બેન્કિંગ સેક્ટરમાં પણ મંદી! હવે દુનિયાની આ મોટી બેન્કે છટણીની કરી જાહેરાત

News18 Gujarati
Updated: August 23, 2019, 4:39 PM IST
બેન્કિંગ સેક્ટરમાં પણ મંદી! હવે દુનિયાની આ મોટી બેન્કે છટણીની કરી જાહેરાત
HSBCએ ભારતમાં પોતાના 150 ટેક્નિકલ સ્ટાફને નોકરીમાંથી નીકાળી દીધા

ઈકોનોમિક સ્લોડાઉન ના કારણે દુનિયાભરમાં તમામ સેક્ટર્સની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આવી જ પરિસ્થિતિ બેન્કિંગ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે.

  • Share this:
ઈકોનોમિક સ્લોડાઉન ના કારણે દુનિયાભરમાં તમામ સેક્ટર્સની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આવી જ પરિસ્થિતિ બેન્કિંગ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. ડોએચે બેન્ક બાદ હવે HSBCએ પણ છટણી કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ડોએચે બેન્કે થોડા દિવસ પહેલા જ દુનિયાભરમાં ફેલાયેલી બ્રાંચમાંથી લગભગ 18000 કર્મચારીઓને કંપનીમાંથી બહાર કરી દીધા હતા. હવે બ્રિટિશ મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફાયનાન્શિયલ સર્વિસ આપતી કંપની HSBC પણ ખર્ચાઓમાં ઘટાડો કરવા માટે છટણી કરશે.

HSBCએ ભારતમાં પોતાના 150 ટેક્નિકલ સ્ટાફને નોકરીમાંથી નીકાળી દીધા છે. આમાં સૌથી વધારે પૂણે અને હૈદરાબાદમાં કામ કરનારા કર્મચારીઓ સામેલ છે. તમને જણાવી દઈએ કે, કંપનીની વર્કફોર્સ 2,38,000 આસ-પાસ છે, જેમાંથી કંપની પોતાના ઓપરેશન્સ રી-અલાઈન કરવા માટે છટણી કરી રહી છે. ભારતમાં જ પૂણેના ટેક્નિકલ ફન્કશનમાં પૂણે અને હૈદરાબાદમાં 14000 કર્મચારી છે.

સ્લોડાઉનના ચાલતા જઈ રહી છે નોકરીઓ

આ જોબ કટ પર કંપનીઓના એક પ્રવક્તાએ કહ્યું કે, કંપની પોતાના કસ્ટમર્સ અને સ્ટેકહોલ્ડર્સને સારામાં સારી સુવિધા આપવા માટે સળંગ પોતાના વર્કફોર્સને રિવ્યૂ કરી રહી છે. આ 5 ઓગસ્ટે કંપનીના સીઈઓ જોન ફ્લિંટને 18 મહિના સુધી પદ પર રહ્યા બાદ રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યા નોઅલ ક્વિન ને લીધી છે.

તમને જણાવી દઈએ કે, સ્લોડાઉનના ચાલતા Cisco અને Cognizant જેવી કંપનીઓ પણ કર્મચારીઓને નીકાળી રહી છે. હમણા બે દિવસ પહેલા જ ભારતમાં બિસ્કીટ બનાવતી પારલેજી કંપનીએ પણ 10000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर