Home /News /business /2023માં ક્યાં રહેશે બ્રોકરેજ ફર્મ્સની નજર, જો ખોટમાં ન જવું હોય તો આજે જ જાણી લો

2023માં ક્યાં રહેશે બ્રોકરેજ ફર્મ્સની નજર, જો ખોટમાં ન જવું હોય તો આજે જ જાણી લો

2023માં કેવું રહેશે બજાર

મોટાભાગની બ્રોકિંગ કંપનીઓને આશા છે કે આ વલણ 2023માં પણ યથાવત રહેશે. જરૂરી નથી કે મજબૂત મેક્રોઝ શેર બજાર માટે મોટા અપસાઇડ્સમાં રૂપાંતરિત થાય, તે સ્થાનિકલક્ષી ક્ષેત્રો અને કંપનીઓ સારો દેખાવ કરે તેવી આશા રાખે છે. નવા વર્ષ 2023 માટે દિગ્ગજ બ્રોકરેજ કંપનીઓ ક્યા ક્ષેત્રને પસંદ કરી રહી છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ વર્ષ 2022માં ભારતીય ઇક્વિટીઝે (Indian Equities) અન્ય વૈશ્વિક બજારો (World Markets)ને પાછળ છોડી દીધા હતા, મજબૂત દેખાવ કર્યો હતો. વૈશ્વિક સ્તરે અન્ય અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વધુ સારી સ્થિતિમાં હોવાને કારણે જ આ શક્ય બન્યું છે. અન્ય વિકસિત બજારોની જેમ ભારતમાં મંદી (Inflation in india) હજુ ટોચ પર નથી અને ફુગાવો પણ હાલ નિયંત્રણમાં છે. મોટાભાગની બ્રોકિંગ કંપનીઓને આશા છે કે આ વલણ 2023માં પણ યથાવત રહેશે. જરૂરી નથી કે મજબૂત મેક્રોઝ શેર બજાર માટે મોટા અપસાઇડ્સમાં રૂપાંતરિત થાય, તે સ્થાનિકલક્ષી ક્ષેત્રો અને કંપનીઓ સારો દેખાવ કરે તેવી આશા રાખે છે. નવા વર્ષ 2023 માટે દિગ્ગજ બ્રોકરેજ કંપનીઓ ક્યા ક્ષેત્રને પસંદ કરી રહી છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

UBSનું અનુમાન


યુબીએસએ નિફ્ટી માટે 18,000નો લક્ષ્યાંક સેવ્યો છે, કારણ કે મોંઘા વેલ્યુએશન અપસાઇડને મર્યાદિત કરી શકે તેવી શક્યતા છે. ચીનની સરખામણીમાં તાજેતરના અન્ડરપર્ફોર્મન્સ પછી પણ ભારત હજુ અન્ય ઉભરતા બજારોમાં ભારે પ્રીમિયમ પર વેપાર કરી રહ્યું છે. યુબીએસને સરકાર દ્વારા 2024ની ચૂંટણી દરમિયાન ખર્ચમાં વધારો કરવામાં આવશે તેવી અપેક્ષા નથી. બેન્કિંગ, કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને ઓટો સેક્ટર પર બ્રોકરેજનું વેઇટેજ વધારે છે. જ્યારે ટેલિકોમ, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી અને યુટિલિટીઝ પર ન્યૂટ્રલ છે. અન્ડરવેઇટ લીસ્ટમાં મેટલ્સ એન્ડ માઇનિંગ, આઇટી સર્વિસીસ અને કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 2023માં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે છે, વધીને ₹61,000 થઈ શકે છે રેટ

નોરુમાનું શું કહેવું છે?


હાલના અનિશ્ચિત વૈશ્વિક સંકેતો અને સ્થિર ફુગાવાની સ્થિતિમાં આ બ્રોકિંગ ફર્મ નિફ્ટીને 2023માં 19,030ની સપાટી પર જોઇ રહી છે. ફર્મને આશા છે કે ઊંચા માર્જિન બેઝમાંથી કમાણીમાં મીડિયમ ટર્મ ગ્રોથ મોટાભાગે વ્યાપક આર્થિક વિકાસ પર આધારિત રહેશે. બ્રોકરેજ આવકના જોખમો અને બજારના ઊંચા મૂલ્યાંકનને કારણે 2023 સુધીમાં ફ્લેટિશ માર્કેટ રિટર્નની અપેક્ષા રાખે છે, અને સ્થાનિક ફોકસ વાળા ક્ષેત્રો પર પસંદગી ઉતારી છે. બ્રોકરેજ ફાઇનાન્શિયલ્સ, કન્ઝ્યુમર સ્ટેપલ્સ, ઇન્ફ્રા/કન્સ્ટ્રક્શન અને ટેલિકોમ પર ઓવરવેઇટ છે. હેલ્થકેર, ઓઇલ અને ગેસ પર ન્યૂટ્રલ છે. તેણે મેટલ્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને આઇટી સર્વિસિસ પર અંડરવેઇટના રેટિંગ જાળવી રાખ્યા છે.

ક્રેડિટ સુઇસની ધારણા


આ બ્રોકરેજ ડોમેસ્ટિક સાયકલ પ્રોસેસને પ્રાધાન્ય આપે છે. તેનું ફાઇનાન્શિયલ્સ (એસબીઆઇ, બીઓબી), સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન (એલએન્ડટી) પર ધ્યાન કેન્દ્રિત છે. તે ડિસ્ક્રીશનરી કરતા સ્ટેપલ્સને પસંદ કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ, આઇટી અને ધાતુઓ પર અંડરવેઇટ છે. આ બ્રોકરેજે સસ્તા, બે વર્ષના ફોરવર્ડ આવકના અંદાજના આધારે અને અર્નિંગ પર શેર (Earning Per Share) ડાઉનગ્રેડ્સનું ઓછું જોખમ ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બેન્કો અને એનબીએફસી બંને પર ભાર મૂક્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ઇન્ડસઇન્ડ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક તેના ટોપ પિક્સ છે. આ બ્રોકરેજ યુએસડી/આઈએનઆરની નકારાત્મક અસર છતાં સિમેન્ટ પર વધુ વેઇટેજ ધરાવે છે, જેનું મુખ્ય કારણ બાંધકામમાં અપેક્ષિત ટર્નઅરાઉન્ડ છે.

આ પણ વાંચોઃ PSU બેંકોએ રોકાણકારોના દિલ જીતી લીધા, ખરીદવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચે પણ ખેંચતાણ

મોતિલાલ ઓસવાલ શું કહે છે?


મોતીલાલ ઓસવાલ બ્રોકરેજને અપેક્ષા છે કે, CY2023 માટે બે થીમ્સ ચાલશે: ક્રેડિટ ગ્રોથ અને કેપેક્સ. તે બીએફએસઆઈ, કેપિટલ ગુડ્ઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, હાઉસિંગ, ડિફેન્સ અને રેલવે જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:

Tags: Business news, Investment, Stock market

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन