નવી દિલ્હીઃ અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપ (Adani Group)ના અમેરિકી રોકાણકારોને ખૂબ સહારો મળે છે. ગૌતમ અદાણીએ શેરબજારમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફતે અદાણી ગ્રુપની ચાર કંપનીની ભાગીદારી વેચી છે. અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપની GQG પાર્ટનર્સે 2 માર્ચના રોજ અદાણી ગ્રુપની કંપનીઓમાં 187 કરોડ ડોલર (15,446 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. શેરબજારને ગુરુવારના રોજ આ અંગે સૂચના આપવામાં આવી હતી. બ્લોક ડીલની મદદથી અદાણી ગ્રુપની ત્રણ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and Special Economic Zone), અદાણી ટ્રાંસમિશન (Adani Transmission) અને અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises)માં રોકાણ કરવામાં આવ્યું છે. આ ડીલના કારણે ગુરુવારે અદાણી ગ્રુપના તમામ શેરમાં વધારો જોવા મળ્યો છે.
ગ્રુપના CFO જુગેશિંદર સિંહે આ રોકાણ બાબતે જણાવ્યું છે કે, આ અદાણી કંપનીઓનો વિકાસ, મેનેજમેન્ટ પ્રેક્ટીસ અને ગવર્નન્સમાં વૈશ્વિક રોકાણકારોનો ભરોસો જળવાઈ રહેવાનો સંકેત છે. હિંડનબર્ગે અદાણી ગ્રુપની કંપનીઓ પર સ્ટોક મેનિપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મુકવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં એક સવાલ ઊભો થાય છે કે, અદાણી ગ્રુપની કંપનીઓ પર વેચવાલીને રોકવા માટેનું પ્રેશર છે, તે આ પરિસ્થિતિમાં જે અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ ફર્મે રોકાણ કરવાનો નિર્ણય કર્યો, તે કોણ છે અને તેની સ્ટ્રેટેજી શું છે?
GQG સમગ્ર વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંથી એક છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ ઉપલબ્ધ થયેલ આંકડાઓ અનુસાર આ ફ્લાઈટ્સના 9,200 કરોડ ડોલર (7.58 લાખ કરોડ રૂપિયા) મેનેજ કરે છે. આ એસેટ મેનેજરનું હેડક્વાર્ટર ફ્લોરિડામાં છે તથા ન્યૂયોર્ક, લંડન, સિએટલ અને સિડનીમાં તેની ઓફિસો આવેલી છે. આ ઓસ્ટ્રેલિયાના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ પણ છે અને મોટાભાગના શેર એમ્પ્લોયી પાસે છે.
વર્ષ 2021માં આ કંપનીનો IPO આવ્યો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયાઈ એક્સચેન્જ પર સૌથી મોટો ઈશ્યૂ હતો. આ કંપનીનો IPO 118.7 કરોડ ડોલર (9774.41 કરોડ રૂપિયા) હતો અને આ કંપની 591 કરોડ ડોલર (48666.19 કરોડ રૂપિયા)ની માર્કેટ કેપ સાથે લિસ્ટ થઈ હતી. જૂન 2016માં રાજીવ જૈને GQG પાર્ટનર્સ કંપનીની શરૂઆત કરી હતી, તેઓ આ કંપનીના ચેરમેન અને મુખ્ય સૂચના અધિકારી છે. આ કંપનીના કો-ફાઉન્ડર ટીમ કર્વર પણ છે, જે CEO છે. રાજીવ જૈન જણાવે છે કે, “અમે માનીએ છીએ કે, આ કંપનીઓ માટે લાંબાગાળાની વૃદ્ધિની નોંધપાત્ર સંભાવના છે અને અમે આ કંપનીઓમાં રોકાણ કરીને અત્યંત ખુશ છીએ. જે ભારતની અર્થવ્યવસ્થા અને ઊર્જા માટે મહત્વપૂર્ણ છે.
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ થવું તે સરપ્રાઈઝ નથી
અદાણી ગ્રુપમાં GQG પાર્ટનર્સે 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાં GQG પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઇઝનો હિસ્સો પ્રતિ ઇક્વિટી શેર દીઠ 1,410.86 રૂપિયાના ભાવે ખરીદ્યો છે અને કુલ 5,460 કરોડ રૂપિયાની મૂલ્યના શેર ખરીદ્યા છે. અદાણી પોર્ટ-સેઝના 5,282 કરોડ રૂપિયાની મૂલ્યના શેર ખરીદ્યા છે અને આ ડીલ ઇક્વિટી શેર દીઠ 596.20 રૂપિયાના ભાવે કરવામાં આવી હતી. અદાણી ટ્રાન્સમિશનના ઇક્વિટી શેર પ્રતિ 668.4ના ભાવે ખરીદીને કુલ 1,898 કરોડનું અને અદાણી ગ્રીન એનર્જીના શેર 504.6 રૂપિયાના ભાવે ખરીદીને 2,806 કરોડ રૂપિયા રોક્યા છે.
GQG પાર્ટનર્સના રોકાણ કરવાના નિર્ણયને ચોંકાવનારો ન ગણાવી શકાય. રાજીવ જૈને ફેબ્રુઆરી 2023માં બ્લૂમબર્ગ ટીવીને ઈન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપની કંપનીઓ એનરૉન અથવા સત્યમ નથી. તેના એક સપ્તાહ પછી GQG પાર્ટનર્સની ગ્રુપની કંપનીઓમાં મોટી રકમનું રોકાણ કરી દીધું છે.
ટેકનો સમય ગયો અને એનર્જીનો સમય આવી ગયો
કંપનીની વેબસાઈટ પર જે વિડીયો મુકવામાં આવ્યો છે, તેમાં રાજીવ જૈન જણાવે છે કે, ક્લાયન્ટ્સના પૈસા વધારવા માટે ગ્રોથ અને વેલ્યૂની પારંપરિક રીતના બદલે આગામી પાંચ વર્ષ અથવા તે બાદ સફળ થનાર કંપનીઓમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી છે. જેનો અર્થ છે કે, GQG પાર્ટનર્સની રોકાણ સ્ટ્રેટેજી ફોરવર્ડ લુકિંગ ક્વોલિટી પર આધારિત છે. ફેબ્રુઆરી 2022માં ફાઈનાન્શિયલ રિવ્યૂને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હવે ટેક સેક્ટરનો જમાનો રહ્યો નથી, હવે એનર્જી સેક્ટરનો સમય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર