડોવમેન્ટ પ્લસ બેલેન્સ્ડ જેવા નામો સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: LIC, Life Insurance, Mutual funds

આગામી સમાચાર