લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને વીડિયોકોન પ્રમુખ વેણુગોપાલના ઘરે EDની તપાસ

News18 Gujarati
Updated: March 1, 2019, 12:22 PM IST
લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને વીડિયોકોન પ્રમુખ વેણુગોપાલના ઘરે EDની તપાસ
ચંદા કોચર, વેણુગોપાલ ધૂત અને દિપક કોચર

ICICI બેન્ક સાથે લોન ફ્રોડ કેસમાં બેન્કના પૂર્વ પ્રમુખ ચંદા કોચર અને વીડિયોકોનના મેનેજિંગ ડાયરેક્ટર વેણુગોપાલ ધૂતના ઘર અને ઓફસમાં ઇડીએ દરોડા પાડ્યા છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ICICI બેન્ક સાથે લોન ફ્રોડ કેસમાં બેન્કના પૂર્વ પ્રમુખ ચંદા કોચર અને વીડિયોકોનના મેનેજિંગ ડાયરેક્ટર વેણુગોપાલ ધૂતના ઘર અને ઓફસમાં ઇડીએ દરોડા પાડ્યા છે. લોન સાથે સંકળાયેલા મામલામાં ઇડીએ શુક્રવારે આઇસીઆઇસીઆઇ બેન્કના પૂર્વ પ્રમુખ ચંદા કરોચ અને વીડિયોકોનના પ્રમુખ વેણુગોપાલ ધૂતના ઘરે તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય તપા બ્યુરો સીબીઆઈએ આઇસીઆઇસીઆઇ બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના એમડી વેણુગોપાલ ધૂત સામે એક નોટીસ રજૂ કરીને વિદેશ જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

શું છે આખો મામલો? : ચંદા કોચર ઉપર માર્ચ 2018માં પોતાના પતિને આર્થીક ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગેલો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આઇસીઆઇસીઆઇ બેન્કે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયા લોન આપી હતી. વીડિયોકોન ગ્રુપે આ લોનમાંથી 86 ટકા એટલે કે આશરે 2810 કરોડ નથી ચુકવ્યા. 2017માં આ લોનને એપીએનમાં નાખી દેવાઇ હતી.

પરંતુ ત્યારે એક સમચાાર થકી ખબર પડી કે વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતના કોચરના પતિ દીપક કોચર સાથે વ્યવસાયિક સંબંધ છે. વીડિયોકોન ગ્રુપની મદદની મદદથી બનેલી એક કંપનીમાં ચંદા કોચરના પતિ દિપક કોચરની આગેવાલીમાં બનેલી પિનેકલ એનર્જી ટ્રસ્ટનું નામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-LIC પોલીસી માટે ઓનલાઇન મોબાઇલ અને Email અપટેડ કેવી રીતે કરવું?

આરોપ લગાવવામાં આવ્યો છે કે ધૂતે દિપક કોચરના આધિપત્યવાળી આ કંપની થકી લોનનો એક મોટો હિસ્સો સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. આરોપ છે કે 94.99 ટકા હોલ્ડિંવાળા શેર્સ માત્ર 9 લાખ રૂપિયામાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા.
First published: March 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading