Home /News /business /ICICI બેંકે લોન્ચ કર્યો 'ફેસ્ટિવલ બોનાન્ઝા,' લોન તેમજ અન્ય ખરીદી પર મળશે 25 હજાર સુધી ડિસ્કાઉન્ટ

ICICI બેંકે લોન્ચ કર્યો 'ફેસ્ટિવલ બોનાન્ઝા,' લોન તેમજ અન્ય ખરીદી પર મળશે 25 હજાર સુધી ડિસ્કાઉન્ટ

આઈસીઆઈ બેંકે તેના ગ્રાહકોને તહેવારોની ભેટ આપતા 'ફેસ્ટિવલ બોનાન્ઝા' લૉન્ચ કર્યો.

ICICI Bank Festival Offer: ICICI Bank દ્વારા ગુરુવારે ફેસ્ટિવલ સીઝનના પ્રારંભે પોતના બધા જ ગ્રાહકો માટે 'ફેસ્ટિવલ બોનાન્ઝા' લૉન્ચ કર્યો છે. બેંકે તેના એક એહવાલમાં કહ્યું કે ગ્રાહકો રૂ. 25000 સુધીના ડિસ્કાઉન્ટ તેમજ કેશબેક મેળવી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ICICI Bank દ્વારા આજે ગુરુવારે ફેસ્ટિવલ સીઝનના પ્રારંભે પોતના બધા જ ગ્રાહકો માટે 'ફેસ્ટિવલ બોનાન્ઝા' લૉન્ચ કર્યો છે. બેંકે તેના એક એહવાલમાં કહ્યું કે ગ્રાહકો રૂ. 25000 સુધીના ડિસ્કાઉન્ટ તેમજ કેશબેક મેળવી શકે છે. જેનો લાભ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને કાર્ડલેસ EMIનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. આ ઓફર ગ્રાહકો માટે કાર્ડના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને EMIના રૂપે મળે છે. બેન્ક આ ડિસ્કાઉન્ટ અને કેશબેક ઈલિક્ટ્રોનિક્સ એન્ડ ગેઝેટ, ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ, ગારમેન્ટસ અને જવેલરી, ગ્રોસરી, ઓટોમોબાઇલ, ફર્નિચર, ફૂડ અને ટ્રાવેલ કેટેગરીમા ઓફર કરી રહી છે.

આ આકર્ષક ઓફરોની ગણતરીમાં Flipkart, Amazon, Myntra, Blinkit, MakeMyTrip, iPhone 14, Samsung, Reliance Digital, Ajio, Croma, LG, Dell, Swigi, Zomato, PC Jwellers જેવી ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ થાય છે. લોકો હોમ લોન, પર્સનલ લોન કે ગોલ્ડ લોન જેવી બેન્કિંગ પ્રોડક્ટ પર પણ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. ICICI Bankના ગ્રાહકો માટે કેટલીક ખાસ ઓફરો આ પ્રમાણે છે.

ઈ -કોમર્સ પ્લેટફોર્મ

Flipkart, Amazon, Myntra, Tata Cliq, Ajio Luxe જેવી મોટી ઈ-કોમર્સ સાઈટ પર ઓનલાઈન ખરીદી પર મળશે 10%ની છૂટ.

ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ

Armani Exchange, Canali, Clarks, Hamleys, Hugo Boss, Jimmi choo, Cat Spade, Paul and Shark, Satya Paul, Steve Madden, Brook & Brothers જેવી લક્ઝરી બ્રાન્ડ પર વધુ 10%નું કેશબેક મળશે.

આ પણ વાંચોઃ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે SSV યોજના હેઠળ ખોલાવો ખાતું, દરરોજ 100 રૂપિયા જમા કરાવી મેળવો 15 લાખનુ ફંડ 

ઇલેક્ટ્રોનિક્સ અને ગેઝેટ

LG, Carrier, Dell, Ureca Forbes, Sony, Voltas, Whirlpool અને ઇલકેટ્રોનિક્સની અન્ય ઘણી બ્રાન્ડ્સ પર 10% સુધીનું કેશબેક મળશે. ગ્રાહક Reliance Digital, Croma, Vijay salesમાંથી ખરીદી પર પણ આકર્ષક ઓફરોનો લાભ મેળવી શકે છે.

કપડાં અને જવેલરી

Shoppers Stop, Lifestyle, Ajio, Flipkart જેવી બ્રાન્ડ્સ પર વધુ 10%ની છૂટ. તેમજ ગ્રાહક 50000 રૂપિયાની મિનિમમ ખરીદી પર 2500 રૂપિયા સુધીની છૂટ અને PC jewellersમાંથી મિનિમમ 1,00,000ની ખરીદી પર 5000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

ગ્રોસરી

Big Basket, Swigi Instamart, Licious, Blinkit, Eat Better, અને Li’l Goodness પરથી કરિયાણાની ખરીદી પર ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચોઃ માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, હજારોમાં થશે કમાણી

ટ્રાવેલ

MakeMyTrip, Yaatra, ClearTrip, EaseMyTrip, Paytm પરથી ફ્લાઈટ બુકીંગ કરવા પર ડિસ્કાઉન્ટ મળશે.

ફૂડ

Zomato, Swiggy, EasyDinner પર ગ્રાહકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

ફર્નિચર અને હોમ ડેકોરેશન

Pepperfry, Westelm, Ritu Kumar જેવી બ્રાન્ડની ખરીદી પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

હોમ લોન

ગ્રાહક 1100 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જ સાથે પ્રિ-અપ્રુવ્ડ હોમ લોન અને પ્રિ-અપ્રુવ્ડ બેલેન્સ ટ્રાન્સફરનો લાભ ઉઠાવી શકે છે. તેમજ ગ્રાહકોને હોમ લોન, બેલેન્સ ટ્રાન્સફર અને પ્રોપર્ટી પર લોનમાં પ્રોસેસિંગ ફી પર 50%ની છૂટ મળી શકે છે.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ માટે ખાસ જરૂરી છે ક્રેડિટ સ્કોર, જાણો; કેટલો હોવો જોઈએ તમારો CIBIL સ્કોર?

કાર લોન

ગ્રાહક 8 વર્ષના સમયગાળા માટે નવી કાર લોનમાં ઓનરોડ કિંમતના 100% અને જૂની કારની વેલ્યુના 100% સુધી કાર લોન મેળવી શકે છે.

પર્સનલ લોન

12 EMI ચૂકવ્યા બાદ ગ્રાહક પાસેથી પર્સનલ લોન પર પ્રિ-કલોઝર ચાર્જ વસૂલવામાં નહીં આવે (12 EMI પેહલા જો લોન ક્લોઝ કરવામાં આવે તો 3% ચાર્જ લાગુ પડશે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Festive Offers, ICICI Banks, Navratri Festival

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन