Home /News /business /તમારૂં આધારકાર્ડ કોઈ વાપરી તો નથી રહ્યું ને? જાણો આ રીતે

તમારૂં આધારકાર્ડ કોઈ વાપરી તો નથી રહ્યું ને? જાણો આ રીતે

આધાર કાર્ડ હવે દરેક જગ્યાએ જરૂરી બની ગયું છે. ઓળખ માટે દરેક જગ્યાએ આધાર કાર્ડ માંગે છે. આની સાથે તમારી ઘણી મહત્વની અને અંગત માહિતી જોડાયેલી હોય છે. અને જો એ કોઈ અન્ય વાપરી રહ્યું હોય તો તમે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરંતુ તમે એક સરળ રીતે સાત જ સ્ટેપમાં જાણી શકો છો કે તમારો આધાર કાર્ડ નંબર UIDAI (યૂનીક આઈડેન્ટિફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) કોઈ બીજુ તો વાપરી નથી રહ્યું ને. જાણો સરલ સ્ટેપ

સ્ટેપ 1: સૌથી પહેલા આપ આધાર ઓથેંટિકેશન હિસ્ટ્રી પેજ પર જાવ. જેની લિંક https://resident.uidai.gov.in પર ક્લિક કરીને અહીંયા તમને આધાર સર્વિસની નીચે તમને Aadhaar Authentication History લખેલું દેખાશે. તેની પર ક્લિક કરો.

સ્ટેપ 2: ત્યાર બાદ ત્યાં તમારો આધાર નંબર અને તસવીરમાં અપાયેલ સિક્યોરિટી કોડ નાંખો.

સ્ટેપ 3: પછી તમે ઓટીપી જનરેટ કરવા માટે ત્યાં ક્લિક કરો.

સ્ટેપ 4: જેના પછી તમારા રજીસ્ટ્રડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.

સ્ટેપ 5: ઓટીપી આવ્યાં પછી આને સબમિટ કરી દો. ઓટીપી ભર્યા પહેલા તમારે અવધિ પણ નાંખવી પડશે જેની તમારે માહિતી જોઈએ છે.

સ્ટેપ 6: જેના પછી તમને તારીખ અને સમય સાથેની સંપૂર્ણ જાણકારી મળી જશે.

સ્ટેપ 7: જો તમને કોઈ ગરબડ દેખાય તો તમે તેની ફરિયાદ કરી શકો છો. આપ આધાર જાણકારીને ઓનલાઈન લોક પણ કરી શકો છો.
First published:

Tags: Aadhar card

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन