નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિએ મનમોહન સિંહના ગુણગાન ગાયા! મંદીથી બહાર આવવા આપી આ સલાહ

News18 Gujarati
Updated: October 14, 2019, 2:29 PM IST
નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિએ મનમોહન સિંહના ગુણગાન ગાયા! મંદીથી બહાર આવવા આપી આ સલાહ
નાણા મંત્રી નિર્મલા સીતારમણ પતિ પ્રભાકર સાથે (ફાઇલ તસવીર)

પી. પ્રભાકરે કહ્યુ કે, મોદી સરકારે 'રાવ-સિંહની આર્થિક નીતિ'માંથી કંઈક શીખ લેવી જોઈએ

  • Share this:
નવી દિલ્હી : દેશની સુસ્ત ચાલી રહેલી અર્થવ્યવસ્થા (Indian Economy)નો સામનો કરી રહેલી મોદી સરકાર (Modi Government) માટે એક ચોંકાવનારા સમાચાર છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ના પતિ પરકલા પ્રભાકર (P. Prabhakar)એ મોદી સરકારને 1991ની પી.વી. નરસિમ્હારાવ સરકારનું આર્થિક મૉડલ અપનાવવાની સલાહ આપી છે. તે સમયે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દેશના નાણામંત્રી હતા અને તે દરમિયાન દેશમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયું હતું.

નોંધનીય છે કે, મંદી (Economic slowdown)ના હોબાળા વચ્ચે ભારતને વધુ એક આંચકો લાગી શકે છે. વિશ્વ બેંક (World Bank)એ હવે ભારતના વિકાસ દર (India growth rate)નું અનુમાન ઘટાડી દીધું છે. ભારતના ગ્રોથ રેટને ઘટાડીને 6 ટકા કરી દીધો છે. વર્ષ 2018-19માં ભારતનો ગ્રોથ રેટ 6.9 ટકા હતો. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund)ની સાથે વાર્ષિક બેઠક બાદ વિશ્વ બેંકે આ જાહેરાત કરી છે.

'ધ હિન્દુ' અખબાર માટે લખેલી કૉલમમાં પ્રભાકરે તર્ક આપ્યો છે કે હાલની સરકારને 'રાવ-સિંહની આર્થિક નીતિ'થી એક શીખામણ લેવી જોઈએ, 1991માં કૉંગ્રેસ સરકારમાં જ્યારે રાવ વડાપ્રધાન હતા અને મનમોહનની પાસે નાણા મંત્રાલય હતું.

પ્રભાકરે વધુમાં લખ્યું છે કે, ગાંધીવાદી તથા સમાજવાદની સાથે ભાજપના ચેડાં તેની સ્થાપના બાદ કેટલાક મહિનાઓથી વધુ ન ચાલી. આર્થિક નીતિની વાત કરીએ તો પાર્ટીએ મુખ્ય રીતે 'આ નહીં, આ નહીં'ને અપનાવ્યું છે, એ જણાવ્યા વગર કે તેમની પોતાની નીતિ શું છે. પ્રભાકરે સૂચન આપ્યું કે મોદી સરકારે આર્થિક મોરચે પોતાના પ્રદર્શનને બદલે 'એક બાહુબલ રાજનીતિ, રાષ્ટ્રવાદ અને સુરક્ષા'ને ચૂંટણી મુદ્દો બનાવ્યો.

'રાવ ઇકોનૉમી માટે ભાજપના પટેલ હોઈ શકે છે'

પોતાની આ કૉલમમાં પ્રભાકરે એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે ભાજપ આર્થિક મોરચે નરસિમ્હા રાવને રોલ મૉડલ તરીકે લઈ શકે છે, જેમ કે રાજકીય મોરચે ભાજપે સરદાર પટેલ માટે કર્યુ છે.પ્રભાકરે કહ્યુ કે, ભાજપે રાવના 1991ના આર્થિક મૉડલને ન તો પડકાર આપ્યો છે ન તો અસ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે રાવ-સિંહનું મૉડલ કામ આવી શકે છે.

આ પણ વાંચો,

IRCTCના શૅર ખરીદનારા થયા માલામાલ, એક દિવસમાં મળ્યો 100 ટકાથી વધુનો નફો
માત્ર બે લાખ રૂપિયા લગાવીને દર મહિને રૂ.50,000 સુધી કરો કમાણી
First published: October 14, 2019, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading