Home /News /business /

Hyundaiએ શેર કર્યો New Cretaનો ડિઝાઇન સ્કેચ, આવું હશે ઇન્ટિરીયર

Hyundaiએ શેર કર્યો New Cretaનો ડિઝાઇન સ્કેચ, આવું હશે ઇન્ટિરીયર

ન્યૂ ક્રેટા કાર ડિઝાઇન સ્કેચ

Hyundai New Creta Car: આ અપડેટેડ મોડલને પહેલા ઇન્ડોનેશિયા (Indonesia)માં લોન્ચ કરવામાં આવશે, જે આગામી વર્ષે ભારતમાં એન્ટ્રી કરશે.

મુંબઈ: કોરિયન કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ (Car Company Hyundai)એ લગભગ એક વર્ષ પહેલા ભારતમાં ન્યૂ જનરેશન ક્રેટા (New Generation Creta) લોન્ચ કરી હતી અને હવે કંપની આ SUVનું ફેસલિફ્ટ મોડલ તૈયાર કરી રહી છે. જોકે, આ અપડેટેડ મોડલને પહેલા ઇન્ડોનેશિયા (Indonesia)માં લોન્ચ કરવામાં આવશે, જે આગામી વર્ષે ભારતમાં એન્ટ્રી કરશે. આ SUV કારમાં અનેક નવા ફીચર્સ (Creta SUV Features) સામેલ થશે. આ ઉપરાંત અમુક કોસ્મેટિક (Interior and Exterior) બદલાવ પણ જોવા મળશે.

કેવું હશે એક્સટિરીયર?

સ્કેચમાં તેની ફ્રંટ પ્રોફાઇલની ઝલક જોવા મળી રહી છે. તેની ફ્રંટ પ્રાફાઇલ હ્યુન્ડાઇ ટ્યૂસોનથી ઇન્સ્પાયર્ડ હશે. ફેસલિફ્ટ ક્રેટામાં એલઇડી DRLSની સાથે પેરામેટ્રિક જ્વેલ પેટર્ન ફ્રંટ ગ્રિલ આપવામાં આવી છે. આ સિવાય તેમાં નવા સ્ટેક્ડ હેન્ડલ્સ અને નવા ફ્રંટ બંપર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત SUVમાં ટ્રેડમાર્ક બૂમરેંગ ટાઇપ રીઅર લાઇટ અને હાઇ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ (HMSL) પણ હશે.

ઇન્ટિરીયર

SUVના ઇન્ટીરીયરની વાત કરીએ તો તેના ડિઝાઇન અને લેઆઉટમાં કોઇ ખાસ બદલાવ કરવામાં આવ્યો નથી. તેના ડોર પેડ્સની સાથે-સાથે ડેશબોર્ડ પર મલ્ટી-કલર થીમ મળી શકે છે. વચ્ચે કંસોલ પર જોડાયેલ ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ રહેલ છે, જેનો આકાર વેરિએન્ટ અને માર્કેટ અનુસાર બદલી શકે છે. સાથે જ ડિઝાઇન સ્કેચમાં ચાર-સ્પોકવાળા સ્ટીયરીંગ વીલ, ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, સિલ્વર સરાઉન્ડ્સની સાથે ગિયર નોબ, સાઇડમાં વર્ટિકલ અને વચ્ચે હોરિઝોન્ટલ વેન્ટ્સ જેવા ફીચર્સ જોવા મળ્યા છે.

Creta SUV interior and exterior
ઇન્ટિરીયર


કેવા હશે સંભવિત ફીચર્સ?

ન્યૂ ક્રેટાના સંભવિત ફીચર્સમાં હાલના મોડલની જેમાં 10.25 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, પેનોરમિક સનરૂફ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ, ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને બોસ સાઉન્ડ સિસ્ટમ સામેલ છે. પેસેન્જર સેફ્ટી માટે તેમાં 6 એરબેગ્સ, રિયર પાર્કિંગ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, રિયર ડિસ્ક બ્રેક અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા ફીચર્સ મળી શકે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન છો? આ 5 કાર તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, આપશે શાનદાર માઇલેજ

જોકે, તેના ફીચરની ચોક્કસ જાણકારી આગામી સમયમાં સામે આવી શકે છે. આપને જણાવી દઇએ કે હ્યુન્ડાઇ ફેસલિફ્ટ પહેલા ઇન્ડોનેશિયામાં બનાવવામાં અને વેચવામાં આવશે. ભારતમાં આ કાર વર્ષ 2022માં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફેસલિફ્ટ વર્ઝનની કિંમત રેગ્યુલર મોડલની સરખામણીએ વધુ હોઇ શકે છે.

આ પણ વાંચો: TATA Punch SUV લૉંચ: તસવીરો સાથે જુઓ કારના ફીચર્સ અને માઇલેજ સહિતની વિગત

Creta SUV interior and exterior

વર્તમાનમાં ક્રેટાની કિંમત 10.16 લાખથી 17.87 લાખ(એક્સ શો-રૂમ દિલ્હી)ની વચ્ચે છે. સેગમેન્ટમાં આ એસયૂવીની સ્પર્ધા મારૂતિ સુઝૂકી એસ-ક્રોસ, કિયા સેલ્ટોસ, રેનો ડસ્ટર, નિસાન કિક્સ, ફોક્સવેગન ટાઇગન, સ્કોડા કુશાક અને એમજી એસ્ટર સાથે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Creta, Hyundai, કાર, ભારત

આગામી સમાચાર