નવી દિલ્હી. કેન્દ્ર સરકારે (Central Government) મોંઘવારી ભથ્થું (Dearness Allowance), મોંઘવારી રાહત (Dearness Allowance), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં વધારો કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ (Government Employees) માટે વધુ એક ખુશખબર આપી છે. મૂળે, લાખો કેન્દ્રીય કર્મચારી કોવિડ-19ના કારણે હજુ સુધી ચિલ્ડ્રન એજ્યૂકેશન એલાઉન્સ (CEA) ક્લેમ નથી કરી શક્યા. હવે તેમને તેના માટે કોઈ પણ અધિકૃત દસ્તાવેજોની જરૂર નહીં પડે. નોંધનીય છે કે, સાતમા પગાર પંચ (7th Pay Commission) મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના બાળકોના શિક્ષણ (Children Education) પર 2,250 રૂપિયાનું એજ્યૂકેશન એલાઉન્સ મળે છે.
કેન્દ્ર સરકારે સેલ્ફ સર્ટિફાઇડ એલાઉન્સ ક્લેમની છૂટ આપી
કોવિડ-19 (Covid-19) લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં સરકારી કર્મચારી (Government Employees) એજ્યૂકેશન એલાઉન્સ ક્લેમ (Education Allowance Claim) નથી કરી શક્યા. કેન્દ્રએ આ એલાઉન્સ ક્લેમને સેલ્ફ સર્ટિફાઇડ (Self Certified) કરી દીધો છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 25 લાખ કર્મચારીઓને મોટી રાહત મળશે. DoPTએ આ વિશે ઓફિશિયલ મેમોરેન્ડમ જાહેર કરી કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપી દીધી છે. ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે આ મામલા પર વિચાર વિમર્શ કર્યા બાદ પેરા 2(b)માં રાહત આપતા સેલ્ફ સર્ટિફિકેશનની મંજૂરી આપવામાં આવી છે. આ એકેડેમિક સેશન (Academic Session) માર્ચ 2020થી માર્ચ 2021 માટે માન્ય હશે.
નોકરીયાતોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો
EPFO તરફથી નોકરીયાત વર્ગ માટે અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ હવે આપને EPFO તરફથી પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. જો તમે પણ ઇપીએફઓ સબ્સક્રાઇબર (EPFO Subscribers) છો તો આપને જણાવીએ કે કેવી રીતે તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. તેના માટે આપને માત્ર એક ફોર્મ ભરવાનું હોય છે, ત્યારબાદ જ તેનો ફાયદો લઈ શકાય છે.
આપને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સભ્યોને PF અને Pension ઉપરાંત જીવન વીમા (Life Insurance)નો ફાયદો પણ આપે છે. જેમાં આપને આ 7 લાખ રૂપિયાનો ફાયદો મળે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા ગ્રાહકોને ફ્રીમાં મળે છે. તેના માટે કોઈ પણ પ્રકારનું યોગદાન નથી આપવાનું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર