ઘરે બેઠાં આવી રીતે વેરિફાય કરો આપનું PAN કાર્ડ, લાગશે માત્ર 2 મિનિટનો સમય

ઘરે બેઠાં આવી રીતે વેરિફાય કરો આપનું PAN કાર્ડ, લાગશે માત્ર 2 મિનિટનો સમય
PAN Card મફતમાં મેળવવાની આ છે રીત, 5 સ્ટેપ્સને ફોલો કરી મેળવો આ લાભ

PAN Card મફતમાં મેળવવાની આ છે રીત, 5 સ્ટેપ્સને ફોલો કરી મેળવો આ લાભ

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં હાલમાં પાન કાર્ડ (PAN Card) તમામ લોકો માટે એક જરૂરી ડોમ્યુમેન્ટ બની ગયું છે....જો આપને નાણાકીય લેવડ-દેવડ (Financial Transaction) કરવી કરવી છે તો પાન કાર્ડ હોવું જરૂરી છે. ટેક્સની સાથોસાથ તેનો ઉપયોગ ઓળખ પત્ર (Identity Card) તરીકે પણ કરવામાં આવી રહ્યો છે. આ કાર્ડમાં દસ આંકડાનો એક યુનિક અલ્ફાન્યૂમોરિક (alphanumeric) નંબર હોય છે જે આપની ઓળખ હોય છે. આ કાર્ડને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવે છે. એવામાં આપના પાન કાર્ડને વેરિફાય કરવાની જરૂર હોય છે.

    આપ કેવી રીતે આપના પાન કાર્ડને વેરિફાય કરી શકો છો?



    - આપને ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.
    - ત્યારબાદ પોર્ટલ પર Verify Your PAN details પર ક્લિક કરો.
    - હવે આપને પાન નંબર એન્ટર કરવાનો રહેશે.
    - ત્યારબાદ આપનું નામ અને જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે.
    - હવે તમે કેપ્ચા કોડ એન્ટર કરો.
    - હવે ડિટેલ્સ વેરિફાય કરવા માટે સબ્મિટ પર ક્લિક કરો.

    શું હોય છે PAN કાર્ડ?

    પાન કાર્ડમાં 10 ડિજિટનો એક નંબર હોય છે, જેને ઇન્કમ ટેક્સ વિભાગ જાહેર કરે છે. આજે સૌથી પહેલા એ જાણીએ કે કયા કામો માટે પાન કાર્ડની જરૂર પડે છે અને ત્યારબાદ એવું પણ જાણીએ કે ઘરે બેઠા કેવી રીતે પાન કાર્ડ પ્રાપ્ત કરી શકાય છે.

    આ પણ વાંચો, સંસદની કેન્ટીનમાં ભજીયાથી લઈને નોનવેજ બુફે થયા મોંઘા, 100 રૂપિયામાં વેજ થાળી, જાણો નવા ભાવ

    બનાવી શકો છો ઇન્સ્ટેન્ટ પાન કાર્ડ

    Income Tax Department મુજબ ઇન્સ્ટેન્ટ પાન સુવિધા હેઠળ આધાર કાર્ડના માધ્યમથી એક ઇ-પાન કાર્ડ ઈશ્યૂ થવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. આ સુવિધા હેઠળ અત્યાર સુધી 7 લાખ પાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવી ચૂક્યા છે.

    પાન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજો જરૂરી

    પાન કાર્ડને બનાવવા માટે વ્યક્તિની પાસે ઓળખ પત્ર, સરનામાનો પુરાવો અને જન્મતારીખનો પુરાવો હોવો જરૂરી છે. આ ઓળખ પત્રમાં આપને અનેક વિકલ્પ આપવામાં આવશે. તમે આ પુરાવા પૈકી કોઈ પણ એક પસંદ કરી શકો છો.

    આ પણ વાંચો, ખુશખબરી! 2021માં નહીં હોય નોકરીની અછત, આ કંપનીઓમાં થશે જોરદાર ભરતી, મળશે વધુ પગાર

    PAN Card મફતમાં મેળવવાની આ છે રીત

    1. સૌથી પહેલા https://www.incometaxindiaefiling.gov.in/home પર જવાનું રહેશે.
    2. અહીં આપને Instant PAN through Aadhaarનું ઓપ્શન જોવા મળશે. તેને ક્લિક કરો.
    3. ત્યારબાદ એક નવું પેજ ખુલી જશે. આપને Get New Panનું ઓપ્શન જોવા મળી રહ્યું હશે. તેને પણ ક્લિક કરો.
    4. હવે નવા પેજ પર આપને આપના આધાર કાર્ડ સંખ્યા (Aadhaar Card Number) એન્ટર કરવા માટે કહેવામાં આવશે. આપનો આધાર નંબર અહીં એન્ટર કરો અને 'I Confirm'ને ક્લિક કરો.
    5. આપને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. તેને .સાઇટ પર એન્ટર કરીને વેરિફાય કરો.
    Published by:Mrunal Bhojak
    First published:January 28, 2021, 07:08 am

    ટૉપ ન્યૂઝ