દુનિયાના ટોપ 20 અમીરોમાં મુકેશ અંબાણીનું સ્થાન, સંપત્તિ 73% વધી

News18 Gujarati
Updated: March 2, 2018, 11:59 AM IST
દુનિયાના ટોપ 20 અમીરોમાં મુકેશ અંબાણીનું સ્થાન, સંપત્તિ 73% વધી

  • Share this:
ભારતને 2017માં 56 નવા અરબપતિ મળ્યાં છે. આ સાથે જ ભારતમાં એવા લોકોની સંખ્યા 131 થઈ ગઈ છે. હરૂન ગ્લોબલ તરફથી જાહેર કરેલ નવી રિચ લિસ્ટમાં ચીન 819 અરબપતિઓ સાથે પહેલા નંબર પર છે. જ્યારે અમેરિકામાં અરબપતિઓની સંખ્યા 571 છે. આ વખતે સૌથી ખાસ વાત રહી છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 45 બિલિયન ડોલર (લગભગ 2.92 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે આ લિસ્ટમાં સૌથી અમીર ભારતીય છે.

પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણે પોતાનો 8મો નંબર બરકરાર રાખ્યો છે. ગત વર્ષે પણ તેઓ આ લિસ્ટમાં 8માં નંબર પર જ હતાં. વર્ષ 2015માં આચાર્ય બાલકૃષ્ણ આ લિસ્ટમાં 25માં નંબર પર હતો. જેથી ગત વર્ષે તેમણે 10માં જગ્યા બનાવીને બધાને હેરાન કરાવી દીધા હતાં. તેમનો નંબર તો ગત વર્ષ જેટલો જ છે પરંતુ તેમણે પોતાની સંપત્તિને 224 ટકા વધારી દીધો છે.

ભારતમાં સૌથી વધારે અરબપતિ મુંબઈમાં રહે છે. અહીંયા કુલ 55 અરબપતિ છે જે પછી દિલ્હીનું સ્થાન છે જ્યાં 29 અરબપતિઓનો નિવાસ છે. ભારતમાં સૌથી વધારે અરબપતિ ફાર્મા સેક્ટરમાં છે. ફાર્મા સેક્ટરમાંથી 19 અરબપતિ છે. આ પછી ઓટોમોબાઈલ અને કોમ્પોનેન્ટ સેક્ટરમાંથી 14 અને કંન્ઝ્યૂમર પ્રોડ્ક્ટસ સેક્ટરમાંથી 11 અરબપતિ છે.

ભારતીય અરબપતિઓની કુલ સંયુક્ત સંપત્તિ 49 ટકા વધીને 454 અરબ ડોલર થઈ ગઈ છે. જ્યારે આ અરબપતિઓની આશરે વય 64 વર્ષ છે. ચીનમાં 819 અને અમેરિકામાં 571 અરબપતિઓ છે.

(નોંધ: ન્યૂઝ 18 ગુજરાતી નેટવર્ક 18 સમૂહનો ભાગ છે. ન્યૂઝ 18 હિંદી અને અન્ય ડિજીટલ, પ્રિંટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 અંતર્ગત છે. આનું સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.)
First published: March 2, 2018
વધુ વાંચો
अगली ख़बर