ICICI Bank Credit Card Charges: આઈસીઆઈસીઆઈ બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, હવે લાગશે 1200 રૂપિયા સુધીની પેનલ્ટી
ICICI Bank Credit Card Charges: આઈસીઆઈસીઆઈ બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, હવે લાગશે 1200 રૂપિયા સુધીની પેનલ્ટી
ક્રેડિટ કાર્ડ
એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક 50,000 રૂપિયાથી વધારે બાકી રકમ પર ક્રમશ: 1,300,1,300 અને 1,000 રૂપિયા લેટ ફી વસૂલ કરે છે. - ICICI Bank Credit card revised Late Payment charges
નવી દિલ્હી: ICICI બેંક તરફથી ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) ગ્રાહકો માટે ચાર્જિસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમામ પ્રકારના કેશ એડવાન્સિસ (Cash advances charges) માટે 2.5 ટકા ચાર્જ લાગશે. જે મિનિમમ 500 રૂપિયા હશે. બેંક તરફથી લેટ પેમેન્ટ ચાર્જ (late payment charges)માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફક્ત આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ગયા છે. આ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.
લેટ પેમેન્ટ ચાર્જ એ વાત પર આધારિત છે કે કુલ બાકી રકમ (Due amount) કેટલી છે. જો ડ્યૂ રકમ 100 રૂપિયાથી પણ ઓછી છે તો બેંક તરફથી કોઈ જ ચાર્જ વસૂલવામાં નહીં આવે. વધારે ડ્યૂ રકમ પર લેટ ચાર્જ લાગશે. ડ્યૂ રકમ 50,000 કે રૂપિયા કે તેનાથી વધારે હોવા પર બેંક તરફથી 1200 રૂપિયા લેટ ચાર્જ લગાવવામાં આવશે.
કેટલી બાકી રકમ પર કેટલો ચાર્જ લાગશે?
- ડ્યૂ રકમ 101થી 500 રૂપિયા હશે અને ચૂકવણી ન કરવા પર 100 રૂપિયા લેટ ફી લાગશે.
અન્ય બેંકોની વાત કરીએ તો એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક 50,000 રૂપિયાથી વધારે બાકી રકમ પર ક્રમશ: 1,300,1,300 અને 1,000 રૂપિયા લેટ ફી વસૂલ કરે છે. ચેક રિટર્ન થવો અથવા ઓટો ડેબિટ પર ICICI બેંક કુલ રકમનો બે ટકા સુધીનો ચાર્જ લગાડે છે. આ માટે ન્યૂનતમ રકમ અમાઉન્ટ 500 રૂપિયા હશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર