Home /News /business /

SBIની ખાસ સર્વિસ, હવે વગર કાર્ડે ઉપાડી શકશો ATM માંથી પૈસા

SBIની ખાસ સર્વિસ, હવે વગર કાર્ડે ઉપાડી શકશો ATM માંથી પૈસા

પ્રતિકાત્મક તસવીર

હાલમાં આ સર્વિસ 16,500 ATM પર ઉપલબ્ધ છે

મુંબઇ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નાં ગ્રાહકો હવે ડેબિટ કાર્ડથી વગર ATMએ પૈસા ઉપાડી શકશે, આ માટે બેંક કે યોનો કેશ (YONO Cash) સર્વિસ શરૂ કરી છે. જે ગ્રાહકો કે યોનો એપની મદદથી પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. આપને SBIનાં ATMથી રકમ ઉપાડવા માટે ડેબિટ કાર્ડની કોઇ જરૂર નથી. આ સર્વિસ 16,500 ATMમાં ઉપલબ્ધ છે. આ ખુબજ આસાન છે સાથે જ સુરક્ષિત પણ છે. દેશમાં વગર કાર્ડે આ રકમ ઉપાડવાની સુવિધા આપનારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પહેલી બેંક છે.

એપ કરવી પડશે ડાઉનલોડ-
આ સુવિધા ફક્ત SBIગ્રાહકો માટે જ છે. જો આપ SBIનાં ગ્રાહક છો તો આપનાં મોબાઇલમાં યોનો એપ જરૂરી છે જો એપનો ઉપયોગ નથી કરતાં તો આ સુવિધા માટે YONO એપ ડાઉનલોડ કરી લો.

આવી રીતે કાઢો ATM કાર્ડ કેશ-
સ્ટેપ 1. મોબાઇળ પર એપ ઓફન કર્યા બાદ આપે 'યોનો કેશ' સિલેક્ટ કરવાની રહેશે. જે બાદ ઉપાડવાની રકમ ભરવાની રહેશે. નેક્સ્ટ બટન દબાવો બાદમાં આફે 6 ડિજિટનું ટ્રાન્જેક્શ પિન ચ્યૂઝ કરવાનું રહેશે. આ પિનને યાદ રાખો કારણ કે આ જ આપને ATMમાંથી રકમ ઉપાડવા દરમિયાન એન્ટર  કરવાનો રહેશે. હવે આપનાં મોબાઇલ પર એક SMS આવશે જેમાં એક ટ્રાન્જેક્શન નંબર હશે.

સ્ટેપ-2. હવે આપે સ્ટેટ બેંકનાં એટીએમ પર જઇ 'યોનો કેશ' વિકલ્પ પસંદ કરવાનો છે. બાદમાં MMS દ્વારા મળએલા ટ્રાન્જેક્શન નંબરને એન્ટર કરવાનો રહેશે. પછી ઉપાડવાની રકમ ટાઇપ કરવાની રહેશે બાદમાં 'યસ' પસંદ કરો. હવે આફે 6 ડિજિટનો તે પિન એન્ટર કરવાનો છે જેનાંથી આપ 'યોનો એપ'માં સિલેક્ટ કર્યો હતો. પિન લખ્યા બાદ આપને કેશ મળશે.

10 હજાર સુધી ઉપાડી શકો છો રકમ-
YONO કેશ ટ્રાન્જેક્શન પર વન-ટાઇમ વિડ્રોઅળ માટે વધુ લિમિટ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રાહક એક દિવસમાં આ પ્રકારનાં બે ટ્રાન્ડેક્શન કરી શકે છે. હવે આ સુવિધા ડેબિટ કાર્ડ ગ્રાહકો સુધી જ સીમિત છે. યોનો પિન 30 મિનિટ માટે જ એક્ટિવ રહે છે. પિન સિલેક્ટ કર્યાનાં અડધા કલાકની અંદર આપે ATMમાંથી પૈસા ઉપાડવાનાં રહેશે.
First published:

Tags: Cash withdraw, Debit card, Sbi yono app

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन