Home /News /business /

ICICI Bank વેલ્યૂએશન મામલે પ્રથમ વખત HDFC બેંકથી આગળ નીકળી, જાણો સમગ્ર મામલો

ICICI Bank વેલ્યૂએશન મામલે પ્રથમ વખત HDFC બેંકથી આગળ નીકળી, જાણો સમગ્ર મામલો

આઈસીઆઈસીઆઈ બેંક (ફાઇલ તસવીર)

ICICI Vs HDFC Bank: આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ 5.25 લાખ કરોડ રૂપિયા છે. એચડીએફસી બેંકની માર્કેટ કેપ 7.5 લાખ કરોડ રૂપિયા છે.

    નવી દિલ્હી: આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) પ્રથમ વખત વેલ્યૂએશનને મામલે એચડીએફસી બેંક (HDFC Bank)થી આગળ નીકળી ગઈ છે. આનું કારણ આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સમાં તાજેતરમાં આવેલી તેજી છે. છેલ્લા એક વર્ષમાં આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 30 ટકા વધ્યો છે. આ શેરમાં રોકાણકારોએ ખૂબ જ રસ દાખવ્યો છે. આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બંને દેશની ખાનગી બેંકો છે.

    12 મહિનાના ટ્રેલિંગ બેસિસ પર ICICI Bank નો શેર 20મી એપ્રિલના રોજ તેની બૂક વેલ્યૂના 3.30 ગણા પર ટ્રેડ કરી રહ્યો હતો. તેની સરખામણીમાં એચડીએફસી બેંકનો શેર ત્રણ ગણા પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. જોકે, બંને બેંકોની બૂક વેલ્યૂ પર આધારિત વેલ્યૂએશનમાં વધારે ફરક નથી. બીજી વાત કે માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંકથી ખૂબ આગળ છે.

    માર્કેટ કેપ


    આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ 5.25 લાખ કરોડ રૂપિયા છે. એચડીએફસી બેંકની માર્કેટ કેપ 7.5 લાખ કરોડ રૂપિયા છે. આમ છતાં પ્રથમ વખત આઈસીઆઈસીઆઈ બેંકનો શેર વેલ્યૂએશનના એક મહત્ત્વના પરિબળ પર એચડીએફસી બેંકના શેરથી આગળ નીકળી ગયો છે.

    આઈસીઆઈસીઆઈ બેંકની બેલેન્સ શીટ


    આઈસીઆઈસીઆઈ બેંકે પોતાની સ્થિતિ સુધારવા માટે ખૂબ મહેનત કરી છે. બેંકે પોતાની બેલેન્સ શીટને ખૂબ સ્વચ્છ બનાવી છે. બેંકે પોતાના લોન પોર્ટફોલિયોમાં કોર્પોરેટને બદલે રિટેલ હિસ્સો વધાર્યો છે. નાણાકીય વર્ષ 2021-22ના ડિસેમ્બર ત્રિમાસિકમાં આઈસીઆઈસીઆઈ બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો 80 ટકા રહ્યો હતો, જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે છે. પાંચ વર્ષ પહેલા આ રેશિયો 54 ટકા હતો.

    આ પણ વાંચો: આ રીતે ડાઉનલોડ કરો Masked Aadhaar Card

    નેટ ઇન્ટરેસ્ટ આવકમાં ગ્રોથ


    આઈસીઆઈસીઆઈ બેંકે કોરોના મહામારી છતાં નાણાકીય વર્ષ 2020-21માં પોતાની નેટ ઇન્ટરેસ્ટ આવકમાં સારો એવો ગ્રોથ કર્યો છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પણ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. જેનાથી બેંકના ઓપરેટિંગ ગ્રોથને સપોર્ટ મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં તેના નેટ પ્રોફિટ ગ્રોથમાં જોવા મળેલી અસ્થિરતા ખતમ થઈ ગઈ છે. ક્રેડિટ કોસ્ટ ઘટી છે, અને રિટર્ન ઑન ઇક્વિટી ખૂબ વધારે છે. તેનો કોર્પોરેટ લોન ગ્રોથ પણ સારો રહ્યો છે.

    આ પણ વાંચો: કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ: જાણો તમારે કેટલું રોકાણ કરવું પડશે?

    આઈસીઆઈસીઆઈ બેંકના ટોપ મેનેજમેન્ટ અને કોર્પોરેટ ગવર્નન્સને લઈને શંકા પણ દૂર થઈ રહી છે. 2018ના વર્ષમાં બેંકની પૂર્વ સીઈઓ ચંદા કોચર (Chanda Kochar) કૌભાંડમાં સંડોવાયેલા હોવાના સમાચારથી આઈસીઆઈસીઆઈ બેંકને મોટું નુકસાન થયું હતું. ઓક્ટોબર 2018માં ચંદા કોચરે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. જે બાદમાં સંદીપ બક્ષીએ કમાન સંભાળી હતી. તેમણે થોડા જ વર્ષમાં બેંકની કાયાપલટ કરી દીધી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: HDFC Bank, Share market, Stock market, Stock tips, આઇસીઆઇસીઆઇ બેંક

    આગામી સમાચાર