Home /News /business /

મોદી સરકારના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPIનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે થઈ શકશે, અહીં જાણો બધી વિગતો

મોદી સરકારના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPIનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે થઈ શકશે, અહીં જાણો બધી વિગતો

પીએમ મોદએ ઈ-રૂપી લૉંચ કરી

E-RUPI : વર્તમાન સમયે આ પ્લેટફોર્મને લઈને લોકોમાં ઉભા થયેલા સવાલોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

  વડાપ્રધાન મોદીએ સોમવારે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPIને લોન્ચ કર્યું છે. e-RUPI પ્રિપેડ ઈલેક્ટ્રોનિક વાઉચર છે. જે યુઝરને SMS કે કયુઆર કોડ (QR Code)ના રૂપમાં મળશે. તેને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વગર મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા રિડીમ કરી શકાશે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા તૈયાર કરાયું છે. તેના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાશે. વર્તમાન સમયે આ પ્લેટફોર્મને લઈને લોકોમાં ઉભા થયેલા સવાલોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

  • e-RUPI એટલે શું?

  - e-RUPI ક્યુઆર કોડ કે SMS સ્ટ્રિંગ આધારિત ઈ-વાઉચર છે. જેને બેનિફિશિયરીના મોબાઈલ પર પહોંચાડી શકાય છે. યુઝર્સ ડિજિટલ પેમેન્ટ એપ કે ઈન્ટરનેટ બેન્કિંગ વગર જ આ વન ટાઈમ પેમેન્ટ મેકેનિઝમથી વાઉચર વાપરી શકશે. તેના માધ્યમથી કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાશે.

  • ક્યાં ક્યાં થઈ શકે e-RUPI ડિજિટલ વાઉચરનો ઉપયોગ?

  - જવાબ: તેનો ઉપયોગ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ વિવિધ વેલફેર સ્કીમ હેઠળ સેવા પૂરી પાડવા કરી શકાય છે. ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારી કલ્યાણ અને CSR કાર્યક્રમોમાં આ ડિજિટલ વાઉચર્સનો લાભ લઈ શકે છે.

  • ફાયદાઓ શું છે?

  - ડિજિટલ પેમેન્ટના કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં આવ્યો છે. આ વ્યવસ્થામાં પારદર્શક અને સરળ વ્યવહારો શક્ય બનશે. લાભાર્થીઓને કોઈ પણ મુશ્કેલી વગર અલગ અલગ યોજનાઓના મળે છે.

  • કઈ રીતે ઉપયોગ કરવો?

  - તેનો ઉપયોગ કરવો સરળ છે. દા.ત. તમારે કોઈ હોસ્પિટલમાં ચુકવણી કરવાની છે. તે માટે તમારી પાસે વાઉચર હશે. જેને સરકારનો કોઈ અધિકારી મોકલી શકે છે. તે માટે તમારે સૌથી પહેલા e-RUPI એપ ઓપન કરી વાઉચર કાઢવું પડશે. ત્યારબાદ તમારે હોસ્પિટલમાં e-RUPI વાઉચર દેખાડવાનું રહેશે. તમારું વાઉચર QR કોડમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ હોસ્પિટલના કર્મચારી QR કોડને સ્કેન કરશે. જે બાદ વેરિફિકેશન કોડ આવશે. આ કોડ બતાવતા જ તમારું વાઉચર રિડીમ થઈ તમારી ચુકવણી થઈ જશે.

  • કઈ રીતે થશે વાઉચર જનરેટ?

  - આ પદ્ધતિનું નિર્માણ UPI પ્લેટફોર્મ પર થયું છે. તેને તમામ બેંક આપશે. લાભાર્થીની ઓળખ મોબાઈલ નંબરના માધ્યમથી થશે. આ માટે સર્વિસ પ્રોવાઇડરે વાઉચર જનરેટ કરવા બેંકનો સંપર્ક કરવાનો રહેશે. બેંક દ્વારા સર્વિસ પ્રોવાઇડરને વાઉચર આપવામાં આવશે. ત્યારબાદ વાઉચર લાભાર્થી સુધી પહોંચશે. આ વાઉચર જે કામ માટે અપાયું હોય તે કામમાં જ વાઉચરનો ઉપયોગ થઈ શકશે.

  • કઈ બેંક અપાશે વાઉચર?

  - સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), ICICI બેન્ક, HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (PNB), એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા e-RUPI કૂપન્સ ઇશ્યૂ અને રિડીમ કરવાની સુવિધા આપશે. આ સિવાય કેનેરા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ડિયન બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અત્યારે માત્ર ઇ-રૂપી કૂપન આપશે.

  ઉલ્લેખનીય છે કે, e-RUPI પ્લેટફોર્મને કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા સંયુક્ત રૂપે બનાવાયું છે.
  First published:

  Tags: Business news બિઝનેસ ન્યુઝ, Digital Platforms ડિજિટલ પ્લેટફોર્મ, Modi government મોદી સરકાર, NPCI એનપીસીઆઈ, PM Modi પીએમ મોદી, Upi યુપીઆઈ

  આગામી સમાચાર