આ બેંક 10 હજાર કર્મચારીઓની છટણી કરશે, આ છે કારણ

ઊંચો પગાર ધરાવતા કર્મચારીઓની નોકરી પર સૌથી પહેલા કાતર ફરશે

News18 Gujarati
Updated: October 7, 2019, 11:36 AM IST
આ બેંક 10 હજાર કર્મચારીઓની છટણી કરશે, આ છે કારણ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 7, 2019, 11:36 AM IST
નવી દિલ્હી : ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, HSBC હૉલ્ડિંગ્સ પીએલસી (HSBC Holdings Plc) 10,000 લોકોની છટણી કરવાની યોજના બનાવી રહી છે. HSBCના વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી નોએલ ક્વિન (Chief Executive Officer Noel Quinn) બેન્કિંગ ખર્ચને ઓછું કરવા માંગે છે, એ જ કારણે તેઓએ આ નિર્ણય લેવાનો પ્લાન કર્યા છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સને મળેલી જાણકારી મુજબ, આ મહિનાના અંતમાં ત્રીજા ક્વાર્ટરના પરિણામોના રિપોર્ટની જાહેરાત કર્યા બાદ એચએસબીસી નોકરીમાં કાપની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે. જાણકારોનું એવું પણ માનવું છે કે આ જૉબ કટ (Job Cut) મુખ્ય રૂપે ઉચ્ચ-પગારદાર ધરાવનારાઓ પર કેન્દ્રીત રહેશે.

5 ઑગસ્ટે એચએસબીસી સમૂહના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) જૉન ફ્લિન્ટ પદેથી હટી ગયા હતા. તે સમયે સમૂહના ચેરમેન માર્ક ટકરે કહ્યુ હતું કે જે જટિલ અને પડકારરૂપ વૈશ્વિક માહોલમાં બેંક કામ કરી રહી છે, નિદેશક મંડલનું માનવું છે કે આ પડકારોનો સામનો કરવો જરૂરી છે. ચીન અને અમેરિકાની વચ્ચે વેપાર યુદ્ધ વધવાથી વેપારમાં ઉદાસીન માહોલ છે. જેના કારણે છટણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો,

સરકારની આ સ્કીમથી 1.64 કરોડ ખેડૂતોને થયો મોટો ફાયદો, ઘરે બેઠા વેચી શકો છો સામાન
આ બૅન્કે FDના વ્યાજદરમાં કર્યા ફેરફાર, જાણો હવે કેટલો ફાયદો થશે
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...