Home /News /business /દેશની આ મોટી બેંકે વધાર્યા ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દર, જાણો FD પર હવે કેટલું મળશે વ્યાજ

દેશની આ મોટી બેંકે વધાર્યા ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દર, જાણો FD પર હવે કેટલું મળશે વ્યાજ

આઇસીઆઇસીઆઇ બેંકે FD માટે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો

ICICI બેંકની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબ 2 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચેની એફડી(FD) પર વ્યાજ વધારવામાં આવ્યું છે. આ નવા દરો 11 જુલાઈ 2022થી લાગુ થઇ ચૂક્યા છે. બેંક તરફથી અત્યારે સાત દિવસથી લઈને 10 વર્ષ સુધી મેચ્યોર થનારી FD ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
    પ્રાઇવેટ સેક્ટરની દેશની બીજા ક્રમની સૌથી મોટી બેંક ICICI એ ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજના દરમાં વધારો કર્યો છે. આ પહેલાં પણ ICICI બેંકે FD પર વ્યાજ વધાર્યું હતું. આ નવા દર 2 કરોડથી વધુ અને 5 કરોડથી ઓછી રકમની FD માટે લાગુ પડશે. ICICI બેંકે એફડી પર વ્યાજ દર RBI દ્વારા ગયા મહિને રેપો રેટના દરોમાં વધારો કર્યા પછી વધાર્યા છે. આ નવા દરો 11 જુલાઈથી લાગુ કરવામાં આવ્યા છે.

    ICICI બેંકની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબ 2 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચેની એફડી(FD) પર વ્યાજ વધારવામાં આવ્યું છે. આ નવા દરો 11 જુલાઈ 2022થી લાગુ થઇ ચૂક્યા છે. બેંક તરફથી અત્યારે સાત દિવસથી લઈને 10 વર્ષ સુધી મેચ્યોર થનારી FD ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહી છે. બેંક 3.10%થી લઈને 5.75% સુધીનું વ્યાજ ગ્રાહકોને આપી રહ્યું છે.

    ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના નવા દરો


    સાત દિવસથી 14 દિવસ : સામાન્ય લોકો માટે 3.10% - સિનિયર સિટીઝન માટે 3.10%

    15 દિવસથી 29 દિવસ : સામાન્ય લોકો માટે 3.25% - સિનિયર સિટીઝન માટે 3.25%

    30 દિવસ 45 દિવસ : સામાન્ય લોકો માટે 3.50% - સિનિયર સિટીઝન માટે 3.50%

    46 દિવસથી 60 દિવસ : સામાન્ય લોકો માટે 3.75% - સિનિયર સિટીઝન માટે 3.75%

    61 દિવસથી 90 દિવસ : સામાન્ય લોકો માટે 4.00% - સિનિયર સિટીઝન માટે 4.00%

    91 દિવસથી 120 દિવસ : સામાન્ય લોકો માટે 4.75% - સિનિયર સિટીઝન માટે 4.75%

    120 દિવસથી 150 દિવસ : સામાન્ય લોકો માટે 4.75% - સિનિયર સિટીઝન માટે 4.75%

    151 દિવસથી 184 દિવસ : સામાન્ય લોકો માટે 4.75% - સિનિયર સિટીઝન માટે 4.75%

    185 દિવસથી 210 દિવસ : સામાન્ય લોકો માટે 5.25% - સિનિયર સિટીઝન માટે 5.25%

    211 દિવસથી 270 દિવસ : સામાન્ય લોકો માટે 5.25% - સિનિયર સિટીઝન માટે 5.25%

    271 દિવસથી 289 દિવસ : સામાન્ય લોકો માટે 5.35% - સિનિયર સિટીઝન માટે 5.35%

    290 દિવસથી 1 વર્ષથી ઓછા સમય માટે : સામાન્ય લોકો માટે 5.35% - સિનિયર સિટીઝન માટે 5.35%

    1 વર્ષથી 389 દિવસ : સામાન્ય લોકો માટે 5.60 % - સિનિયર સિટીઝન માટે 5.60%

    આ પણ વાંચો -ચીનની આ કંપનીનો ભારતના સ્માર્ટફોન માર્કેટ પર 40% અંકુશ, ટેક્સ ચોરીના મોટા આરોપોનો કરી રહી છે સામનો

    390 દિવસથી 15 મહિનાથી ઓછા સમય માટેની FD : સામાન્ય લોકો માટે 5.60% - સિનિયર સિટીઝન માટે 5.60%


    15 મહિનાથી 18 મહિના સુધી : સામાન્ય લોકો માટે 5.75% - સિનિયર સિટીઝન માટે 5.75%

    18 મહિનાથી 2 વર્ષ સુધી : સામાન્ય લોકો માટે 5.75% - સિનિયર સિટીઝન માટે 5.75%

    2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ સુધી : સામાન્ય લોકો માટે 5.75% - સિનિયર સિટીઝન માટે 5.75%

    3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ સુધી : સામાન્ય લોકો માટે 5.75% - સિનિયર સિટીઝન માટે 5.75%

    5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી : સામાન્ય લોકો માટે 5.75% - સિનિયર સિટીઝન માટે 5.75%
    First published:

    Tags: FD, FD Rates, ICICI