Nestle Price Hike: તમારી મનપસંદ Maggi માટે હવે ચૂકવવી પડશે વધારે કિંમત, કિંમતમાં 9-16 ટકાનો વધારો
Nestle Price Hike: તમારી મનપસંદ Maggi માટે હવે ચૂકવવી પડશે વધારે કિંમત, કિંમતમાં 9-16 ટકાનો વધારો
મેગીની કિંમત વધી
HUL & Nestle India Price Hike: નેસ્લે ઇન્ડિયા (Nestle India) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે મેગીની કિંમતમાં 9થી 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નેસ્લે ઇન્ડિયાએ મિલ્ક અને કૉફી પાઉડરની કિંમત પણ વધારી દીધી છે.
નવી દિલ્હી: હિન્દુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કૉફી, દૂધ પાઉડર અને નૂડલ્સની કિંમત 14મી માર્ચથી વધારી દીધી છે. CNBC-TV 18ના સમાચાર પ્રમાણે HUL તરફથી Bru કૉફીની કિંમતમાં 3-7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બ્રૂ ગોલ્ડ કૉફી જારની કિંમતમાં પણ 3-4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્સ્ટન્ટ ફૉફી પાઉચની કિંમત 3 ટકાથી લઈને 6.66 ટકા સુધી વધી છે. જ્યારા તાજમહેલ (Taj Mahal) ચાની કિંમત 3.7 ટકાથી લઈને 5.8 ટકા વધી ગઈ છે. બીજી તરફ નેસ્લે ઇન્ડિયા (Nestle India) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે મેગીની કિંમતમાં 9થી 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નેસ્લે ઇન્ડિયાએ મિલ્ક અને કૉફી પાઉડરની કિંમત પણ વધારી દીધી છે.
બ્રૂક બૉન્ડ (Brooke Bond) વેરિઅન્ટની અલગ અલગ ચાની કિંમત 1.5 ટકાથી લઈને 14 ટકા સુધી વધી ગઈ છે. HUL તરફથી કહેવામાં આવ્યું છે કે સતત વધી રહેલી મોંઘવાને કારણે કંપનીએ વધેલી કિંમતનો ભાર ગ્રાહકો પર નાખવો પડી રહ્યો છે.
નેસ્લેએ ભાવમાં કેટલો વધારો કર્યો?
બીજી તરફ નેસ્લે ઇન્ડિયા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે મેગીની કિંમતમાં 9થી 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નેસ્લે ઇન્ડિયાએ મિલ્ક અને કૉફી પાઉડરની કિંમત પણ વધારી દીધી છે.
કિંમત વધ્યા બાદ 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રૂપિયાને બદલે 11 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 140 ગ્રામના મેગીના પેકેટની કિંમત ત્રણ રૂપિયા એટલે કે 12.5 ટકા વધી છે. જ્યારે મેગીના 650 ગ્રામના પેકેટની કિંમત 96 રૂપિયાને બદલે 105 રૂપિયા ચૂકવવી પડશે. આ રીતે જોઈએ તો ભાવમાં 9.4 ટકાનો વધારો થયો છે.
નેસ્લેના એક લીટરવાળા A+ મિલ્ક પાઉડરની કિંમત વધી છે. પહેલા આ માટે તમારે 75 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે કિંમત વધીને 78 રૂપિયા થઈ છે. નેસ્કેફે ક્લાસિક પાઉડરની કિંમત 3-7 ટકા વધી છે. જ્યારે 25 ગ્રામના નેસ્કેફે પેકની કિંમત 2.5 ટકા વધી છે. આ માટે 78ના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ 50 ગ્રામના નેસ્કેફે ક્લાસિક માટે હવે 145ના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.
ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 12.96 ટકાથી વધીને 13.11 ટકા થયો
કોમર્સ મંત્રાલયે (Commerce ministry) આજે જથ્થાબંધ ફુગાવા (Wholesale Price Index)ના દર જાહેર કર્યા છે. કૉમર્સ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી, 2021 દરમિયાન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ ફુગાવો) 12.96 ટકા હતો. ફેબ્રુઆરી, 2022ના રોજ તે વધીને 13.11 ટકા થયો છે. ફેબ્રુઆરી, 2021ના રોજ જથ્થાબંધ ફુગાવાનો દર 4.83 ટકા હતો. આ સતત 11મો દિવસ છે જ્યારે જથ્થાબંધ ફુગાવો (Inflation) બે આંકડામાં રહ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર