Home /News /business /ડોમેસ્ટિક ફ્લાઈટ બુકિંગ પર ICICI બેંક લાવ્યું શાનદાર ઓફર, મળશે રૂ.1200નું ઈન્ટન્ટ ડિસ્કાઉન્ટ

ડોમેસ્ટિક ફ્લાઈટ બુકિંગ પર ICICI બેંક લાવ્યું શાનદાર ઓફર, મળશે રૂ.1200નું ઈન્ટન્ટ ડિસ્કાઉન્ટ

પ્રતિકાત્મક તસવીર

આ ઓફરમાં તમને સસ્તામાં હવાઈ મુસાફરી કરવાની તક મળી રહી છે. બેંક તેના ગ્રાહકોને ઘરેલું ફ્લાઇટ્સ પર 10 ટકાની છૂટ આપી રહી છે.

  નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં (corona pandemic) ઘરે જ સમય વિતાવ્યા બાદ જો હવે રસીકરણના (vaccination) આ સમયમાં તમે જો તમે પણ ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો હવે દેશની ટોચની ખાનગી બેંક, આઈસીઆઈસીઆઈ(ICICI Bank) તેના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવી છે .

  આ ઓફરમાં તમને સસ્તામાં હવાઈ મુસાફરી કરવાની તક મળી રહી છે. બેંક તેના ગ્રાહકોને ઘરેલું(Domestic) ફ્લાઇટ્સ પર 10 ટકાની છૂટ આપી રહી છે. નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો.

  અત્રે ઉલ્લેખનીય છે કે બેંકે જ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. મુસાફરો આ વિશેષ ઓફરનો લાભ 29 માર્ચ, 2021 સુધી લઈ શકે છે.
  તમને જણાવી દઇએ કે તમે આઈસીઆઈસીઆઈ બેંકના નેટબેંકિંગની મદદથી યાત્રા ડોટ કોમ(Yatra.Com) દ્વારા ટિકિટ બુક કરાવી શકો છો,જેમાં ઘરેલુ ફ્લાઇટ્સ પર તમને મહત્તમ 1200 રૂપિયાની છૂટ મળશે.

  આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

  આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

  મિનિમમ ટ્રાન્ઝેકશન કેટલું હોવું જોઈએ ?
  બેંક આ ખાસ ઓફરનો ફાયદો સપ્તાહને અંતે જ આપી રહી છે. દર રવિવાર અને સોમવારે આ ઓફરનો લાભ લઈ શકો છો. આઈસીઆઈસીઆઈ બેંકના ઇન્ટરનેટ બેંકિંગમાં આઈસીઆઈસીઆઈએનબી(ICICINB)નો ઉપયોગ કરવો. મહત્વની વાત એ છે કે ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારૂં મિનિમમ ટ્રાન્ઝેકશન 3500 રૂપિયા હોવું જરૂરી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

  આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

  આ વેબસાઇટ પરથી બુકિંગ કરો :
  આ ઓફરમાં યુઝર્સ ફક્ત એક જ વાર બુકિંગ કરાવી શકે છે. આ સિવાય આ ઓફર ફક્ત કન્ફર્મ બુકિંગ પર જ લાગુ થશે. ઓફરનો લાભ લેવા ગ્રાહકે બુકિંગ દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવો પડશે. ટ્રાવેલ વેબસાઇટ www.yatra.com પર આઈસીઆઈસીઆઈ બેંકના ઇન્ટરનેટ બેંકિંગ થકી ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો.
  " isDesktop="true" id="1072729" >



  અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો :
  - બુકિંગ સમયે તમારે પ્રોમો કોડ સેક્શનમાં ICICINB સબમિટ કરવાનું રહેશે
  - ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ(Instant Discount) બેંક દ્વારા શેર કરવામાં આવેલ યોગ્ય BIN પર લાગુ થશે
  - જો કાર્ડની BIN શ્રેણી, યાત્રામાં બેંકે આપેલી માહિતી સાથે મેળ નહિ ખાય તો કાર્ડધારકે બેંકનો સંપર્ક કરવો અને બેંકે અંતિમ નિર્ણય લેવો પડશે
  - આ ઉપરાંત રદ થયેલી ટિકિટ અથવા બુકિંગ પર પણ ડિસ્કાઉન્ટ લાગુ થશે નહીં
  Published by:ankit patel
  First published:

  Tags: આઇસીઆઇસીઆઇ બેંક

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन