Home /News /business /

Cardless Cash Withdrawal: ATMમાંથી UPI મારફતે કઇ રીતે રોકડ ઉપાડી શકાશે? જાણો સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન

Cardless Cash Withdrawal: ATMમાંથી UPI મારફતે કઇ રીતે રોકડ ઉપાડી શકાશે? જાણો સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન

કાર્ડલેસ કેશ ઉપાડને મંજૂરી

Cardless cash withdrawal: કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા હેઠળ, ગ્રાહકે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નથી.

મુંબઇ. Cardless cash withdrawal: રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા તમામ ATM પર કાર્ડલેસ રોકડ ઉપાડ (cardless cash withdrawals) ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) નાણાકીય વર્ષ 2022-23 માટેના તેમના પ્રથમ નાણાકીય નીતિ નિવેદનમાં જણાવ્યું હતું કે, "હવે UPIનો ઉપયોગ કરીને તમામ બેંકો અને ATM નેટવર્કમાં કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે."

શું છે કાર્ડલેસ વિડ્રોવલ?


કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા હેઠળ, ગ્રાહકે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, જ્યારે ભારતમાં એક્સેન્ચરના ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે અગ્રણી સોનાલી કુલકર્ણીએ જણાવ્યું હતું કે ATM ટૂંક સમયમાં UPIનો ઉપયોગ કરીને રોકડ ઉપાડવાનો વિકલ્પ બતાવશે.

UPI દ્વારા રોકડ ઉપાડ કઇ રીતે?


સોનાલી કુલકર્ણીએ કાર્ડ-લેસ, UPI એનેબલ એટીએમ ઉપાડ કેવી રીતે થઈ શકે તેના કેટલાક મુદ્દાઓ સમજાવ્યા છે.

● ઓપ્શન 1


- ગ્રાહક એટીએમ ટર્મિનલ પર રીક્વેસ્ટ ડિટેઇલ્સ એન્ટર કરે છે.

- ATM QR કોડ જનરેટ કરે છે.

- ગ્રાહક UPI એપનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરે છે અને રીક્વેસ્ટ મંજૂર કરે છે.

- એટીએમ રોકડ પૈસા આપે છે.

● ઓપ્શન 2


- યૂઝર યૂપીઆઇ આઇડી અને ઉપાડની રકમ એટીએમ ટર્મિનલમાં દાખલ કરશે.

- યુઝરને UPI સેલ ફોન એપ્લિકેશન પર રીક્વેસ્ટ મળે છે, હાલના UPI એપ્લિકેશન પાસવર્ડનો ઉપયોગ કરીને ટ્રાન્જેક્શનને મંજૂરી આપે છે.

- ઓથેન્ટિકેશન વેરીફાઇ કર્યા બાદ એટીએમમાંથી કેશ આવશે.

આ પણ વાંચો: આ ચાર શેર 2022ના વર્ષમાં 110% સુધી ભાગ્યા, જાણો તેમાં રોકાણની રણનીતિ

આ બેંકોમાં છે કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા


હાલમાં, એટીએમ દ્વારા કાર્ડલેસ રોકડ ઉપાડ માત્ર કેટલીક બેંકો સુધી મર્યાદિત છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક, ICICI બેંક અને પંજાબ નેશનલ બેંક (PNB) આ સુવિધા આપનારી કેટલીક કંપનીઓમાં સામેલ છે.

શું ડેબિટકાર્ડ અમાન્ય થઇ જશે?


કેશલેસ એટીએમ રોકડ ઉપાડમાં યૂઝર અપડેટ જોવા મળશે, ડેબિટ કાર્ડનો ઉપયોગ અને ગ્રોથ સ્થિર રહેવાની અપેક્ષા રાખી શકીએ છીએ. સોનાલી કુલકર્ણીએ જણાવ્યું કે, એટીએમ કાર્ડ અમાન્ય થવાનો કોઇ સવાલ જ નથી. કારણ કે તેમની પાસે ATM ઉપાડ ઉપરાંત અન્ય સંખ્યાબંધ કારણો છે - જેમ કે વિદેશી વ્યવહારોને એનેબલ કરવા અને જ્યારે કોઈનો ફોન બંધ હોય અથવા જ્યાં મોબાઈલ ઈન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હોય ત્યારે ATM રોકડ ઉપાડ કરી શકાય વગેરે.

આ પણ વાંચો: ટીસીએસ કે ઇન્ફોસિસ: બ્રોકરેજના મતે કયા શેરની ખરીદીમાં વધારે ફાયદો 

કાર્ડલેસ રોકડ ઉપાડ: ગ્રાહકો પર તેની શું અસર થશે?


સોનાલી કુલકર્ણીના જણાવ્યા અનુસાર, બેંકોએ એટીએમ સોફ્ટવેરને અપગ્રેડ કરવા અને અન્ય પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખર્ચ કરવાની જરૂર પડશે, જેના કારણે ગ્રાહકો પર વધારાની ફી વસૂલવામાં આવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Cash, Upi, આરબીઆઇ, એટીએમ

આગામી સમાચાર