Home /News /business /

હેકર્સ નવી રીતે બેંક ખાતાધારકોને બનાવી રહ્યા છે શિકાર, ICICI બેંકે જાહેર કરી ગાઇડલાઇન્સ

હેકર્સ નવી રીતે બેંક ખાતાધારકોને બનાવી રહ્યા છે શિકાર, ICICI બેંકે જાહેર કરી ગાઇડલાઇન્સ

ICICI બેંકની ચેતવણી (પ્રતિકાત્મક તસવીર)

Bank Fraud: વધતી પ્રગતિ સાથે ગ્રાહકોને મહત્તમ સુરક્ષા (Customer Security) પૂરી પાડવાના પ્રયત્નો છતાં વર્ષોથી બેંક ફ્રોડમાં વધારો પણ જોવા મળ્યો છે

ભારતમાં ગ્રાહકો માટે બૅન્કિંગ (Banking in india) દિવસે ને દિવસે વધુ અનુકૂળ બનતું જાય છે, કારણ કે તેમાં ટેક્નોલૉજીની દૃષ્ટિએ જબરદસ્ત પ્રગતિ જોવા મળી રહી છે અને ચુકવણીના નવા ક્ષેત્રો (areas of payments) પણ ખૂલ્યા છે, જેના દ્વારા ગ્રાહકો ગણતરીની મિનિટોમાં જ નાણાંની હેરફેર (Money Transfer) કરી શકે છે અને નાણાં મેળવી શકે છે. જોકે, વધતી પ્રગતિ સાથે ગ્રાહકોને મહત્તમ સુરક્ષા (Customer Security) પૂરી પાડવાના ઓથોરિટીના પ્રયત્નો છતાં વર્ષોથી બેંક ફ્રોડમાં (Bank Fraud) વધારો પણ જોવા મળ્યો છે.

ICICI બેંકની ચેતવણી

હેકર્સ બેંક કૌભાંડો આચરવા માટે દરરોજ એક અવનવા કીમીયાઓ શોધી કાઢે છે અને પોતાના ગ્રાહકોને આવા હેકર્સથી બચાવવા માટે ICICI બેંકે તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને એક ઇમેઇલ મોકલ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકે થોડા દિવસો પહેલા એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, "અમે હંમેશાં તમારી અને તમારા પ્રિયજનોની નાણાકીય સલામતીની ખાતરી આપી છે. આ જ રીતે, અમે તમને એક નવા પ્રકારના ફ્રોડ વિશે ચેતવણી આપવા માંગીએ છીએ જે ધીમે ધીમે વધી રહી છે."

આઈસીઆઈસીઆઈ બેંકના જણાવ્યા અનુસાર, છેતરપિંડી કરનારાઓ હવે ગ્રાહકના વોટ્સએપ અથવા ફેસબુક એકાઉન્ટને હેક કરી રહ્યા છે અને તેના અથવા તેમના સંપર્કોને સંદેશા મોકલી રહ્યા છે, જેમાં તેમની પાસેથી તેઓ પૈસાની માંગ કરી રહ્યા છે. બેંકે જણાવ્યું કે, "આ કપરા સમયમાં આપણે મદદ અને ફંડ્સ માટેની ઘણી સાચી અપીલ મેળવી છે, તેથી જાણીતા વ્યક્તિની વિનંતી આપણને સાચી લાગે છે. તેમાંય જાણીતા વ્યક્તિ દ્વારા તમને આ વિનંતી મળતી હોવાથી તમે કંઇ પણ વિચાર્યા વગર નાણાની આપલે કરો છો. પરંતુ આવા કિસ્સામાં હંમેશા સતર્કતા દાખવો અને આવી કોઇ પણ વિનંતીની તપાસ કરો. જો તમારા ફેસબુક અને વોટ્સએપ એકાઉન્ટ હેક થઇ જાય તો તેની તરફ અધિકારીઓનું ધ્યાન દોરો."

આ પણ વાંચો - શું તમે જાણો છો ATM કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો? જાણો કઇ રીતે કરવો ક્લેમ

ડેબિટ કાર્ડ સેફ્ટી

અન્ય એક ઇમેઇલમાં, આઇસીઆઇસીઆઇ બેંકે એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની છેતરપિંડીથી બચવા માટે સલામતી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

- એટીએમ/ડેબિટ કાર્ડને તમારા બેંક ખાતાની ચાવી તરીકે રાખો.

- ઉપયોગ માટે તમારું કાર્ડ બીજા ક્યારેય આપશો નહીં. ક્યારેય પણ ક્યાંય પિન ન લખશો.

- જ્યારે ફોન પર અથવા ઇ-મેઇલ દ્વારા વિનંતી કરવામાં આવે ત્યારે તમારી નાણાકીય માહિતી ક્યારેય શેર કરશો નહીં.

- એટીએમ/શાખામાં અજાણ્યા લોકોની મદદ લેશો નહીં, તેના બદલે કોઈ પણ બેંક અધિકારીનો સંપર્ક કરો.

- એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે, ખાતરી કરો કે તમારી પાછળ કોઈ ઉભું નથી. કીપેડને હંમેશા તમારી આંગળીઓ વડે ઢાંકીને પિન દાખલ કરો.

- ICICI બેંક તમને ક્યારેય ઈમેલ કરશે નહીં કે કોલ કરીને તમારો પિન, પાસવર્ડ કે અન્ય ગોપનીય એકાઉન્ટની જાણકારી માંગશે નહીં.

- અજાણ્યા ઇ-મેઇલની લિંક્સને ફોલો કરશો નહીં. આ લિંક્સ તમને બનાવટી વેબસાઇટ્સ પર નેવિગેટ કરી શકે છે.

- તમારે બેંક દ્વારા ઓફર કરવામાં આવતી એસએમએસ અને ઇ-મેઇલ નોટિફિકેશન સેવાઓ માટે નોંધણી કરાવવી આવશ્યક છે જેથી તમે તમારી બેંકિંગ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકો.

- કોઈપણ અનધિકૃત ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં તમારે તેને તાત્કાલિક તમારી બેંકને જાણ કરવી આવશ્યક છે.

- આઈસીઆઈસીઆઈ બેન્કે પોતાની ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે, ક્યારેય પણ તમારા કાર્ડની ડિટેલ તમારા સ્માર્ટફોન કે લેપટોપ પર સ્ટોર ન કરો.
First published:

Tags: Bank, Bank Fraud, Business, ICICI, ICICI Banks

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन