IT વિભાગે 8 મહિના સુધી પોતાની પાસે રાખી નીરવ મોદીના કારનામાઓની વિગત- રિપોર્ટ

News18 Gujarati
Updated: December 3, 2018, 2:23 PM IST
IT વિભાગે 8 મહિના સુધી પોતાની પાસે રાખી નીરવ મોદીના કારનામાઓની વિગત- રિપોર્ટ
નિરવ મોદી (ફાઇલ ફોટો)

મીડિયા રિપોર્ટ મુજબ, પીએનબી સ્કેમ બહાર આવ્યું તેના 8 મહિના પહેલા જ ઇન્કમટેક્સ વિભાગને નીરવ મોદીના કાળા કારનામાઓની ગંધ આવી ગઈ હતી, પરંતુ બીજી તપાસ એજન્સીઓને આ જાણકારી શેર ન કરી

  • Share this:
પંજાબ નેશનલ બેંક (પીએનબી) પાસેથી હજારો કરોડોની લોન લઈને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીના કારનામાઓ વિશે ઇન્કમ ટેક્સ વિભાગને પહેલાથી જ જાણકારી હતી. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે આ વાતનો ખુલાસો કર્યો છે. અખબાર મુજબ ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં કહેવામાં આવ્યું છે કે ગોટાળો બહાર આવ્યો તેના 8 મહિના પહેલાથી જ નીરવ મોદીના કાળા કારનામાઓની ગંધ આવી ગઈ હતી, પરંતુ વિભાગે બીજી તપાસ એજન્સીઓને આ જાણકારી આપી નહોતી.

નીરવ મોદીના કાળા કારનામાઓમાં હીરાનું નકલી ખરીદ-વેચાણ, શેરનો રેટ વધારીને દર્શાવવો, સંબંધીઓને ખોટી લોન આપવી અને નકલી ડોક્યુમેન્ટ્સ દ્વારા લોન લેવા જેવા બાબતો સામેલ છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નીરવ મોદીને લઈને દસ હજાર પાનાઓનો રિપોર્ટ 8 જૂન 2017ના રોજ તૈયાર કર્યો હતો, પરંતુ તેની જાણકારી સીબીઆઈ, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO), ઇર્ન્ફોસમેન્ટ ડિરોક્ટરેટ (ED), ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)ને ન આપવામાં આવી. એવામાં 8 મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી 2018માં પીએનબી ગોટાળાનો ખુલાસો થઈ ગયો.

ઇન્કમ ટેક્સ વિભાગના એક સિનિયર અધિકારી મુજબ, આ જાણકારીઓ બીજી તપાસ એજન્સીઓની સાથે એટલા માટે શરે ન કરવામાં આવ્યો કારણ કે એવો કોઈ પ્રોટોકોલ નથી. તેઓએ કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોકસીનો ગોટાળો સામે આવ્યા બાદ આ વર્ષે જુલાઈ-ઓગસ્ટથી ડિપાર્ટમેન્ટને તમામ જાણકારી ફાઇનેન્સીયલ ઇન્ટેલીજન્સ યુનિટ (FIU)ને શેર કરવા કહ્યું હતું. FIU બાદમાં તમામ જાણકારીઓ બીજી એજન્સીઓને પણ આપે છે.

શું છે મામલો?
- પીએનબી સ્કેમમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે
- તેણે પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાંચના અધિકારીઓની મિલીભગતથી આ સ્કેમ કર્યું
- નીરવ અને તેના મામા મેહુલ ચોકસીએ નકલી લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા બેંકની રકમ લઈને વિદેશમાં ટ્રાન્સફર કરી
- સરકાર બંને ભાગેડુ કારોબારીઓના પ્રત્યર્પણના પ્રયાસોમાં લાગેલી છે
- નીરવ મોદી હાલ બ્રિટનમાં છે. મેહુલ ચોકસી અન્ટીગાની નાગરિકતા લઈ ચૂકયો છે
First published: December 3, 2018, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading