Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો, પણ 31મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નહીં

પ્રતિકાત્મક તસવીર

Petrol Diesel Price Today: ગુજરાતના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

  • Share this:
    Petrol Diesel Price Today: કાચા તેલ (Crude Oil)ના દુનિયામાં મોટા ગ્રાહક ચીન (Chine)માં પ્રોડક્શન પાટે નથી ચડી રહ્યુ. મૂળે, અહીં કોવિડ-19ના ડેલ્ટા-વેરિયન્ટ (Covid-19 Delta Variant)નો કહેર ફરથી ફેલાઇ રહ્યો છે. તેની અસર ઓઇલ માર્કેટ પર પડી છે. આ ઉપરાંત, દુનિયાના અન્ય દેશોમાં પણ કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટના કારણે ગ્લોબલ ઓઇલ ડિમાન્ડમાં રિકવરી (Recovery in Global Oil Demand) નથી થઈ રહી. તેથી સોમવારે બ્રેંટ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. જો ભારતના પેટ્રોલ ડીઝલ બજાર (Petrol Diesel Price in India) પર નજર કરીએ તો અહીં છેલ્લા 31 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દિલ્હીમાં મંગળવારે પણ ઈન્ડિયન ઓઇલના પંપ પર પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલું રહ્યું.

    આ વર્ષે મેથી જુલાઈની વચ્ચે 11.52 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ગત 4 મેથી પેટ્રોલી કિંમત (Petrol Price)માં ઘણો વધારો થયો છે. સમયાંતરે થયેલા ભાવ વધારાથી 42 દિવસમાં જ પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. જોકે, હરદીપ સિંહ પુરીના પેટ્રોલિયમ મંત્રી બન્યા બાદ ગત 18 જુલાઈથી તેના ભાવ સ્થિર છે.

    41 દિવસમાં ડીઝલ 9.08 રૂપિયા મોંઘું થયું

    ડીઝલ (Diesel Price)ની વાત કરીએ તો 41 દિવસના સમયગાળામાં પેટ્રોલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો, જોકે તે પેટ્રોલની તુલનામાં થોડો ઓછો છે. ડીઝલના ભાવમાં 4 મે બાદથી સમયાંતરે વધારો થતાં પ્રતિ લીટર તે 9.08 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું. ત્યારબાદ 16 જુલાઈથી તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 17 August 2021)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Auto News: 65000 રૂપિયાથી ઓછામાં ખરીદો Hero, Bajaj અને TVSની આ બાઇક, 90 KMની મળશે માઇલેજ

    17 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 17 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: