મુંબઈ: ICICI Bankનો શેર સોમવારે 25 ઓક્ટોબરના રોજ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. બેંકના શેરમાં 12%થી વધુ તેજી જોવા મળી છે. સોમવારે સવારે 11.49 વાગ્યે આઈસીઆઈસીઆઈનો શેર (ICICI Bank Share) 12.44% તેજી સાથે 853.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. ICICI Bank તરફથી શનિવારે સપ્ટેમ્બર ત્રિમાસિકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બર 2021ના રોજ પૂર્ણ થતાં ક્વાર્ટર દરમિયાન ICICI Bankનો નેટ પ્રોફિટ 30 ટકા વધીને 5,511 કરોડ રૂપિયા રહ્યો છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન બેંકની પ્રોવિઝનિંગ 9% ઘટીને 2,714 કરોડ રૂપિયા રહી હતી. આ પહેલાના ક્વાર્ટરમાં પ્રોવિઝનિંગ 2,995 કરોડ રૂપિયા હતી.
આ દરમિયાન બેંકની નેટ ઇન્ટરેસ્ટ આવક 25% વધીને 11,690 કરોડ રૂપિયા રહી છે. જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 9,366 કરોડ રૂપિયા હતી. લોન પર લેવામાં આવતો ઇન્ટરેસ્ટ રેટ અને જમા પર વ્યાજદરના ફરકને નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ કહેવામાં આવે છે.
બ્રોકરેઝ હાઉસનો અભિપ્રાય:
MORGAN STANLEYએ ICICI BANK પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે. આ સાથે જ શેરનો ટાર્ગેટ 900 રૂપિયાથી વધારીને 1025 રૂપિયા કરી દીધો છે. તેને કહેવું છે કે બેંકનો Net Impaired Loan Formation ઝડપથી ઘટી રહ્યો છે અને Core PPoP તરફથી સરપ્રાઇઝ મળી છે. PPoP Marginમાં સુધારો આવવાથી Re-rating વધી શકે છે. વિવિધ ડિજિટલ પહેલ પર ટ્રેક્શન મજબૂત રહી શકે છે. આ સમયે આ શેર અમરો ટોપ પીક છે.
GOLDMAN SACHS તરફથી ICICI BANK અંગે ખરીદીની સલાહ આપવામાં આવી છે. શેરનો ટાર્ગેટ 773 રૂપિયાથી વધારીને 829 રૂપિયા કર્યો છે. તેનું કહેવું છે કે કંપનીનો નફો અંદાજ પ્રમાણે રહ્યો છે. કંપનીનું ભવિષ્ય પણ ખૂબ સારું છે. FY22-24 માટે Profit Estimates 5% વધાર્યો છે. આ ત્રિમાસિક દરમિયાન બેંકે અસેટ પર 1.8 ટકા વળતર આપ્યું છે.
CLSA તરફથી ICICI BANK અંગે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ બેંકના શેરનો ટાર્ગેટ 1,000 રૂપિયાથી વધારીને 1,100 રૂપિયા કરવામાં આવ્યો છે. તેને કહેવું છે કે બેંક હાલ આ સમયે બેન્કિંગ સેક્ટરમાં સારો ગ્રોથ બતાવી રહી છે. તાજેતરનો અસેટ ક્વૉલિટી ટ્રેન્ડ્સ એવું દર્શાવી રહ્યો છે કે ક્રેડિટ કૉસ્ટ અંડરશૂટ રહી શકે છે.
CREDIT SUISSE તરફથી ICICI BANK અંગે Outperform રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ શેરનો ટાર્ગેટ વધારીને 900 રૂપિયા કરી દીધો છે. તેનું કહેવું છે કે બેંકની CET 17 ટકા પર મજબૂત બની રહી શકે છે. આગળ પણ ગ્રોથ ચાલુ રહેશે. આશા છે કે ક્રેડિટ કૉસ્ટ સામાન્ય થઈ શકે છે, અને RoE 15%થી વધારે વધી શકે છે.
(નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોની આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. અહીં આપવામાં આવેલા સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર