ICICI-Axis બેંક ગ્રાહકોને ઝટકો, હવે પૈસાની લેવડ-દેવડ પર લાગશે આટલો બધો ચાર્જ

ICICI-Axis બેંક ગ્રાહકોને ઝટકો, હવે પૈસાની લેવડ-દેવડ પર લાગશે આટલો બધો ચાર્જ
પ્રતિકાત્મક તસવીર

બેંક જણાવ્યું કે સીનિયર સીટીજન્સ, બેસિક સેર્વિંગ્સ બેંક એકાઉન્ટ, જનઘન એકાઉન્ટ, અક્ષમ અને દ્રષ્ટિબાધિતના ખાતા અને વિદ્યાર્થીઓના ખાતા પર કોઇ રીતનો ચાર્જ લેવામાં નહીં આવે.

  • Share this:
    ખાનગી બેંક સેક્ટરમાં ICICI Bank અને Axis Bankના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો. આ બેંકોએ જણાવ્યું કે હવેથી બેંકિગ સમય સિવાયના કલાકો અને રજાના દિવસોમાં રોકડ જમા કરાવવા અને નાણાં ઉપાડવા પર ચાર્જ લેવામાં આવશે. એટલે કે હવે જો રજાના દિવસે કે પછી બેન્કિંગ સમય પછી તમે કેશ જમા કરાવશો કે ઉપાડશો તો તે માટે તમારે એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે. બેંકના નોટિફિકેશન મુજબ ICICI Bank રજાના દિવસ અને વર્કિંગ સમયમાં સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગ્રાહકો પાસેથી સુવિધા ચાર્જ રૂપે 50 રૂપિયા લેશે.

    બેંક જણાવ્યું કે સીનિયર સીટીજન્સ, બેસિક સેર્વિંગ્સ બેંક એકાઉન્ટ, જનઘન એકાઉન્ટ, અક્ષમ અને દ્રષ્ટ્રીબાધિત ખાતા ગ્રાહકો તથા વિદ્યાર્થીઓના ખાતા પર કોઇ રીતનો ચાર્જ લેવામાં નહીં આવે.



    રિપોર્ટ મુજબ, બેંક ઓફ બરોડાએ પણ 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકોને નિર્ધારીત સીમથી વધુ લેવડદેવડ માટે ચાર્જ લેવાનો શરૂ કર્યો છે. બેંકે જણાવ્યું કે કરંટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ અને સીસીથી બેસ બ્રાંચ, લોકલ નોન બેસ બ્રાંચ અને આઉટસ્ટેશન બ્રાંચ દ્વારા હવે એક મહિનામાં 3 વારથી વધુ કેશ નીકાળવી ફ્રી રહશે. ચોથી વારમાં 150 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન ચાર્જ લાગશે.

    BOBએ પૈસા જમા કરવા પર લગાવ્યો ચાર્જ

    કરંટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/કેશ ક્રેડિટ/અન્ય એકાઉન્ટ માટે બેસ કે લોકલ નોન બેસ બ્રાંચમાં 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, પ્રતિદિવસ પ્રતિ એકાઉન્ટ 1 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવા પર પ્રતિ 1000 રૂપિયા પર 1 રૂપિયા રહેશે.

    વધુ વાંચો : Gujarat By Election 2020 Live: 9.30 કલાક સુધી કુલ 10 ટકા મતદાન, સૌથી વધુ અબડાસામાં 12 ટકા

    એક્સિસ બેંક પણ 1 ઓગસ્ટ લગાવ્યા ચાર્જ

    આ વર્ષની શરૂઆતમાં જ એક્સિસ બેંકે બેંકિક કલાકો પછી અને રાષ્ટ્રીય તથા બેંકની રજાના સમયે જો તમે પૈસા જમા કરાવો છો તો 50 રૂપિયા સુવિધા શુક્લ એટલે કે ચાર્જ લેવાનો શરૂ કર્યો છે. આ સુવિધા એક ઓગસ્ટથી લાગુ પડશે.

    ત્રણ વાર મફત

    રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં ત્રણ વાર તમે મફતમાં પૈસા ઉપાડી શકો છો. પણ તે પછી 150 રૂપિયાના ફ્લેટ ચાર્જ  સાથે તમે રૂપિયા ઉપાડી શકો છો.  આ રીતે મહિનામાં તમે ચાર વાર રોકડ રકમ મફત જમા કરાવી શકશો. પણ તે પછીના પ્રત્યેક લેવડ દેવડ પર 40 રૂપિયાનો ચાર્જ લાગશે.

    આમ દિવાળીની રજાઓમાં જો તમે પૈસાની લેવડ દેવડ વધુ કરવાના હોવ તો વિચારીને પ્લાનિંગ કરજો.
    Published by:Chaitali Shukla
    First published:November 03, 2020, 09:57 am

    टॉप स्टोरीज