Paytmના IPO સામે આવ્યું અજીબ વિઘ્ન, કહાનીમાં આવ્યો નવો ટ્વીસ્ટ- જાણો સમગ્ર મામલો

પ્રતીકાત્મક તસવીર

Paytm IPO: અશોક કુમાર સેક્સેના (Ashok Kumar Saxena)એ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તેઓ Paytmનું શોષણ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, Paytm હાઇ-પ્રોફાઇલ સ્થિતિમાં છે અને તેમની વ્યક્તિગત હેસિયત નથી કે તેઓ Paytmનું શોષણ કરી શકે.

  • Share this:
    મુંબઈ: Paytmના 2.2 અબજ ડૉલરના IPO સામે એક અજીબ વિઘ્ન આવ્યું છે. આ વિઘ્ન કંપનીના 71 વર્ષીય પૂર્વ ડાયરેક્ટર અશોક કુમાર સક્સેના (Ashok Kumar Saxena) છે. અશોક કુમારે માર્કેટ રેગ્યુલેટર SEBI (Securities and exchange board of India)ને IPO રોકવા માટે અરજી કરી છે. તેમનો આરોપ છે કે તેઓ કંપનીના કો-ફાઉન્ડર (Paytm Co-Founder) છે અને દશકા પહેલા તેમણે કંપનીમાં 27,500 ડૉલર (20.42) લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ તેમને કંપનીના શેર મળ્યા નથી. રૉયટર્સના જણાવ્યા પ્રમાણે પેટીએમ તરફથી અશોક કુમારના દાવાને બોગસ ગણાવવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં શોષણની ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે. Paytm તરફથી જુલાઈમાં આઈપીઓ (Paytm IPO) માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ આ ક્રિમિનલ કેસને કારણે પેટીએમના આઈપીઓને ઝટકો લાગ્યો છે.

    જોકે, અશોક કુમાર સેક્સેનાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તેઓ Paytmનું શોષણ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, Paytm હાઇ-પ્રોફાઇલ સ્થિતિમાં છે અને તેમની વ્યક્તિગત હેસિયત નથી કે તેઓ Paytmનું શોષણ કરી શકે. રૉયટર્સના જણાવ્યા પ્રમાણે સેક્સેનાએ માર્કેટ રેગ્યુલેટર SEBIનો સંપર્ક કર્યો છે, જેનાથી IPO રોકી શકાય. જોકે, આ મામલે સેબી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

    શેરહોલ્ડર એડ્વાઇઝરી ફર્મ InGovernના શ્રીરામ સુબ્રમણ્યને કહ્યુ કે, આ વિવાદને પગલે સેબી તપાસનો આદેશ આપી શકે છે. આના પગલે આઈપીઓમાં મોડું થઈ શકે છે. સેબી એવું સુનિશ્ચિત કરશે કે લિસ્ટિંગ પછી તેની અસર કંપની અને તેના શેર હોલ્ડર્સ પર ન પડે.

    શું છે આખો મામલો?

    આ આખા વિવાદની જડ એક પાનાનું એગ્રીમેન્ટ છે જે અશોક કુમાર સેક્સેના અને Paytmના સીઈઓ વિજય શેખર શર્મા વચ્ચે 2001માં સાઇન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે સેક્સેનાના Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં 55% ભાગીદારી મળશે. બાકીનો હિસ્સો શર્મા પાસે રહેશે. જોકે, આ મામલે પેટીએમ તરફથી કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.

    આ અંગે Paytm તરફથી દિલ્હી પોલીસને કહેવામાં આવ્યું છે કે, તે ફક્ત એક letter of intent છે. તેના પર કોઈ ડીલ નથી થઈ. Paytm તરફથી આ એગ્રીમેન્ટ દિલ્હી પોલીસને પણ બતાવવામાં આવ્યું છે. Paytm તરફથી દિલ્હી પોલીસને કહેવામાં આવ્યું છે કે સેક્સેના કંપનીના કો-ફાઉન્ડર નથી.

    સરકારે પાસે Paytmના જે શરૂઆતના દસ્તાવેજ હતા તે પ્રમાણે અશોક કુમાર સેક્સેના 2000થી 2004 દરમિયાન કંપનીના ડાયરેક્ટર હતા. પોલીસને આપવામાં આવેલા જવાબમાં Paytm તરફથી કહેવામાં આવ્યું છે કે, પેરેન્ટ કંપનીના પ્રથમ ડાયરેક્ટર્સમાં સક્સેના પણ હતા. પરંતુ ધીમે ધીમે કંપનીમાં તેમનો રસ ઓછો થતો ગયો હતો.

    Paytm તરફથી દલીલ કરવામાં આવી છે કે 2003-2004માં તેણે કંપનીના શેર ટ્રાન્સફર કર્યાં હતાં, સક્સેનાએ તેના પર સહમતિ પણ દર્શાવી હતી. જોકે, સેક્સેનાનું કહેવું છે કે તેમને કંપનીના શેર મળ્યા નથી.

    આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલ સહિત આવતા અઠવાડિયે લિસ્ટિંગ થનારા IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અચાનક કેમ ઘટવા લાગ્યું?

    આટલા વર્ષો સુધી શા મટે ચૂપ રહ્યા? તેવું પૂછતા સેક્સેનાએ જણાવ્યું કે, તેમના પરિવારમાં મેડિકલ ઇશ્યૂ હતો અને દસ્તાવેજ પણ ખોવાઈ ગયા હતા. સેક્સેનાના કહેવા પ્રમાણે તેમને ગત ઉનાળા દરમિયાન દસ્તાવેજ મળ્યા છે. તેમણે જણાવ્યું કે, "શેર અને પૈસા એક વાત છે. હું એવું પણ ઈચ્છું છું કે કંપનીના કો-ફાઉન્ડર તરીકે મને ઓળખવામાં આવે. જે આગામી પેઢીનો સવાલ છે." હાલ આ મામલો દિલ્હીની કોર્ટમાં પહોંચ્યો છે. આગામી સુનાવણી 23મી ઓગસ્ટના રોજ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published: