Home /News /business /Q4માં ICICI બેંકે HDFC બેંકને છોડી પાછળ, જાણો તમારે ICICI બેંકના શેર ખરીદવા, વેચવા કે રાખવા જોઈએ

Q4માં ICICI બેંકે HDFC બેંકને છોડી પાછળ, જાણો તમારે ICICI બેંકના શેર ખરીદવા, વેચવા કે રાખવા જોઈએ

આઇસીઆઇસીઆઇ બેંકે FD માટે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો

જાન્યુઆરી-માર્ચમાં બેન્કની કુલ આવક વધીને રૂ. 27,412 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 23,953 કરોડ હતી. ચોખ્ખી વ્યાજ આવક (NII) એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,431 કરોડથી 21 ટકા વધીને રૂ. 12,605 કરોડ થઈ હતી. 31 માર્ચ, 2022ના રોજ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ ઘટીને ગ્રોસ એડવાન્સિસના 3.60 ટકા પર આવી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4.96 ટકા હતી.

વધુ જુઓ ...
  કંપનીએ 2021-22ના માર્ચ ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 59 ટકાનો ઉછાળો નોંધાવ્યા બાદ ICICI બેન્કના શેરના ભાવમાં લગભગ 2 ટકાનો ઉછાળો (ICICI Bank Stock Prices Rice) આવ્યો હતો. બેંકના આંકડાઓ વિશ્લેષકોના અંદાજો (analyst estimates) સાથે સારી રીતે અનુરૂપ હતા. તેના સ્પર્ધકો કરતાં આઉટપરફોર્મન્સે તેમને કાઉન્ટર પર વધુ બુલિશ બનવામાં મદદ કરી છે. છેલ્લા એક વર્ષમાં ICICI બેન્કના શેરમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે. બ્રોકરેજ શેરમાં તેજી ધરાવે છે અને સકારાત્મક એસેટ ક્વોલિટી આઉટલૂકને ( positive asset quality outlook) કારણે આગળ જતા 43 ટકા સુધી અપસાઇડ જોવા મળી શકે છે. BSE પર શેર 1.89 ટકા વધીને રૂ. 761.50 પર પહોંચ્યો હતો. NSE પર તે 1.83 ટકા વધીને રૂ. 761.35 પર પહોંચ્યો હતો.

  જાન્યુઆરી-માર્ચના રૂ. 4403 કરોડનો નફો

  ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાએ શનિવારે 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 59 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, જે રૂ. 7,019 કરોડ થયો હતો. બેન્કે ગત વર્ષના સમાન ગાળામાં જાન્યુઆરી-માર્ચના સમયગાળામાં રૂ. 4,403 કરોડનો નફો કર્યો હતો. ICICI બેન્કે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચમાં બેન્કની કુલ આવક વધીને રૂ. 27,412 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 23,953 કરોડ હતી. ચોખ્ખી વ્યાજ આવક (NII) એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,431 કરોડથી 21 ટકા વધીને રૂ. 12,605 કરોડ થઈ હતી. 31 માર્ચ, 2022ના રોજ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ ઘટીને ગ્રોસ એડવાન્સિસના 3.60 ટકા પર આવી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4.96 ટકા હતી.

  શું કહે છે બ્રોકરેજ?

  ICICI બેન્ક માટે મુખ્ય ગ્રોથ એન્જિન ઉત્તમ લોન ગ્રોથ, ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોનું વિસ્તરણ અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજી પર વધુ ધ્યાન આપવાથી ખાનગી ધિરાણકર્તાને પણ ફાયદો થયો છે.

  LKP સિક્યોરિટીઝના બેંકિંગ એનાલિસ્ટ અજિત કુમાર કબીએ જણાવ્યું હતું કે, "Q4FY22માં કમાણી આપણને વિશ્વાસ અપાવે છે કે ICICI બેંક ટેક-આધારિત પહેલ અને ક્રેડિટ ખર્ચમાં સામાન્યકરણ સાથે ટકાઉ અને સમજદાર વૃદ્ધિ માટે તૈયારી કરી રહી છે." એક્સિસ સિક્યોરિટીઝના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે મજબૂત લાયેબિલિટી ફ્રેન્ચાઇઝી અને જૂથ ઉત્પાદનોમાં લાભ મેળવવાની તકોને જોતાં તેઓ સ્ટોકને પસંદ કરશે.

  આ પણ વાંચો- 143 વસ્તુઓ પર વધી શકે છે GST: હેન્ડબેગ, ડીઓ અને ચોકલેટનાં ભાવમાં આગામી મહિને થઇ શકે વધારો

  એક્સિસ સિક્રિટીઝે વધુમાં જણાવ્યું કે, “સાધારણ ધિરાણ ખર્ચ અને સારી PPOP વૃદ્ધિની અપેક્ષાઓને ધ્યાનમાં રાથી અમે FY23 માટે અમારા EPS અનુમાનમાં 5 ટકા સુધી સુધારો કર્યો છે અને તેને FY24E માટે યથાવત રાખ્યો છે. અમે રૂ. 1,000ના સુધારેલા લક્ષ્ય ભાવ સાથે સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખી છે.”

  ત્યારે YES સિક્યોરિટીઝના વિશ્લેષકોએ ટાર્ગેટ ભાવ સુધારીને રૂ. 1,043 કર્યો હતો. તેઓ 15.8/16.6 ટકાની FY23E/24E RoE પ્રોફાઇલ માટે 3.1x FY23 P/BV પર સ્ટેન્ડઅલોન બેંકનું મૂલ્ય ધરાવે છે અને SOTP પર પેટાકંપનીઓને શેર દીઠ રૂ. 174નું મૂલ્ય અસાઇન કરે છે.
  " isDesktop="true" id="1203010" >

  એન્જલ વન લિ.એ જણાવ્યું હતું કે, વર્તમાન સ્તરે, પેટાકંપની કંપનીઓના મૂલ્યાંકનને ધ્યાનમાં લીધા પછી શેર 2.1xFY24 ના P/BV પર ટ્રેડિંગ કરી રહ્યો છે જે ઐતિહાસિક સરેરાશથી નીચે છે. Q4FY22 નંબરો પછી અમે ICICI બેંક પર અમારું હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે અને તે લાર્જ-કેપ બેંકિંગ સ્પેસમાં અમારી ટોચની પસંદગીઓમાંની એક છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: HDFC Bank, Investors, Shares, આઇસીઆઇસીઆઇ બેંક

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन