એશિયામાં સૌથી અમીર અને દુનિયાના નવમા સૌથી રઈસ બન્યા મુકેશ અંબાણી

News18 Gujarati
Updated: February 27, 2020, 12:04 PM IST
એશિયામાં સૌથી અમીર અને દુનિયાના નવમા સૌથી રઈસ બન્યા મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

Amazonના જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ; અમદાવાદના 12 અબજપતિઓની પાસે 36 અબજ ડૉલરની સંપત્તિ

  • Share this:
મુંબઈ : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) દેશની સાથોસાથ એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કુલ 37 અબજ ડૉલર એટલે કે લગભગ 4801.82 અબજ રૂપિયાના નેટવર્થની સાથે તેઓ વિશ્વના નવમા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીએ આ દરમિયાન દરેક કલાકે 7 કરોડ રૂપિયા કમાયા. આ જાણકારી 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020' (Hurun Global Rich List 2020)થી સામે આવી છે. દુનિયામાં ચાલી રહેલી આર્થિક સુસ્તીની વચ્ચે 2019માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા અને તેમને મેળવીને અબજપતિઓની કુલ સંખ્યા 138 થઈ ગઈ છે. આ આંકડો ચીન અને અમેરિકા બાદ સૌથી વધુ છે. 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020' અનુસાર, 799 અબજપતિઓની સંખ્યા સાથે ચીન યાદીમાં પહેલા સ્થાને અને 626 અબજપતિઓ સાથે અમેરિકા બીજા સ્થાને છે.

સતત ત્રીજા વર્ષે દુનિયામાં સૌથી અમીર બન્યા જેફ બેજોસ

એક અબજથી વધુ નેટવર્થવાળી વ્યક્તિઓની ગણતરીના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. તેના હિસાબથી દુનિયામાં કુલ 2,817 અબજપતિ છે. અમેઝોન ડૉટ કૉમના સીઈઓ જેફ બેજોસ (Jeff Bezos) દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 140 અબજ ડૉલર છે. ત્યારબાદ 107 અબજ ડૉલરની નેટવર્થની સાથે એલએમવીએચના બર્નાર્ડ ઑરનૉલ્ટ બીજા અને 106 અબજ ડૉલરની નેટવર્થ સાથે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ત્રીજા સ્થાને છે.

ભારતના સૌથી અમીર 5 ભારતીય

આ યાદીમાં મુકેશ અંબાણી બાદ 2700 કરોડ ડૉલર (1.91 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે એસપી હિન્દુજા પરિવાર બીજા સ્થાને આવે છે. બીજી તરફ 1700 કરોડ ડૉલર (1.20 લાખ કરોડ રૂપિયા)થી વધુ નેટવર્થ સાથે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. શિવ નાદર અને તેમનો પરિવાર લગભગ 17 અબજ ડૉલરની સાથે ચોથા, 1500 કરોડ ડૉલર (1.06 લાખ કરોડ રૂપિયા)થી વધુની સાથે લક્ષ્મી મિત્તલ પાંચમાં નંબરે છે. 2019માં ભારતની અંદર 34 નવા અબજપતિ બન્યા. ભારતના અબજપતિઓમાં જો ભારતથી બહાર રહેતા ભારતીય મૂળના અબજપતિઓને જોડવામાં આવે તો આંકડો 170 પર પહોંચી જાય છે.

ઉદય કોટક દુનિયાના સૌથી અમીર સેલ્ફ મેઇડ બેન્કર - કોટક બેંકના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડૉલર છે અને તેઓ ભારતીય અબજપતિઓમાં છઠ્ઠા સ્થાન પર છે, જ્યારે તેઓ દુનિયામાં પોતાના આપબળે બનેલા સૌથી અમીર બેન્કર છે.અજીમ પ્રેમજી સૌથી અમીરોમાં સાતમા સ્થાને છે, 12 અબજ ડૉલરની સાથે સાઇરસ પૂનાવાલા આઠમા અને 11 અબજ ડૉલરની સંપત્તિ સાથે સાઇરસ પાલોનજી મિસ્ત્રી તથા તેમના દીકરા શપૂર પાલોનજી મિસ્ત્રી નવમા અને દસમા સ્થાને છે. હુરુન રિચ લિસ્ટ 2010માં ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ માત્ર 24 વર્ષની ઉંમરે સૌથી યુવા ભારતીય છે જેમની નેટવર્થ 1.1 અબજ ડૉલર છે.

આ યાદીમાં 480 અબજપતિ જોડાયેલા છે. ભારતની અંદરની વાત કરીએ તો સૌથી વધુ 50 અબજપતિ મુંબઈમાં, 30 અબજપતિ દિલ્હીમાં, 17 અબજપતિ બેંગલુરુમાં અને 12 અબજપતિ અમદાવાદમાં છે.

મુંબઈમાં 50 અબજપતિઓની પાસે લગભગ 218 અબજ ડૉલર, નવી દિલ્હીના 30 અબજપતિઓની પાસે 76 અબજ ડૉલર, બેંગલુરુના 17 અબજપતિઓની પાસે 42 અબજ ડૉલર અને અમદાવાદના 12 અબજપતિઓની પાસે 36 અબજ ડૉલરની સંપત્તિ છે. બીજી તરફ હૈદરાબાદના 7 અબજપતિઓની પાસે 13 અબજ ડૉલરની સંપત્તિ છે.

આ પણ વાંચો, મોદી સરકાર હવે ખેડૂતોને આપશે 15-15 લાખ રૂપિયા, માત્ર કરવું પડશે આ કામ..!
First published: February 27, 2020, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading