15 ડિસેમ્બરથી આ બેંકમાં કેશ લેવડ-દેવડના નિયમો બદલાશે, જાણો લો નહીં તો નુકસાન થશે

News18 Gujarati
Updated: December 4, 2019, 10:33 AM IST
15 ડિસેમ્બરથી આ બેંકમાં કેશ લેવડ-દેવડના નિયમો બદલાશે, જાણો લો નહીં તો નુકસાન થશે
પ્રતિકાત્મક તસવીર

ICICI બેંક 15મી ડિસેમ્બરથી કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં બદલાવ કરશે, જે બાદમાં નિર્ધારિત ટ્રાન્ઝેક્શનથી ઉપરના ટ્રાન્ઝેક્શન માટે તમારે વધારે ચાર્જ ચુકવવો પડશે.

  • Share this:
નવી દિલ્હી : જો તમારું બચત ખાતું (Saving Accounts) દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. તમારે આ ન્યૂઝ જાણી લેવા જોઇએ નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. હકીકતમાં ICICI બેંક 15 ડિસેમ્બરથી કેશ ટ્રાન્ઝેક્શન પર તમારે વધારે ચાર્જ ચુકવવો પડશે.

આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, કેશ ટ્રાન્ઝેક્શનમાં જમા અને ઉપાડવામાં આવેલી રકમ સામેલ છે. કાયમી બચતખાતા ધારાકોને બેંક પોતાની બ્રાંચમાં એક નિર્ધારિત સંખ્યામાં ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. બેંક અલગ અલગ ખાતા પર અલગ અલગ ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરે છે. આ લિમિટને પાર કરતા બેંક ખાતાધારકોએ વધારે ચાર્જ ચૂકવવો પડે છે.

કેશ ટ્રાન્ઝેક્શન માટે કેટલો ચાર્જ ચુકવવો પડશે :-


  • મર્યાદા : ગ્રાહક દર મહિને કાયમી બચત ખાતામાંથી ચાર વખત મફતમાં પૈસા જમા કે ઉપાડી શકે છે. જે બાદમાં પ્રતિ વ્યવહાર 150 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.

  • રકમની મર્યાદા : ગ્રાહકો પોતાની હોમ બ્રાંચમાં જમા તેમજ ઉપાડ મળીને ખાતામાંથી દર મહિને 2 લાખ રૂપિયા કોઈ પણ ચાર્જ વગર કાઢી શકે છે. બે લાખથી વધારે રકમના કેસમાં પ્રતિ 1000 રૂપિયે 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે. આ ચાર્જ ઓછામાં ઓછો 150 રૂપિયા હશે. જ્યારે નૉન-હોમ બ્રાંચના કેસમાં એક દિવસમાં 25,000 રૂપિયા સુધી કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. 25,000થી વધારેના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ 1000 રૂપિયા 5 રૂપિયાના હિસાબે ચાર્જ ચુકવવો પડશે, આ ચાર્જ મિનિમમ 150 રૂપિયા હશે.
  • થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શન : થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શનના કેસમાં દરરોજ 25000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. 25 હજારથી વધારેના ટ્રાન્ઝેક્શનની પરવાનગી નથી આપવામાં આવી.


ATM ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ બદલાયા

ICICI બેંકે કેશ ટ્રાન્ઝેક્શન ઉપરાંત એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જમાં પણ બદલાવ કર્યો છે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બેંક ખાતાધારકો માટે મહિનામાં પાંચ નાણાકીય વહેવાર કોઈ પણ ચાર્જ ચુકવ્યા વગરના રહેશે. જે બાદમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. નાણાકીય વહેવારમાં પૈસા ઉપાડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. જેમાં જમા રકમની ચકાસણી, મીની સ્ટેટમેન્ટ, પીન જનરેટ વગેરે સામેલ છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर