Hyundai Car Price Hike:ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાની સીધી અસર વાહનોના ભાવ પર પડી રહી છે. ઓટોમોબાઈલ (Automobile)ઉત્પાદકો વધેલા નાણાકીય બોજને ગ્રાહકોના ખિસ્સા પર ટ્રાન્સફર કરી રહ્યા છે. ક્યાંક ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, તો ક્યાંક સેમિકન્ડક્ટર ચીપના અભાવે ઉત્પાદનમાં ઘટાડો થાય છે, આ બધી ખામીઓનો ભાર ગ્રાહકો ચૂકવી રહ્યા છે.
ફોક્સવેગન બાદ હવે, હ્યુન્ડાઈએ પણ પોતાના વાહનોની કિંમતમાં (Hyundai Car Price Hike)વધારો કર્યો હોવાના સમાચાર છે. હ્યુન્ડાઈ (Hyundai)એ હાલમાં SUV લાઇનઅપની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીના આ પગલાથી વેન્યૂ, ક્રેટા ( (Hyundai Creta Price))અને અલ્કાઝરના ભાવમાં વધારો થયો છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ કંપનીએ પોતાની કારની કિંમતોમાં વધારો કર્યો હતો.
હ્યુન્ડાઈ વેન્યૂની નવી કિંમતો
હ્યુન્ડાઈએ વેન્યુની કિંમતોમાં 12,100 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારા પછી વેન્યૂ પ્રાઈસ હવે 7.11 લાખ રૂપિયાથી શરૂ થઈને 11.84 લાખ રૂપિયા સુધી જાય છે. વેન્યૂના SX ડીઝલ વેરિઅન્ટ સિવાયના તમામ વેરિઅન્ટની કિંમતોમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. વેન્યૂના પેટ્રોલ વેરિઅન્ટની કિંમતોમાં 12,000 રૂપિયા સુધીનો વધારો થયો છે.
હ્યુન્ડાઈની સૌથી લોકપ્રિય એસયુવી ક્રેટા (SUV Creta) ની કિંમતમાં 21,100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ક્રેટાના બેઝ વેરિઅન્ટ Creta-Eની કિંમતોમાં રૂ. 21,000 અને ટોપ વેરિઅન્ટ સ્પેક SX (O) ની કિંમતમાં રૂ. 21,100નો વધારો થયો છે. જ્યારે પેટ્રોલ વેરિઅન્ટના ભાવમાં 18,100 રૂપિયા સુધીનો વધારો થયો છે. હ્યુન્ડાઈ ક્રેટાના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 10.44 લાખ રૂપિયાથી 18.15 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે ડીઝલ વેરિઅન્ટની કિંમત 10.91 લાખ રૂપિયાથી 18.18 લાખ રૂપિયા સુધીની છે.
હ્યુન્ડાઈ અલ્ઝકારની કિંમત (Hyundai Alcazar)
હ્યુન્ડાઈ અલ્ઝકારના પેટ્રોલ વર્ઝનની કિંમત 16.44 લાખ રૂપિયાથી વધીને 19.95 લાખ રૂપિયા થઈ ગઈ છે. ડીઝલ વર્ઝનની કિંમત પણ રૂ. 16.85 લાખથી રૂ. 19.99 લાખની વચ્ચે વધી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઓડી ઇન્ડિયા, બીએમડબલ્યુ, ટાટા મોટર્સ અને ટોયોટા ઇન્ડિયાએ 1 એપ્રિલ, 2022ના રોજ વાહનોના ભાવમાં વધારો કર્યો હતો. બીજી તરફ હીરો મોટોકોર્પ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અનુક્રમે 5 એપ્રિલ અને 14 એપ્રિલના રોજ કિંમતોમાં વધારો કર્યો હતો. ઇનપુટ ખર્ચમાં વધારો ચોક્કસપણે વાહન ઉત્પાદકો માટે આ પગલું ભરવાનું એક મુખ્ય કારણ રહ્યું છે. જોકે, નવા કેલેન્ડર વર્ષ અને નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં વાહન ઉત્પાદકોમાં વાહનના ભાવમાં વધારો કરતા જ હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર