Home /News /business /એકથી વધુ વીમા પોલિસી લીધી છે? તો બંને કંપની પાસેથી વળતર કેવી રીતે મળે? સમજો

એકથી વધુ વીમા પોલિસી લીધી છે? તો બંને કંપની પાસેથી વળતર કેવી રીતે મળે? સમજો

એકથી વધુ વીમા પોલિસીના કિસ્સામાં કઇ રીતે કરવો ક્લેમ? જાણો પ્રોસેસ

કોઈપણ વ્યક્તિ એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (Multiple Insurance Plans) ખરીદી શકે છે. એકથી વધુ પોલિસી ખરીદવાથી કવરેજ વધારવામાં મદદ મળે છે, જોકે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું અને મેડિકલ કટોકટીના સમયે કોઈ અડચણ ન આવે તે માટેની આ સમગ્ર પ્રોસસ સમજવી મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ ...
કોઈપણ વ્યક્તિ એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (Multiple Insurance Plans) ખરીદી શકે છે. એકથી વધુ પોલિસી ખરીદવાથી કવરેજ વધારવામાં (Enhancing Coverage) મદદ મળે છે, ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું અને મેડિકલ કટોકટી (Medical Emergency)ના સમયે કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે ક્લેમની સમગ્ર પ્રક્રિયા (Claim Settlement Process)ને સમજવી મહત્વપૂર્ણ છે.

Stock Market: બજારમાં સતત બીજા દિવેસ પણ ઘટાડાની શક્યતા, શું છે આ ઘટાડાનું કારણ?

લોકો ક્યારે ખરીદે છે એકથી વધુ પોલિસી?

CNBC-TV18.com સાથે વાત કરતાં હેલ્થ એન્ડ ટ્રાવેલ એટ ડિજિટ ઇન્શ્યોરન્સના હેડ સુધા રેડ્ડીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તબીબી ક્ષેત્રે વધી રહેલ ફુગાવો અને આરોગ્ય સંભાળના ખર્ચાઓ લોકોને તેમના વીમાની રકમમાં વધારો કરવા માટે એક કરતા વધુ પોલિસી લેવા માટે પ્રેરિત કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકની ઉંમર, ફીટનેસનું સ્તર અને કંપનીની અન્ડરરાઇટિંગ માર્ગદર્શિકાને આધારે વીમા કંપનીઓ રિન્યૂઅલના સમયે વધુ વીમાની રકમ ધરાવતી પૉલિસી જારી કરી શકે નહીં. આવી સ્થિતિમાં વીમાધારકને પોતાનું કવરેજ વધારવા માટે બીજી પોલિસી ખરીદવી પડી શકે છે.

રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે, "તદુપરાંત, કેટલાક લોકો તેમનું કોર્પોરેટ કવર અપૂરતું હોય તેવા કિસ્સામાં બીજી પોલિસી પસંદ કરી શકે છે. દાખલા તરીકે, કેટલીક કોર્પોરેટ હેલ્થ પોલિસીઓ ઓછી વીમા રકમ સાથે આવે છે અને તે વીમાધારકના પરિવાર અથવા માતાપિતાને ન આવરી લેતી હોય તેવું બની શકે છે. જેથી વ્યક્તિને વધુ વીમાની રકમની બીજી પોલિસી ખરીદવી પડે છે."

રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

આ વાતોને રાખો ધ્યાનમાં

અહીં યાદ રાખવું જ જોઇએ કે આરોગ્ય વીમો ખરીદતી વખતે ગ્રાહકે પ્રપોઝલ ફોર્મ ભરવાના હોય છે. જેમાં વીમાદાતા કોઈપણ વર્તમાન પોલિસી જાહેર કરવા માટે કહે છે. તેને જાહેર ન કરવું એ નિયમો અને શરતોના ઉલ્લંઘન તરીકે ગણી શકાય અને તે માટે દાવાને નકારી શકે છે.

"જો પોલિસીઓ બે જુદી જુદી વીમા કંપનીઓની છે, તો પછી બંને કંપનીઓને અન્ય પોલિસી વિશે જાણ કરવાની જરૂર છે. રેડ્ડીએ CNBC-TV18.com જણાવ્યું હતું કે, "આ જાણ મહત્વપૂર્ણ છે કારણ કે ઘણી પોલિસીઓ કન્ટ્રીબ્યૂશનની કલમ સાથે આવે છે, જેનો અર્થ એ છે કે જો ગ્રાહક પાસે એક કરતા વધુ પોલિસી હોય તો દાવ કરવામાં આવે ત્યારે તમામ પોલિસીઓએ વીમાની રકમમાં સમાન પ્રમાણમાં ફાળો આપવો પડશે."

ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?

એકથી વધુ પોલિસીમાં કઇ રીતે કરવો ક્લેમ?

ક્લેમની પ્રક્રિયાનો આધાર ક્લેમની સાઇઝ અને દરેક પોલિસી પર વીમાની રકમ પર રહેલો છે. જ્યારે દાવાની રકમ એક જ પોલિસીની વીમાકૃત્ત રકમ કરતા વધારે હોય તો કન્ટ્રીબ્યૂશનની કલમ ત્યારે જ લાગુ પડશે. જો કે, વીમાધારકને જેની પાસેથી તેઓ પહેલા દાવો કરવા માંગે છે અને પછી બીજી પોલિસીમાંથી બાકીની રકમનો દાવો કરવા માંગે છે તે વીમાકંપનીની પસંદગી કરવાનો અધિકાર છે.

ઉદાહરણ તરીકે, જો એક વ્યક્તિ રૂ. 5 લાખનો દાવો કરવાનો હોય, અને તેને જે પ્રથમ વીમાદાતાનો દાવો કરવાનું પસંદ કર્યું છે તેની પાસે વીમાની રકમ રૂપિયા 3 લાખ છે, તો તે બીજા વીમાદાતા પાસેથી બાકીના 2 લાખ રૂપિયાનો દાવો કરી શકે છે.

જ્યારે દાવાની રકમ એક જ પોલિસીની વીમાકૃત્ત રકમથી વધુ ન હોય તેવા કિસ્સામાં તે સંપૂર્ણપણે વીમાધારકની પસંદગી પર આધારિત છે અને કન્ટ્રીબ્યૂશનની કલમ લાગુ થશે નહીં.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Insurance Claim, Insurance Policy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन