રાહત! મોદી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ કાર પર નહી લાગે પ્રતિબંધ

News18 Gujarati
Updated: August 22, 2019, 8:37 PM IST
રાહત! મોદી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ કાર પર નહી લાગે પ્રતિબંધ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

થોડા દિવસ પહેલા નીતિ આયોગની ડ્રાફ્ટ ગાઈડ લાઈન્સમાં ડિઝલ અને પેટ્રોલ વાહનોને હટાવવા માટે એક સમય સીમા નક્કી કરવાની વાત કરવામાં આવી હતી.

  • Share this:
મંદીની મહામારીમાંથી પસાર થઈ રહેલી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને મોટી રાહત મળી છે. કેમ કે, સરકારે પેટ્રોલ અને ડિઝલ ગાડીઓ પર પ્રતિબંધ લગાવવાની વાત પર ના પાડી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરાકર ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રમોટ કરવા માટે સકારાત્મક પહેલ કરી રહી છે. પરંતુ, ડિઝલ અને પેટ્રોલ એન્જિનવાળી ગાડીઓને બેન કરવા અને ઈલેક્ટ્રીક વ્હીકલને રસ્તા પર લાવવા માટે હજુ હાલમાં કોઈ ડેડલાઈન નક્કી નથી કરવામાં આવી. તેમણે કહ્યું કે, નીતિ આયોગે આ પ્રસ્તાવ આપ્યો હતો.

થોડા દિવસ પહેલા નીતિ આયોગની ડ્રાફ્ટ ગાઈડ લાઈન્સમાં ડિઝલ અને પેટ્રોલ વાહનોને હટાવવા માટે એક સમય સીમા નક્કી કરવાની વાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં નીતિ આયોગે 2023 સુધી તમામ થ્રી-વ્હીલર્સ અને 2025 સુધી 150સીસીથી ઓછા ટૂ-વ્હીલર્સના પ્રોડક્શન પર પ્રતિબંધ લગાવવાની સલાહ આપી હતી. આયોગે વાહન નિર્માતાઓને વાહનોની વિભિન્ન કેટેગરીની ઈલેક્ટ્રીક ગાડીઓથી બદલવા માટે પ્લાન લાવવાનું કહ્યું હતું અને નીતિ આયોગના ચીફ એક્ઝિક્યૂટિવ અમિતાભ કાંતની આગેવાનીવાળી કમિટીએ વાહન નિર્માતાઓને સમયસીમા આપી હતી.

એવામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન ઓટો સેક્ટર માટે મોટી રાહતના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં સળંગ 9મા મહિને ઘટાડો નોંધાયો છે. વેચાણના હિસાબે જુલાઈનો મહિનો ગત 18 વર્ષમાં સૌથી ખરાબ રહ્યો. આ દરમિયાન 31 ટકાનો ઘટાડો નોંધાયો.

ઓટો સેક્ટરની પરેશાનીઓ આખરે શું છે
એક્સપર્ટનું કહેવું છે કે, ઓટો સેક્ટરમાં આવેલા આ સ્લોડાઉનના ઘણા કારણ છે. સૌથી મોટુ કારણ અગામી વર્ષથી લાગૂ થનાર BS6 નાર્મ્સ છે. ઓટો સેક્ટરમાં ટ્રાંઝેક્શનનો ફેઝ ચાલી રહ્યો છે. કંપનીઓ BS VI પર શિફ્ટ થઈ રહી છે. એવામાં કંપનીઓને ખર્ચ વધી રહ્યો છે. એટલે કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ પણ છે. આ સિવાય કંપનીઓ પાસે પહેલાથી બનેલી BS IV કારને નીકાળવાનું પણ દબાણ છે, એટલે ઓટો સેક્ટરની તમામ કંપનીઓ પોતાની જાતને મુશેકેલીમાં અનુભવી રહી છે.
First published: August 22, 2019, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading