મુંબઈ: દેશમાં ATMના માધ્યમથી પૈસા (Money) ઉપાડવાનું ચલણ ચરમસીમાએ પહોંચી ગયું છે. અત્યારે લોકો નાના મોટા કામમાં ATMમાંથી ડેબિટ કાર્ડ (Debit card) દ્વારા પૈસા ઉપાડે છે. પરંતુ ક્યારેક ડેબિટ કાર્ડ (Cash withdrawal) ઘરે ભૂલી ગયા હોય કે પછી ડેબિટ કાર્ડની ચીપમાં કોઇ ખામી સર્જાઈ હોય તો પૈસા ઉપાડવા મુશ્કેલ થઈ જાય છે. અલબત્ત, આવી સ્થિતિમાં પણ તમે પૈસા ઉપાડી શકો છો. તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના ઓટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી રોકડ ઉપાડી શકો છો. અહીં એક વાત નોંધવી રહી કે YONO કેશ ટ્રાન્જેક્શન નંબર ફક્ત 6 કલાક માટે એક્ટિવ રહે છે. આ નિશ્ચિત સમયમર્યાદા દરમિયાન ATMની મુલાકાત લેવી જરૂરી છે. નહીં તો તમારા પૈસા ઉપાડવા માટે ફરીથી પ્રોસેસ કરવી પડશે.
SBI આપે છે સુવિધા
વર્તમાન સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં બેંક ખાતું ધરાવતા ગ્રાહકોને ATM મારફતે 'કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન' કરવાની સુવિધાનો લાભ મળી રહ્યો છે. તમે SBIમાં ઉપલબ્ધ યોનો કેશ (YONO cash) સુવિધાનો ઉપયોગ કરીને તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના રોકડ ઉપાડી શકો છો.
ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના રોકડ ઉપાડવા માટે કાર્ડ ધારક પાસે SBIની YONO એપ્લિકેશન તેમના ફોનમાં ઇન્સ્ટોલ હોવી જરૂરી છે. આ સુવિધા દ્વારા ઓછામાં ઓછા 500 રૂપિયા અને મહત્તમ 10,000 રૂપિયા ઉપાડી શકાય છે.