Home /News /business /

આનંદો! આ બે મોટી બેંકોએ Fixed Deposit પર વ્યાજદરમાં કર્યો વધારો- જાણો વિગત

આનંદો! આ બે મોટી બેંકોએ Fixed Deposit પર વ્યાજદરમાં કર્યો વધારો- જાણો વિગત

ફિક્સ્ડ ડિપોઝિટ

Fixed Deposits: દેશની બે મોટી બેંક HDFC Bank અને ICICI Bank તરફથી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાદરમાં વધારો કરવામાં આવ્યો છે.

    મુંબઈ: બચત માટે અનેક રસ્તા છે. જેમાંથી એક રસ્તો ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) છે. લોકો એફડી માટે સુરક્ષિત અને વધારે વ્યાજ મળતું હોય તેવી બેંકની પસંદગી કરતા હોય છે. જો તમે પણ હાલ ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. દેશની બે મોટી બેંક એચડીએફસી બેંક (HDFC Bank) અને આઈસીઆઈસીઆઈ બેંકે (ICICI Bank) ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર (Fixed Deposit rates)માં વધારો કર્યો છે. એટલે કે હવે આ બંને બેંકમાં એફડી કરાવવા પર તમને વધારે વળતર મળશે.

    એચડીએફસી બેંક (HDFC bank)

    દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસીએ પહેલી ડિસેમ્બર, 2021થી ફિક્સ્ડ ડિપોઝિટના નવા દરો જાહેર કર્યા છે. 1 ડિસેમ્બરથી લાગુ થયેલા નવા વ્યાજદરની વિગત નીચે પ્રમાણે છે.

    7- 14 દિવસ: 2.50%
    15- 29 દિવસ: 2.50%
    30- 45 દિવસ: 3.00%
    46- 60 દિવસ: 3.00%
    61-90 દિવસ: 3.00%
    91 દિવસ - 6 મહિના: 3.50%
    6 મહિના 1 દિવસ - 9 મહિના: 4.40%
    9 મહિના 1 દિવસ <1 વર્ષ : 4.40%
    1 વર્ષ: 4.90%
    1 વર્ષ 1 દિવસ- 2 વર્ષ: 5.00%
    2 વર્ષ 1 દિવસ- 3 વર્ષ: 5.15%
    3 વર્ષ 1 દિવસ- 5 વર્ષ: 5.35%
    5 વર્ષ 1 દિવસ- 10 વર્ષ: 5.50%

    આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)

    દેશની ખાનગી ક્ષેત્રની બીજી એક મોટી બેંક આઈસીઆઈસીઆઈ સાત દિવસથી 10 વર્ષ સુધી એફડીની સુવિધા આપે છે. જેમાં બેંક 2.5 ટકાથી લઈને 5.50 ટકા સુધી વ્યાજ ઑફર કરે છે. આઈસીઆઈસીઆઈ બેંકના ફિક્સ્ડ ડિપોઝિટ પર નવા દર 16મી નવેમ્બર, 2021થી લાગૂ થયા છે. આ વ્યાજદર નીચે પ્રમાણે છે.

    7થી 14 દિવસ: 2.50%
    15થી to 29 દિવસ: 2.50%
    30થી to 45 દિવસ: 3%
    46થી 60 દિવસ: 3%
    61થી 90 દિવસ: 3%
    91થી 120 દિવસ: 3.5%
    121થી 184 દિવસ: 3.5%
    185થી 210 દિવસ: 4.40%
    211થી 270 દિવસ: 4.40%
    271થી 289 દિવસ: 4.40%
    290થી <1: 4.40%
    1 વર્ષથી 389 દિવસ: 4.9%
    390 દિવસથી <18 મહિના: 4.9%
    18 મહિનાથી 2 વર્ષ: 5%
    2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: 5.15%
    3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: 5.35%
    5 ર્ષ 1 દિવસથી 10 વર્ષ 5.50%

    અહીં એક વાત નોંધવી રહી કે વરિષ્ઠ નાગરિકોને બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા પર 0.50% વધારે વળતર મળે છે. એટલે કે સામાન્ય લોકોની સરખામણીમાં તેમને અડધો ટકા વધારે વળતર મળે છે.

    આ પણ વાંચો: SBI કે Post Office? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધારે વ્યાજ

    Fixed Deposit: એક નાની ભૂલ તમને લગાડી શકે છે ચૂનો

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)એ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit)ને લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેનાથી તમારી એફડી પર ઓછું વ્યાજ (Interest of FD) મળશે. આ નવા નિયમને પગલે તમારે હવે ત્રણથી ચાર ટકા સુધી નુકસાન ભોગવવું પડે શકે છે. હવે તમારે એફડી કરાવવા પહેલા તૈયારી કરવી પડશે! જેમાં નાની એવી ભૂલ પણ તમને મોટું નુકસાન (Loss of interest) કરાવી શકે છે. સામાન્ય રીતે ગ્રાહકો એક વખત FD કરાવ્યા બાદ તેના પર ક્લેમ ન કરે તો બેંકો તેને આગળ વધારી દે છે. પરંતુ હવે તમારી એફડીની પાકતી તારીખે જો તમે ક્લેઇમ નથી કરતા તો બેંક જાતે તેને આગળ નહીં વધારી શકે. એટલે કે હવે એફડીને આગળ વધારવા માટે બેંકને સૂચના આપવી જરૂરી બનશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: FD, Fixed Deposit, HDFC Bank, આઇસીઆઇસીઆઇ બેંક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन