Home /News /business /

ICICI Bank Festive Bonanza: ઓછા વ્યાજદરની હોમ અને ઓટો લોન, એમેઝોન, ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સહિત અનેક ઑફર્સ

ICICI Bank Festive Bonanza: ઓછા વ્યાજદરની હોમ અને ઓટો લોન, એમેઝોન, ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સહિત અનેક ઑફર્સ

આઈસીઆઈસીઆઈ બેંક

ICICI Bank Festive Bonanza: બેંકના ગ્રાહકો લોન પર પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ, બેંકિંગ સેવાઓ પર ઘટાડેલી EMI, લોન, ક્રેડિટ કાર્ડ, NRI એકાઉન્ટ્સ, બચત અને ચાલુ ખાતા, મની ટ્રાન્સફર, બિઝનેસ બેન્કિંગ, કન્ઝ્યુમર ફાઇનાન્સ મેળવી શકે છે.

મુંબઈ: ખાનગી બેંક ICICIનો ફેસ્ટિવલ બોનાન્ઝાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત રિટેઈલ અને બિઝનેસના ગ્રાહકો પ્રીમિયમ બ્રાંડ અને ઈ-કોમર્સ શોપિંગ સાઈટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને કેશબેકનો લાભ ઉઠાવી શકશે. આ ઓફરની શરુઆત 1 ઓક્ટોબરથી કરવામાં આવી છે. જે તહેવારોમાં ચાલું રહેશે. ICICI બેંકે કહ્યું છે કે, ગ્રાહકો ગેજેટ્સ, ગ્લોબલ લક્ઝુરી બ્રાંડ્સ, જ્વેલરી, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ડાઈનિંગ અને ટ્રાવેલિંગ વગેરે પર આ ઓફરનો લાભ લઈ શકે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ અને EMIના માધ્યમથી આ ફાયદો થશે.

બેંકના ગ્રાહકો લોન પર પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ, બેંકિંગ સેવાઓ પર ઘટાડેલી EMI, લોન, ક્રેડિટ કાર્ડ, NRI એકાઉન્ટ્સ, બચત અને ચાલુ ખાતા, મની ટ્રાન્સફર, બિઝનેસ બેન્કિંગ, કન્ઝ્યુમર ફાઇનાન્સ મેળવી શકે છે.

ટોપ ઓફર્સ

>> એમેઝોન, ફ્લિપકાર્ટ, મૈત્રા અને પેટીએમ મોલ જેવી ઈ-કોમર્સ શોપિંગ સાઈટ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ.

>> અરમાની એક્ચેન્જ, ડીઝલ, જ્યોર્જીઓ અરમાની, હુગો બોસ, જીમી ચુ, સત્યા પોલ, સ્ટીવ મડેન જેવી લક્ઝુરીયસ બ્રાંડ પર એડિશનલ 10 ટકા ડિસ્કાઉન્ટ.

>> ડેલ, એલજી, ગોદરેજ અપ્લાઈન્સિસ, પેનાસોનિક, હેઅર, સોની, વોલ્ટાસ અને વર્લપૂલ જેવી મોટી કંપનીઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 10 ટકા કેશબેક

>> રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, કોહિનૂર, હરિઓમ ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક પેરાડાઈસ, ગ્રેટ એસ્ટર્ન ટ્રેડિંગ, બિગ સી, બી ન્યુ મોબાઈલ જેવી બ્રાંડ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ

>> સેમસંગ (Samsung), એમઆઈ (MI), રિયલમી (Realme), વનપ્લસ (OnePlus), ઓપો (Oppo), વીવો (Vivo) જેવી મોબાઈલ બ્રાંડ પર આકર્ષક ઓફર

>> શોપર્સ સ્ટોપ, લાઈફસ્ટાઈલ, એજીઓ, સેન્ટ્રલ જેવી જગ્યાઓ પર એડિશનલ 10 ટકા ડિસ્કાઉન્ટ અને ત્રીભવુનદાસ ભિમાણી ઝવેરી (TBZ)માં 50000ની ખરીદી પર 5000 સુધીનું કેશબેક.

>> જીઓમાર્ટ, રિલાયન્સ ફ્રેશ, બિગ બાસ્કેટ, ગ્રુફર્સ, રિલાયન્સ સ્માર્ટ, લિશિયસ, સુપર ડેઈલી અને મિલ્ક બાસ્કેટ જેવા ગ્રોસરી સ્ટોર્સ પર ડિસ્કાઉન્ટ.

>> પેપરફ્રાય અને મોજર્તો પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને આ સાથે જ વેકફિટનાં લિમિટેડ પ્રોડક્ટ્સ પર 48 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.

>> સ્વિગી, ઝોમેટો, ઈઝીડિનર અને ઈટશ્યોર પર ડિસ્કાઉન્ટ.

>> યાત્રા, ઈઝીમેકટ્રીપ, મેકમાયટ્રીપ અને પેટીએમ ફ્લાઈટ જેવી ટ્રાવેલ સાઈટ પર 25ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.

લોન ઓફર

હોમ લોન: ગ્રાહકો 6.70 ટકાથી શરુ થતા વ્યાજ દરનો લાભ લઈ શકે છે. નવા હોમલેનની પ્રોસેસિંગ ફી અને બેલેન્સ ટ્રાન્સફર ફી 1100 રુપિયાથી શરુ થાય છે.

ઓટો લોન: ગ્રાહકો 1 લાખ પર રુ.799 ની EMIનો લાભ ઉઠાવી શકે છે. આ સાથે જ બેક 8 વર્ષના મુદ્દતની પણ લોન આપી રહી છે. કારલોન પર 10.5 ટકા સાથે કાર લોન અને એક્ઝિસ્ટીંગ કાર પર ટોપઅપ લોનની સુવિધા પણ આપવામાં આવી રહે છે.

ટુ વ્હીલર લોન: 48 મહિનાના સમયગાળા સાથે રુ. 1000 પર રુ.29ની દૈનિક EMIની સુવિધા, સાથે જ 1499ની પ્રોસેસિંગ ફીનો વિકલ્પ પણ છે.

કસ્ટમર ફાઈનાન્સ લોન: જાણીતી બ્રાંડના ડિજિટલ પ્રોડક્ટ્સ અને હોમ અપ્લાઈન્સીસ પર ઓછામાં ઓછા ડોક્યુમેન્ટેશન સાથે નો કોસ્ટ EMIની સુવિધા.

ઈન્સ્ટન્ટ પર્સનલ લોન: 1999ની પ્રોસેસિંગ ફી સાથે 10.25 ટકાથી શરુ થતી પર્સનલ લોન.

એન્ટરપ્રાઈઝ લોન: 50 લાખ રૂપિયા સુધીની અસુરક્ષિત ઓડી અને બિન આઇસીઆઇસીઆઇ બેંકના ગ્રાહકો 15 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકે છે. ગ્રાહકોએ ઉપયોગ કરેલી રકમ પર વ્યાજ ચૂકવવાનું રહેશે. જેમાં ફોરક્લોઝર ચાર્જ વસુલવામાં આવતો નથી.
First published:

Tags: Bank, Finance, Loan, Shopping, આઇસીઆઇસીઆઇ બેંક

આગામી સમાચાર