Hyundai Creta Facelift પરથી ઉઠ્યો પડદો, જાણો કેવા છે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ?

હ્યુન્ડાઈ ક્રેટા 2022 ફેસલિફ્ટ

Hyundai creta 2022 facelift: અપકમિંગ હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટમાં હાલના મોડલની સરખામણીએ ઘણા નવા ફીચર્સ જોવા મળશે. જેમાં એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ્સ (ADAS) પણ સામેલ છે.

  • Share this:
મુંબઈ: લાંબી રાહ બાદ ઇન્ડોનેશિયન ઓટો શો (Indonesian auto show)માં હ્યુન્ડાઇએ ક્રેટા 2022 ફેસલિફ્ટ (Hyundai Creta 2022 Facelift) પરથી પડદો હટાવ્યો છે. શાનદાર લુક અને પાવરફુલ ફીચર્સ (Look & Features)ની સાથે આ એસયૂવી (SUV) પહેલા કરતા વધુ દમદાર લાગી રહી છે. ક્રેટા ફેસલિફ્ટને આ વર્ષે ઇન્ડોનેશિયન માર્કેટમાં લોન્ચ (Launched in Indonesian Market) કરવામાં આવશે. જોકે, ભારતમાં આ કાર ક્યારે લોન્ચ થશે તેને લઇને કોઇ સ્પષ્ટીકરણ નથી. ક્રેટા ફેસલિફ્ટ (Creta Facelift)માં ઘણા કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યા છે, જેથી આ કાર વધુ આકર્ષક બની છે.

નવી ડિઝાઇન

2022 હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ (Hyundai Creta 2022 facelift) કંપનીની પ્રીમિયમ એસયૂવી હ્યુન્ડાઈ Tucson સાથે ઘણી મળતી આવે છે, જેનો ફ્રન્ટ એકદમ નવો છે અને તેમાં રિડિઝાઇન્ડ ગ્રીલની સાથે બંને તરફ એલઇડી DRL લાગેલા છે. તેમાં ડ્યુઅલ બીમ પ્રોજેક્ટર હેડલેમ્પની સાથે નવું ફ્રન્ટ બમ્પર અને સિલ્વર કલરની ફોક્સ સ્કિડ પ્લેટ લગાવેલી છે. આ ઉપરાંત કારમાં નવા ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ પણ છે.

લેટેસ્ટ ફીચર્સ

અપકમિંગ હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટમાં હાલના મોડલની સરખામણીએ ઘણા નવા ફીચર્સ જોવા મળશે. જેમાં એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ્સ (ADAS) પણ સામેલ છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટવાળા 10.25 ઇંચની ટચસ્ક્રિન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એર પ્યૂરિફાયર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, બોસ સ્ટીરિયો સિસ્ટમ, પેનારોમિક સનરૂફ, બ્લૂલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી સહિત અને સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફીચર્સ છે.

આ પણ વાંચો: XC90: વોલ્વો કાર ઇન્ડિયાએ લૉંચ કરી એસયૂવી એક્સસી90, જાણો કિંમત અને ફીચર્સ




એન્જીન અને પાવર

2022 હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટના એન્જીન, પાવર અને ટ્રાન્સમિશનની વાત કરીએ તો તેમાં 1.5 લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન લગાવાયું છે. જે 115PS સુધી પાવર અને 144 Nm ટોર્ક જનરેટ કરશે. આ સાથે જ 1.5 લીટરનું CRDi ડીઝલ એન્જીન અને 1.4 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન જોવા મળશે. તેને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Maruti Suzuki Celerio 2021: મારુતિ સુઝુકીએ લૉંચ કરી સેલેરિયો 2021, જાણો કિંમત અને ફીચર્સ વિશે

અલગ અલગ ડ્રાઇવિંગ મોડ

ક્રેટા 2022 અલગ અલગ 4 ડ્રાઇવિંગ મોડ- ઇકો, કમ્ફર્ટ, સ્માર્ટ અને સ્પોર્ટમાં આવશે. ભારતીય માર્કેટમાં કંપની આ કાર ક્યારે અને ક્યા ફીચર્સ સાથે લોન્ચ કરશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ અનુમાન છે કે, આવતા વર્ષે કંપની ભારતમાં આ કાર લાવી શકે છે.
First published: